મોઢા માથી આવે છે ખરાબ વાસ તો 90 સેકન્ડ સુધી કરો આ આસાન કામ, મળશે ફ્રેશ શ્વાસ

Cucumber Helps Stop Bad Breath : અમે તમને એક એવી ટ્રીક જણાવી રહ્યા છીએ જે માત્ર 90 સેકન્ડમાં મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરીને તમને ફ્રેશ શ્વાસ લેવામાં મદદ કરી શકે છે

Cucumber Helps Stop Bad Breath : અમે તમને એક એવી ટ્રીક જણાવી રહ્યા છીએ જે માત્ર 90 સેકન્ડમાં મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરીને તમને ફ્રેશ શ્વાસ લેવામાં મદદ કરી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Stop bad breath with cucumber, bad breath

આ ટ્રીકથી 90 સેકન્ડમાં ગાયબ થઇ જશે મોઢામાં આવતી દુર્ગંધ (તસવીર - ફ્રીપિક)

Cucumber Helps Stop Bad Breath : શ્વાસની દુર્ગંધ કે મોઢામાંથી વાસ આવવી એક આમ સમસ્યા છે. મોટાભાગે સવારે ઉઠ્યા બાદ લોકો તેનાથી પરેશાન રહે છે. હવે જો કે સવારે બ્રશ કર્યા બાદ આ સમસ્યા દૂર થઈ જાય છે, પરંતુ ક્યારેક ક્યારેક કેટલાક અન્ય કારણો કે ડુંગળી, લસણ ખાવાથી પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં તે શરમનું કારણ બની શકે છે.

Advertisment

જો તમે વારંવાર આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો અને આ કારણે મિત્રોની નજીક આવવાનું ટાળવાનું શરૂ કરી દીધું છે, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અહીં અમે તમને એક એવી ટ્રીક જણાવી રહ્યા છીએ જે માત્ર 90 સેકન્ડમાં મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરીને તમને ફ્રેશ શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે-

મોઢામાં આવતી દુર્ગંધને 90 સેકન્ડમાં ગાયબ કરી શકે છે આ ટ્રીક

આ માટે તમારે કાકડીના માત્ર 2-3 નાના ટુકડાની જરૂર પડશે. મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે કાકડીના ટુકડાને તમારી જીભની મદદથી 90 સેકંડ સુધી મોઢાના ઉપરના ભાગ પર રાખો. આ પછી તમે તેને થૂંકી શકો છો અને જો તમે ઇચ્છો તો તમે આ પછી કાકડીના બીજા એક કે બે ટુકડાઓ પણ ખાઈ શકો છો.

આ પણ વાંચો - આ બીજ રોજ માત્ર એક મુઠ્ઠી ખાશો તો કોલેસ્ટ્રોલ સહિત 5 બીમારીઓથી મળશે છૂટકારો

Advertisment

કેવી રીતે મદદ કરે છે આ ટ્રીક?

  • કેટલાક સંશોધનના પરિણામો દર્શાવે છે કે કાકડીમાં ઘણા પ્રકારના ફાઇટોકેમિકલ્સ હાજર હોય છે. આ ફાઇટોકેમિકલ્સ શ્વાસની દુર્ગંધનું કારણ બનનાર બેક્ટેરિયાને મારવામાં મદદ કરી શકે છે.
  • આ ઉપરાંત કાકડીમાં પાણીની માત્રા વધુ હોય છે, જે ડ્રાય માઉથની તકલીફને ઓછી કરે છે. ડ્રાય માઉથ પણ મોઢામાં દુર્ગંધનું કારણ બને છે.

આ રીતે આ ખૂબ જ સરળ ટ્રીક તમને માત્ર 90 સેકન્ડમાં તાજા શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. આ સિવાય કાકડી તમારા સ્વાસ્થ્યને અન્ય ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તમે આ બધા ફાયદાઓ મેળવવા માટે કાકડીને આહારમાં પણ સામેલ કરી શકો છો.

જીવનશૈલી health tips