Crying Benefits: રડ્યા પછી મન હળવું કેમ લાગે છે? જાણો આંસુ કેવી રીતે તણાવ અને નકારાત્મક વિચારો દૂર કરે છે?

Crying Benefits For Mental Health Tips : રડવું અને આંખ માંથી આસું નીકળવા એક પ્રકારનું માનવીય વર્તન છે, જેની વ્યક્તિના તન અને મન પર ઉંડી અસર થાય છે. નિષ્ણાતો અને તાજેતરના અભ્યાસો અનુસાર, આંસુ તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Crying Benefits For Mental Health Tips : રડવું અને આંખ માંથી આસું નીકળવા એક પ્રકારનું માનવીય વર્તન છે, જેની વ્યક્તિના તન અને મન પર ઉંડી અસર થાય છે. નિષ્ણાતો અને તાજેતરના અભ્યાસો અનુસાર, આંસુ તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

author-image
Ajay Saroya
New Update
crying benefits | Mental Health Tisp

Crying Benefits : રડ્યા પછી વ્યક્તિનું મન હળવું થાય છે. Photograph: (Freepik)

Crying Benefits For Mental Health Tips : રડવું અને આંખ માંથી આસું નીકળવા એક પ્રકારનું માનવીય વર્તન છે. નાના બાળક થી લઇ મોટી ઉંમરના વ્યક્તિઓ પર રડે છે અને રડતી વખતે આંખ માંથી આંસુ વહે છે. માત્ર દુઃખ હોય ત્યારે જ નહીં પણ અતિશય ખુશ હોય ત્યારે પણ વ્યક્તિના આંખ માંથી આંસુ નીકળે છે. ઘણા લોકો તેને નબળાઈ તરીકે માને છે અથવા ડરે છે કે કંઈક ખોટું થઇ રહ્યું છે. પરંતુ સત્ય એ છે કે કોઈ કારણ વિના રડવું સંપૂર્ણપણે સામાન્ય છે. એટલું જ નહીં, તે શરીર અને મન બંને માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. 

Advertisment

નિષ્ણાતો અને તાજેતરના અભ્યાસો અનુસાર, આંસુ તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રખ્યાત સેલિબ્રિટી હોર્મોન કોચ પૂર્ણિમા પેરી પણ માને છે કે આંસુ એ નબળાઈ નથી, પરંતુ શરીરનું કુદરતી નિયમનકાર છે.

કારણ વગર રડવાનું કેમ આવે છો?

ઘણી વાર આપણે આપણી લાગણીઓને દબાવી દઈએ છીએ. કામનું દબાણ, સંબંધોની ગૂંચવણો, થાક અથવા ભવિષ્યની ચિંતાઓ બધા આપણા મનમાં ભરાઇ જાય છે. જ્યારે આ દબાણ વધારે પડતું થાય છે, ત્યારે શરીર તેને બહાર કાઢવાનો માર્ગ શોધી કાઢે છે. આવા કિસ્સામાં, રડવું એ કુદરતી પ્રતિક્રિયા બની જાય છે. ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી કે આપણે શેના માટે અસ્વસ્થ છીએ, પરંતુ શરીર આંસુ દ્વારા અંદરની અસ્વસ્થતાને બહાર કાઢે છે.

આંસુ અને તણાવ વચ્ચે ઊંડો સંબંધ

હોર્મોન કોચ પૂર્ણિમા પેરીના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે રડીએ છીએ, ત્યારે આપણા શરીરની પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ સિસ્ટમ શરીરને શાંત કરવા માટે કામ કરે છે. જ્યારે આપણે ખૂબ જ તણાવમાં હોઈએ છીએ, ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન લેવલ વધી જાય છે. રડવાથી આ વધારાના કોર્ટિસોલને ઘટાડવામાં મદદ મળે છે. આ જ કારણ છે કે રડ્યા પછી મન ઘણીવાર હળવું લાગે છે અને તણાવ ઓછો થાય છે.

Advertisment

રડ્યા પછી મન હળવું કેમ લાગે છે?

ક્લેવલેન્ડ ક્લિનિકના એક રિપોર્ટ મુજબ મન ખોલીને રડ્યા બાદ એવું લાગે છે કે મન માંથી બોજ હળવો થયો છે. આવું એટલા માટે છે કારણ કે આંસુ નકારાત્મક લાગણીઓ અને વિચારોને બહાર કાઢવામાં મદદ કરે છે. જ્યારે આપણે રડીએ છીએ, ત્યારે મનની મૂંઝવણ થોડી દૂર થવા લાગે છે. તે નકારાત્મક વિચારસરણીને ઘટાડે છે, જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

મનની લાગણીઓનું દબાણ કેવી રીતે ઘટાડે છે?

કેટલીકવાર આપણે આપણી લાગણીઓ કોઈની સાથે શેર કરી શકતા નથી. આ વણ કહેલી વાતો ધીમે ધીમે છાતી, ગળા અને માથામાં તણાવ પેદા કરવા લાગે છે. પૂર્ણિમા પેરી સમજાવે છે કે આંસુ આ આંતરિક દબાણ ઘટાડવાનું કામ કરે છે. જ્યારે તમે રડો છો, ત્યારે શરીર તે ભાવનાત્મક બોજને બહાર કાઢે છે. આ જ કારણ છે કે રડ્યા પછી માથું હળવું લાગે છે, શ્વાસોશ્વાસ સરળ બને છે અને મન શાંત થઈ જાય છે.

દુઃખ અને નિરાશામાં રડવું કેમ આવે છે?

ક્લેવલેન્ડ ક્લિનિકના અહેવાલમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ પીડા અથવા ઊંડી નિરાશામાં હોય છે, ત્યારે તેને રડવાનું મન થાય છે. આ શરીરની એક પ્રકારની સંરક્ષણ પ્રણાલી છે. આંસુ નીકળ્યા પછી, વ્યક્તિ થોડી સ્પષ્ટતા સાથે પરિસ્થિતિને જોઈ શકે છે. આ સમસ્યાનો સામનો કરવાની તાકાત આપે છે અને આગળનો માર્ગ વિચારવામાં મદદ કરે છે.

શું રડવું હંમેશાં સારું છે?

રડવું સામાન્ય રીતે ફાયદાકારક હોય છે, પરંતુ જો તમને વારંવાર રડવાની ઇચ્છા થતી હોય, જે લાંબા સમય સુધી, અને આ સાથે નિંદ્રા, ભૂખ ન લાગવી અથવા દરેક સમયે મન ઉદાસ રહે છે, તો તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે. આ કિસ્સામાં, નિષ્ણાત સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે.

પોતાની જાતને કેવી રીતે સંભાળવી?

જો તમને રડવાનું મન થાય છે, તો તમારી જાતને રોકવાની જરૂર નથી. તમારી લાગણીઓને સલામત અને શાંત જગ્યાએ બહાર આવવા દો. આ પછી, ઊંડો શ્વાસ લો, પાણી પીઓ અને તમારી જાતને થોડો સમય આરામ આપો. તમારી લાગણીઓને કોઈ બીજા સાથે શેર કરવાથી, ડાયરી લખવાથી, હળવી કસરત કરવાથી પણ તણાવ ઘટાડવામાં મદદ મળી શકે છે.

Disclaimer : આ લેખમાં માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો નિષ્ણાંતની સલાહ લેવી.

Health જીવનશૈલી