Cucumber : ઉનાળામાં કાકડી ખાવાના ફાયદા જાણો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Cucumber : કાકડી ફાઇબરથી ભરપૂર છે. જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. કાકડીનું સેવન કરવાથી તમે કબજિયાતની સમસ્યાને ઓછી કરી શકો છો.

Written by shivani chauhan
March 11, 2024 07:00 IST
Cucumber : ઉનાળામાં કાકડી ખાવાના ફાયદા જાણો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Cucumber health benefits diet tips summer health tips in gujarati : કાકડીના સ્વાસ્થ્ય ફાયદા ડાયટ ટિપ્સ ઉનાળાની હેલ્થ ટિપ્સ (Photo : Canva)

Cucumber : કાકડી (Cucumber) મોટાભાગના લોકોને ભાવે છે. ઉનાળા (summer) ની ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં ગરમીથી બચવા માટે ખોરાકમાં ઠંડા શાકભાજી કે ફળો ખાવા જરૂરી છે. કાકડીની તાસીર ઠંડી છે. કાકડીમાં 90 ટકા પાણી હોય છે. કાકડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે સિવાય કાકડી અન્ય ઘણા સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે. અહીં જાણો,

Cucumber health benefits diet tips summer health tips in gujarati
Cucumber health benefits diet tips summer health tips in gujarati : કાકડીના સ્વાસ્થ્ય ફાયદા ડાયટ ટિપ્સ ઉનાળાની હેલ્થ ટિપ્સ (Photo : Canva)

હેલ્થ એક્સપર્ટ અનુસાર, કાકડીમાં 90 ટકાથી વધુ પાણી હોય છે, તેથી કાકડી ખાવાથી ઉનાળામાં ડીહાઈડ્રેશન થતું નથી.

આ પણ વાંચો: મહિલા માટે પુરુષ કરતા વધુ પ્રોટીન કેમ જરૂરી છે? સ્ત્રીઓએ દિવસમાં પ્રોટીનનું કેટલું સેવન કરવું?

કાકડી ખાવાના ફાયદા

1) પાચન સુધારે : કાકડી ફાઇબરથી ભરપૂર છે. જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. કાકડીનું સેવન કરવાથી તમે કબજિયાતની સમસ્યાને ઓછી કરી શકો છો.

2) એન્ટીઑકિસડન્ટો : કાકડીમાં બીટા-કેરોટીન અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરમાં હાનિકારક રેડિકલને બે અસર કરે છે. શરીરના કોષોને થતા નુકસાનને રોકવા અને રોગોનું જોખમ ઘટાડવા માટે કાકડી વધુ ફાયદાકારક છે.

3) હાઇડ્રેશન – હાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીના લેવલને કંટ્રોલમાં રાખવું એ શરીરને સરળ રીતે કાર્ય કરવા અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.

4) પોષક તત્વો – કાકડીમાં કેલરી ઓછી હોય છે. તે સિવાય કાકડીમાં જરૂરી પોષક તત્વો હોય છે. કાકડી વિટામિન K, વિટામિન C, પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. કાકડી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: Peanuts : મગફળી ખાવાના ફાયદા જાણો, શું વધુ માત્રામાં ખાવાથી લીવરને નુકસાન થઈ શકે?

5) વેઇટ લોસમાં મદદરૂપ – કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે આપણે આપણા આહારમાં આવી કાકડીનો સમાવેશ કરીએ છીએ, ત્યારે તે આપણા વજન નિયંત્રણમાં મદદ કરે છે.

6) બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે : કેટલાક પ્રાણીઓ અને ટેસ્ટ-ટ્યુબ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાકડીઓ બ્લડ સુગર લેવલને ઘટાડવામાં અને ડાયાબિટીસની કેટલીક જટિલતાઓને રોકવામાં મદદ કરી શકે છે.

જો કે, વર્તમાન પુરાવા ટેસ્ટ-ટ્યુબ અને પ્રાણીઓના અભ્યાસ પૂરતા મર્યાદિત છે. કાકડીઓ માનવ બ્લડ સુગરને કેવી રીતે અસર કરી શકે છે તે નિર્ધારિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ