CT Scan Risk: સીટી સ્કેન થી કેન્સર થાય છે? અમેરિકાના રિસર્ચ રિપોર્ટમાં ઘટસ્ફોટ

CT Scan Radiation Risk To Cancer: સીટી સ્કેન એક્સ-રે કરતા ઘણી વધુ વિગતવાર અને સ્પષ્ટ માહિતી પૂરી પાડે છે. જો કે વારંવાર સીટી સ્કેન કરાવવું કેન્સરનો ખતરો ઉભો કરી શકે છે. રિસર્ચ અનુસાર સીટી સ્કેનથી અમેરિકામાં કેન્સરના 1,00,000થી વધુ નવા કેસ આવી શકે છે.

Written by Ajay Saroya
April 23, 2025 11:50 IST
CT Scan Risk: સીટી સ્કેન થી કેન્સર થાય છે? અમેરિકાના રિસર્ચ રિપોર્ટમાં ઘટસ્ફોટ
CT Scan Radiation Risk To Cancer: અમેરિકાની એક રિસર્ચ રિપોર્ટમાં સીટી સ્કેન થી કેન્સરનો ખતરો વધી શકે છે, તેવો ખુલાસો કર્યો છે. (Photo: Freepik)

CT Scan Radiation Risk To Cancer: સીટી સ્કેન જેને કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન (Computed Tomography Scan) કહેવામાં આવે છે. આ એક ખાસ પ્રકારની ઇમેજિંગ ટેકનિક છે જેનો ઉપયોગ શરીરના આંતરિક અંગો, હાડકાં, સ્નાયુઓ અને રક્તવાહિનીઓના વિગતવાર અને સ્પષ્ટ ચિત્રો લેવા માટે થાય છે. આ તકનીકનો ઉપયોગ સૌથી વધુ મેડિકલ ઇમરજન્સીમાં, બાયોપ્સી પહેલાં અથવા કેન્સરના સ્ટેજિંગમાં થાય છે. સીટી સ્કેન એક્સ-રે કરતા ઘણી વધુ વિગતવાર અને સ્પષ્ટ માહિતી પૂરી પાડે છે. બીમારીને સમજવા અને સારવાર સરળ બનાવવામાં સીટી સ્કેન મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ એક નવા સંશોધનથી બધાને આશ્ચર્ય થયું છે. રિસર્ચ મુજબ સીટી સ્કેન કરવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. રિસર્ચ અનુસાર સીટી સ્કેનથી અમેરિકામાં કેન્સરના 1,00,000થી વધુ નવા કેસ આવી શકે છે.

રિસર્ચ મુજબ અમેરિકામાં કરવામાં આવેલા સીટી સ્કેનથી ભવિષ્યમાં કેન્સરના લગભગ 1,03,000 કેસ થઈ શકે છે, જે કેન્સરના તમામ નવા કેસોમાંથી લગભગ 5 ટકા હશે. લેખકોનો અંદાજ છે કે વર્ષ 2023માં કરવામાં આવેલા 9.3 કરોડ સ્કેન કેન્સરમાં વધારો કરી શકે છે. આ અભ્યાસ જામા ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત થયો હતો. આવો જાણીએ સીટી સ્કેનથી કેન્સર કેવી રીતે થાય છે અને કયા કેન્સરનું જોખમ વધુ રહે છે, તેનાથી કયા લોકોને વધુ જોખમ રહે છે.

સીટી સ્કેનથી કેન્સર કેવી રીતે થાય છે?

સીટી સ્કેનમાં વપરાતા આયનાઇઝિંગ રેડિયેશન કેન્સરનું કારણ બને છે. એક્સ-રેમાં પણ આ જ રેડિએશનનો ઉપયોગ થાય છે, પરંતુ સીટી સ્કેનમાં તેની માત્રા થોડી વધારે હોય છે. સીટી સ્કેનમાં વપરાતા રેડિએશનથી શરીરના કોષોના ડીએનએને નુકસાન પહોંચી શકે છે. ડીએનએને નુકસાન થવાથી કેટલીક વખત કોશિકાઓ અસામાન્ય રીતે વધી શકે છે, જે કેન્સરની શરૂઆત હોઈ શકે છે. આપણું શરીર ડીએનએનું સમારકામ કરી શકે છે, પરંતુ વધુ પડતા અને ક્યારેક કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ વધી જાય છે.

બેંગલુરુની મણિપાલ હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો.માધવી નાયરે જણાવ્યું હતું કે, અમેરિકાની આ ટેકનિકનો ઉપયોગ ભારત કરતાં વધારે છે. ભારતમાં જરૂર ન પડે ત્યાં સુધી ડોક્ટરો સીટી સ્કેન કરવાનું ટાળે છે. સીટી સ્કેન વધુ વિગતવાર માહિતી પૂરી પાડે છે, તેથી તેના રેડિયેશનનો ડોઝ વધારે હોય છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે સીટી સ્કેનથી નુકસાન થતું નથી, પરંતુ વારંવાર સીટી સ્કેન કરવામાં આવે તો કેન્સરનું જોખમ ઝડપથી વધી જાય છે.

સીટી સ્કેનથી કયા કેન્સર થઇ શકે છે?

  • ફેફસાનું કેન્સર
  • આંતરડાનું કેન્સર
  • લ્યુકેમિયા
  • બ્લેડરનું કેન્સર
  • મગજની ગાંઠો
  • મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધારે હોય છે

કયા લોકોને વધુ જોખમ છે?

સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભને કિરણોત્સર્ગથી જોખમ રહેલું હોય છે, તેથી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન પોતાનું રક્ષણ કરવું જોઈએ.જેમને વારંવાર ઇમેજિંગની જરૂર હોય તેઓએ અલ્ટ્રાસાઉન્ડ અથવા એમઆરઆઈ જેવા વિકલ્પો પસંદ કરવા જોઈએ.જે લોકોને આયોડિન કોન્ટ્રાસ્ટ ડાઇથી એલર્જી હોય છે, તેમણે ડોક્ટરનો સંપર્ક કરવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ