Cooking Tips: સ્ટેનલેસ સ્ટીલ કે નોન સ્ટીક કઇ કઢાઈ ભોજન બનાવવા માટે ઉત્તમ હોય છે? જાણો

Best Kadai For Daily Cooking Tips : ઘરમાં ભોજન બનાવવા માટે કઢાઈનો ઉપયોગ થાય છે. ભોજન બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલ, નોન સ્ટીક કે લોખંડ કઇ કઢાઈ ઉત્તમ હોય છે? ચાલો જાણીયે વિગતવાર

Best Kadai For Daily Cooking Tips : ઘરમાં ભોજન બનાવવા માટે કઢાઈનો ઉપયોગ થાય છે. ભોજન બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલ, નોન સ્ટીક કે લોખંડ કઇ કઢાઈ ઉત્તમ હોય છે? ચાલો જાણીયે વિગતવાર

author-image
Ajay Saroya
New Update
Best Kadai For Daily Cooking | Best Pan For Daily Cooking

Best Kadai For Daily Cooking : ભોજન બનાવવા સ્ટેનલેસ સ્ટીલ કે નોન સ્ટીક કઇ કઢાઈ ઉત્તમ રહે છે. Photograph: (Freepik)

Best Kadai For Daily Cooking For Home : ઘરમાં રસોઇ બનાવવા માટે કઢાઈનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કઢાઈમાં શાકનો વઘાર અને પુરી કે ભજીયા તળવામાં આવે છે. હાલ બજારમાં વિવિધ ધાતુ માંથી બનેલી કઢાઈ ઉપલબ્ધ છે - જેમ કે સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ અને નોન સ્ટીક કઢાઈ મળી છે. પરંતુ ભોજન બનાવવા માટે કઇ ધાતુની કઢાઈ સૌથી ઉત્તમ છે, તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીયે કઇ ધાતુની કઢાઈ ભોજન બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

Advertisment

સ્ટેનલેસ સ્ટીલ કઢાઈ

સ્ટેનલેસ સ્ટીલની કઢાઈ ભોજન બનાવવા માટે સૌથી ઉત્તમ ગણાય છે. આ કઢાઈ બહુ મજબૂત હોય છે. દરરોજ શાક બનાવવા, દાળનો વઘાર કરવા, કે ભજીયા પુરી તળવા માટે વાપરી શકાય છે. સ્ટેનલેસ સ્ટીલમાં કોઇ કેમિકલ કોટિંગ હોતું નથી, તેથી તેમા બનાવેલું ભોજ આરોગ્યપ્રદ હોય છે. આ કઢાઈમાં ભોજન બનાવતી વખતે એક તાપમાન મધ્યમ રાખવું પડશે, જેથી શાક દાઝી ન જાય.   

લોખંડી કઢાઈ

લોખંડની કઢાઈમાં ભોજન બનાવવાથી તેમા કુદરતી સ્વરૂપે આયર્ન મળે છે. તેમા બનાવેલા દાળ - શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર ભોજન બનાવ્યા બાદ આ કઢાઈ નોન સ્ટીક જેવી થઇ જાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. લોખંડની કઢાઈ વજનદાર હોય છે અને કાટથી બનાવવા માટે તેલ વધારે રાખવું પડે છે. લૌખંડની કઢાઈમાં ભોજન બનાવ્યા બાદ અલગ વાસણમાં કાઢી લેવું જોઇએ, કારણ કે ખટાશના કારણે કાટ ભોજનમાં ઉતરવાનો ડર રહે છે.

હાર્ડ એનોડાઇઝ્ડ કઢાઈ

દરરોજ વપરાશ માટે આ કઢાઈ પણ ઉત્તમ હોય છે. તેમા ઓછા તેલમાં ભોજન બને છે અને આ કઢાઈ નોન સ્ટીકથી વધુ સુરક્ષિત હોય છે, કારણ કે તેમા કોઇ હાનિકારક કોટિંગ હોતું નથી. આ કઢાઈ વજનમાં હલ્કી અને સાફ કરવામાં સરળ રહે છે. 

Advertisment

સિરામિક કોટેડ કઢાઈ

સિરામિક કોટેડ કઢાઈ આજકાલ ટ્રેન્ડિંગમાં છે. આ કઢાઇમાં સિરામિકનું કોટિંગ હોય છે, જે નોન સ્ટીક જેવી પરંતુ વધારે સુરક્ષિત હોય છે. તેમા ઓછા તેલમાં ભોજન સરળતાથી બની જાય છે. તે દેખાવમાં સુંદર અને વજનમાં હલ્કી હોય છે. સિરામિક કોટેડ કઢાઈ સાફ કરવામાં સાવધાની રાખવી પડે છે. 

આ પણ વાંચો | પ્રેશર કુકરની રબર રીંગ ઢીલી થઇ ગઇ છે? આ 4 કિચન ટીપ્સ મદદરૂપ થશે

ટ્રીપ્લાય કઢાઈ 

ટ્રીપ્લાય કઢાઈ  ગેસ, ઇન્ડેક્શન દરેકમાં વાપરી શકાય છે. આ કઢાઈમાં 3 સ્તર હોય છે - જેમા બહારની બાજુ સ્ટીલ,  વચ્ચમાં એલ્યુમિનિયમ પછી ઉપરની બાજુ સ્ટીલ હોય છે. જેમા ભોજન ઝડપથી અને સારી રીતે રંધાય છે.

આ પણ વાંચો | ગેસ સ્ટવ બર્નર સાફ કરવાની 5 સરળ રીત, નવા જેવા ચમકવા લાગશે

ભોજન બનાવવા માટે કઇ કઢાઈ સૌથી ઉત્તમ છે?

ઘરે દરરોજ ભોજન બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલ કે ટ્રાઇ પ્લાઇ કઢાઈ અને લોખંડની કઢાઈ ઉત્તમ માનવામાં આવે છે.

હેલ્થ ભોજન રેસીપી જીવનશૈલી