Anonna Dutt : નવી કોવિડ-19 સબ-વેરિયન્ટના કેસો વધી રહ્યા છે. પાંચ રાજ્યોમાંથી ચાર કે જેમણે XBB.1.16 શોધ્યો છે ત્યાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં કેસની સંખ્યામાં વધારો નોંધાવ્યો છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે તેમની પાસે હોસ્પિટલમાં દાખલ થયેલ અને મૃત્યુદરમાં કોઈ વધારો થયો હોવાના કોઈ પુરાવા નથી.
XBB.1.16 ને રુચિના પ્રકાર તરીકે ગણવામાં આવે છે, કારણ કે તેની વધેલી ટ્રાન્સમિસિબિલિટીના લીધે અન્ય ડોમિનેન્ટ વેરિએન્ટને બદલી શકે છે.
ભારતના કોવિડ-19 જીનોમ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ, INSACOG ના ડેટા દર્શાવે છે કે માર્ચમાં 204 દર્દીના નમૂનાઓમાં આ પ્રકાર જોવા મળ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 138 અને જાન્યુઆરીમાં માત્ર બે હતા.
અત્યાર સુધીમાં અલગ કરાયેલા કુલ 344 XBB.1.16 સિક્વન્સમાંથી, સૌથી વધુ સંખ્યા (105) મહારાષ્ટ્રમાંથી નોંધાઈ છે, જેમાં પુણે, મુંબઈ, થાણે, સાંગલી, અહમદનગર, અમરાવતી અને નંદુરબારમાંથી નવા પ્રકારના કેસ નોંધાયા છે.
આ પછી તેલંગાણામાંથી 93 સિક્વન્સ, કર્ણાટકમાંથી 57 સિક્વન્સ, ગુજરાતની 54 અને દિલ્હીમાંથી 19 સિક્વન્સ હતી. INSACOG ડેટા બતાવે છે કે XBB.1.16 પછી દર્દીના નમૂનાઓમાં સૌથી વધુ હાજરી ધરાવતાં બે અન્ય પેટા વેરિઅન્ટ્સ ,XBB.1.5 અને XBB.2.3 છે.
આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, “જેમ જેમ રોગચાળો ચેપ નજીક આવે છે, ત્યાં વધુ અને વધુ વેરિએન્ટ આવી રહ્યા છે. શું કોવિડ-19 સ્થાનિક બની ગયું છે? .”
કોવિડ -19 કેસોમાં વર્તમાન વધારો આઠ રાજ્યો – મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાંથી નોંધાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં, કોવિડ-19 કેસની સંખ્યા 9 માર્ચના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન 377 થી વધીને 16 માર્ચના રોજ પુરા થતા સપ્તાહ દરમિયાન 790 અને 23 માર્ચના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન 1,650 થઈ હતી.
આ પણ વાંચો: વિશ્વ ટીબી દિવસ 2023: ભારત 2025 સુધીમાં ક્ષય રોગને નાબૂદ કરવાના લક્ષ્યને કેવી રીતે કરશે હાંસલ?
આ સકારાત્મકતા દર એ જ સપ્તાહ દરમિયાન નોંધાયેલ રાષ્ટ્રીય સરેરાશ 1 ટકા કરતા ઘણો વધારે છે.
ગુજરાતમાં, કેસોમાં પણ વધારો થયો છે – 9 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 115 કેસ, 16 માર્ચના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન 346 અને 23 માર્ચે પૂરા થતા સપ્તાહ દરમિયાન 1,093 કેસો સામે આવ્યા હતા.
એજ સમય દરમિયાન રાજ્યમાં હકારાત્મકતા દર 0.32 ટકાથી વધીને 2 ટકા થયો હતો.
કેરળમાં, કોવિડ-19 કેસની સંખ્યા 9 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 445 થી વધીને 16 માર્ચના રોજ પુરા થતા સપ્તાહ દરમિયાન 601 અને 23 માર્ચે પૂરા થતા સપ્તાહ દરમિયાન 979 થઈ ગઈ છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 2.02 ટકાથી વધીને 4.17 ટકા થયો છે.
તમિલનાડુમાં, 9 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન કેસોની સંખ્યા 186 થી વધીને 16 માર્ચે પુરા થતા સપ્તાહ દરમિયાન 270 અને 23 માર્ચે પૂરા થતા સપ્તાહ દરમિયાન 480 થઈ ગઈ છે. રાજ્યમાં પોઝોટીવીટી રેટ 0.89 ટકાથી વધીને 2.26 ટકા થયો છે.
દિલ્હીમાં 9 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન કેસની સંખ્યા 76 થી વધીને 16 માર્ચના રોજ પુરા થતા સપ્તાહ દરમિયાન 159 અને 23 માર્ચના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન 411 જોવા મળી હતી. પોઝિટિવિટી રેટ 0.77% થી વધીને 3.76% થયો હતો.
હિમાચલ પ્રદેશમાં 9 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 44 કેસથી વધીને 16 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 128 અને 23 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 238 કેસ નોંધાયા છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 2.48% થી વધીને 7.10% થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “જો પોઝિટિવિટી રેટ ઊંચો છે, તો તેનો અર્થ એ છે કે ચેપથી પીડિત વધુ લોકો છે જેમની તપાસ થઈ રહી નથી. ઉચ્ચ હકારાત્મકતા દર ધરાવતા રાજ્યોને પરીક્ષણ વધારવા માટે કહેવામાં આવ્યું છે.”
રાજસ્થાનમાં 9 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન કેસોની સંખ્યા 24 થી વધીને 16 માર્ચના રોજ 55 અને 23 માર્ચના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન 157 થઈ ગઈ હતી. આ દરમિયાન રાજ્યમાં પોઝિટિવિટી રેટ 0.31% થી વધીને 1.43% થયો હતો.
આ પણ વાંચો: વર્લ્ડ ટીબી ડે: ચેપી બેક્ટેરિયલ રોગમાંથી સ્વસ્થ થવા માટે કેવો આહાર લેવો અને કેવો આહાર ટાળવો જોઈએ?
કેસમાં વધારાની જાણ કરતા રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓ અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને જીનોમિક સિક્વન્સિંગ માટે તમામ પોઝિટિવ RT-PCR સેમ્પલ મોકલવા, પોઝિટિવ દર્દીઓને ટ્રૅક કરવા, જરૂર જણાય તો તેમની સારવાર કરવા અને લોકોને Coidv -19 યોગ્ય વર્તનને અનુસરવા વિનંતી કરવા કહેવામાં આવ્યું છે. રાજ્યોને વેક્સિનના ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ કહેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 90 ટકાથી વધુ લોકોએ તેમની પ્રાથમિક રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે, પરંતુ ત્રીજા ડોઝનું કવરેજ 27% રહ્યું છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે દેશની હોસ્પિટલોમાં કોવિડ -19 કેસની સારવાર માટે તેઓ તૈયાર છે કે કેમ તે તપાસવા માટે બીજી મોક ડ્રીલ થવાની સંભાવના છે.
વડાપ્રધાને બુધવારે દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં, તેમણે અધિકારીઓને કોવિડ-19 વાયરસના નવા પ્રકારોને ટ્રૅક કરવા અને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓ અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસના ચેપનું અસરકારક નિરીક્ષણ કરવા માટે કોવિડ-19 વાયરસના સમગ્ર જીનોમ સિક્વન્સિંગને વધારવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે લોકોને શ્વસન સ્વચ્છતા અને કોવિડ-19 યોગ્ય વર્તનનું પાલન કરવા પણ વિનંતી કરી હતી. તેમને માહિતી આપવામાં આવી હતી કે 20 મુખ્ય કોવિડ દવાઓ, 12 અન્ય દવાઓ, 8 બફર દવાઓ અને 1 ઈન્ફલ્યુએન્ઝા દવાની ઉપલબ્ધતા અને કિંમતો પર નજર રાખવામાં આવી રહી છે.