How To Cure Cracked Heels At Home : શિયાળો આવતાની સાથે જ ઘણા લોકોના પગની એડી ફાટવા લાગે છે. ઉપરાંત, ઘણી વખત પગની સંભાળ ન લેવાને કારણે આ સમસ્યા થાય છે. વ્યસ્ત જીવનમાં ગંદકી, ધૂળ માટી કે ઘસારાના કારણે પગના વાઢિયાની સમસ્યા તીવ્ર બની જાય છે. ફાટેલી એડી વાળા પગ સુંદરતામાં ડાધ લગાડે છે. જો પગની એડી વધારે ફાટી જવાથી મોજાં અને ધાબળા અથવા ચાદરમાં પણ ફસાઈ જાય છે.
શુષ્કતા વધવાને કારણે પગની એડીમાં દુખાવો શરૂ થાય છે. તે મટાડવા માટે લોકો બજારમાંથી અનેક પ્રકારની ક્રીમનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી પણ ઘણી વખત રાહત મળતી નથી. આવી સ્થિતિમાં, તમારે રાત્રે સૂતા પહેલા પગની સંભાળની દિનચર્યાનું પાલન કરવું જોઈએ. આ ઘરેલું ઉપાય તમારી પગની ફાટેલી એડીને નરમ અને મુલાયમ બનાવશે.
પગની ફાટેલી એડી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાય | What is the best home remedy for dry cracked heels
જો તમારા પગની એડીમાં ખૂબ તિરાડ પડી રહી છે, તો રાત્રે સૂતા પહેલા તમારા માટે થોડો સમય કાઢો. સૌ પ્રથમ, એક ટબમાં નવશેકું પાણી લો. આ પછી તેમાં થોડું શેમ્પૂ અને મીઠું ઉમેરો. તેમાં તમારા પગ 5 થી 10 મિનિટ સુધી ડૂબાડી રાખો. હવે હાથે સ્ક્રબર વડે પગની એડીને ઘસો. આમ કરવાથી બધી ગંદકી દૂર થઈ જશે.
આ પણ વાંચો | બીટ ગરમ કે ઠંડુ? શિયાળામાં તેનું સેવન કરવામાં કોણે સાવચેતી રાખવી જોઈએ
પગની માલિશ કરો
પગ સાફ કર્યા પછી, નાળિયેર તેલમાં ગ્લિસરિન ઉમેરો અથવા તેની શુષ્કતા દૂર કરવા માટે કોઈપણ ફૂટ ક્રીમ લગાવો. તેના વડે પગની એડીની માલિશ કરો. આમ કરવાથી પગના વાઢિયા પુરાઇ જશે. તે પછી, તમે સુતરાઉ મોજાં પહેરો. આમ કરવાથી પગની ત્વચામાં ભેજ જળવાઈ રહેશે.





