ઘણા લોકો સૂતા પહેલા રાત્રિભોજનમાં કંઈક હળવું અને આરોગ્યપ્રદ લેવાનું પસંદ કરે છે. જેમ કે, દિવસના અંત જો તમે સલાડ ખાઓ તો તેનાથી વધુ સારું શું? તે માત્ર એક ફ્રેશ અને હળવો વિકલ્પ નથી, પરંતુ તે એક શક્તિશાળી પોષકતત્વોથી ભરપૂર છે. સલાડ એ તમારા ભોજનમાં વિવિધ પ્રકારના તાજા શાકભાજી, પાંદડાવાળા ગ્રીન્સ અને રંગબેરંગી ટોપિંગ્સનો સમાવેશ કરવાની એક અદ્ભુત રીત છે. વધુમાં, સલાડ ટેસ્ટ કોમ્બિનેશન માટે ઘણી તકો પ્રદાન કરે છે.
આવો જ એક રસપ્રદ કચુંબર એ કૂસકૂસ(સોજી) સલાડ છે, જે રસોઇયા મારિયા ગોરેટી માને છે કે “ગરમ ઉનાળાના દિવસે તમને જે જોઈએ છે આ સલાડ છે.
ગોરેટીએ શેર કર્યું કે તેણે પ્રથમ વખત કૂસકૂસ શબ્દ સાંભળ્યો, તેને ખાવા માંગતી હતી કારણ કે તેને આ નામ ખરેખર સુંદર લાગ્યું હતું.“કુસકૂસ આફ્રિકાના ઉત્તરીય ભાગમાંથી આવે છે.તે અલ્જેરિયાની રાષ્ટ્રીય વાનગી છે. કૂસકૂસને કુક કરવાની જરૂર નથી. તમારે ફક્ત કૂસકૂસમાં ખરેખર ગરમ સ્ટોક ઉમેરવાની જરૂર છે અને પછી તમને ગમે તે તમામ શાકભાજી ઉમેરો. તો ચાલો, જાણીએ.”
તમે આ સ્વાદિષ્ટ સલાડ કેવી રીતે તૈયાર કરી શકો છો?
- કુસકૂસ – 1 કપ
- વેજીટેબલ સ્ટોક – 1 કપ (તે ખરેખર ગરમ હોવું જોઈએ)
- લાલ કોળું – 1 કપ
- વેજીટેબલ સ્ટોક – 1/2 કપ
- ઝુચીની – 1/2 કપ, કાચી
- લાલ મરી – 1/2 કપ, કાચી
- બ્રોકોલી – 1/2 કપ, બાફેલી
- ચેરી ટમેટા – 1/2 કપ
- સેલેરી – 1/2 કપ, કાચી
- મરી – 1/2 કપ, કાચી
- કાકડી – 1/2 કપ, સમારેલી
- તુલસીનો છોડ – સમારેલ
- અરગુલાના પાન – થોડા
- તેલ
- લસણ
તેમણે કહ્યું હતું કે, “તમે ઓલિવ, દાડમ પણ ઉમેરી શકો છે.”
ડ્રેસિંગ માટે
- ઓલિવ તેલ – 1 ચમચી
- લીંબુ – 1, રસ
- સ્વાદ મુજબ મીઠું
મેથડ :
- એક પેનમાં થોડું તેલ અને લસણ ઉમેરો.
- લસણ શેકાઈ જાય એટલે તેમાં અડધો કપ વેજીટેબલ સ્ટોક સાથે લાલ કોળું ઉમેરો.
- એક બાઉલમાં એક ચમચી ઓલિવ તેલ, લીંબુનો રસ અને મીઠું લો. આ ઘટકોને સરસ રીતે હલાવો.
- બાઉલમાં, એક કપ ખરેખર ગરમ સ્ટોક અને એક કપ કૂસકૂસ ઉમેરો. કૂસકૂસને થોડો સમય આરામ કરવા દો.
- પેનમાં સમારેલી ઝુચીની, લાલ મરી અને બ્રોકોલી ઉમેરો. તાપ બંધ કરો અને બધું સારી રીતે હલાવો.
- કૂસકૂસમાં, ચેરી ટામેટા, સેલરી, મરી, કાકડી, ફ્લેટ લીફ પાર્સલી અને તુલસી સહિત તમામ શાકભાજી ઉમેરો.
- બધું બરાબર મિક્સ કરો.





