Curd VS Yogurt : દહીં અને યોગર્ટ વચ્ચે શું તફાવત છે? શું ગ્રીક યોગર્ટ ઘરે બનાવી શકાય છે? ચાલો જાણીયે એક્સપર્ટ્સ પાસેથી

Yogurt VS Curd Difference : દહીં અને યોગર્ટ જોવામાં એક સમાન લાગે છે પંરતુ બંને બનાવવાની રીત અને પોષક તત્વો અલગ અલગ છે. દહીં જેમ યોગર્ટ પણ ઘરે બનાવી શકાય છે. ચાલો જાણીયે વિગતવાર

Written by Ajay Saroya
September 08, 2025 16:35 IST
Curd VS Yogurt : દહીં અને યોગર્ટ વચ્ચે શું તફાવત છે? શું ગ્રીક યોગર્ટ ઘરે બનાવી શકાય છે? ચાલો જાણીયે એક્સપર્ટ્સ પાસેથી
Curd vs Yogurt Difference : દહીં અને ગ્રીક યોગર્ટ બનાવવાની રીત અને પોષક તત્વો અલગ અલગ હોય છે. (Photo: Freepik)

Greek Yogurt VS Curd Difference : દહીં અને યોગર્ટ દેખાવમાં બંને ચીજ એક સમાન દેખાય છે, પરંતુ હકીકતમાં બંને અલગ અલગ છે. ઘણા લોકો દહીં અને ગ્રીક યોગર્ટને એક માને છે, જે ભૂલ ભરેલું છે. દહીં અને યોગર્ટ બંને જુદા છે અને તેના પોષકતત્વો પણ અલગ અલગ હોય છે. દહીં જેમ યોગર્ટ પણ ઘરે બનાવવી શકાય છે, જો કે તેમા વધારે સાવધાની રાખવી પડે છે. અહીં દહીં અને યોગર્ટ વચ્ચેનો શું તફાવત છે તેના વિશે વિગતવાર જાણકારી આપી છે.

ન્યૂટ્રિસનિસ્ટ શ્વેતા પંચાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે દહીં અને ગ્રીક યોગર્ટ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે.

દહીં અને યોગર્ટ વચ્ચે શું તફાવત છે? | Difference Between Curd And Yogurt

  • ન્યૂટ્રિશનિસ્ટે જણાવ્યું કે, ગ્રીક યોગર્ટ માં સામાન્ય દહીં કરતા વધારે પ્રોટીન હોય છે.
  • સામાન્ય દહીંમાં ગ્રીક યોગર્ટ કરતા વધારે ફેટ હોય છે.
  • ગ્રીક યોગર્ટને નિયંત્રિત વાતાવરણમાં તૈયાર કરવામાં આવે છે, જેનાથી ઘટ્ટ ક્વોલિટી અને પોષકતત્વો ભરપૂર હોય છે. એટલે કે તેમા કઇ પ્રકારના ગુડ બેક્ટેરિયા હશે તે નિયંત્રિત કરી શકાય છે.
  • ફોર્ટિફાઇડ વિટામીન અને આયર્ન ગ્રીક યોગર્ટમાં ઉમેરી શકાય છે, જે તેને વધુ પોષક બનાવે છે.

શું ગ્રીક યોગર્ટ ઘરે બનાવી શકાય છે?

ગ્રીક યોગર્ટ ઘરે બનાવવા વિશે ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે, તે ઘર પર બનાવી શકાય છે, પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે ગ્રીક યોગર્ટને લો ફેટ મિલ્ક માંથી તૈયાર કરવું જેથી જ્યારે ગ્રીક યોગર્ટ બને ત્યારે તેમા પ્રોટીન વધારે અને ફેટ ઓછું હોય. જો કે ગ્રીક યોગર્ટમાં બેક્ટેરિયા ક્યા અને કેટલા હશે તે નિયંત્રિત કરી શકાતું નથી.

ગ્રીક યોગર્ટ ઘરે કેવી રીતે બનાવવું? : Greek Yogurt Recipe At Home

  • ઘર પર ગ્રીક યોગર્ટ બનાવવા માટે 4 કપ લોટ ફેટ દૂધ અને 1/4 કપ દૂધ લો.
  • સૌથી પહેલા દૂધ ગરમ કરો, દૂધને 180 ડિગ્રી સુધી ઉકાળવું જોઇએ.
  • હવે સ્વચ્છ વાસણમાં દૂધ રેડો અને તેને 110 ડિગ્રી એફ સુધી ઠંડુ થવા દો. ત્યાર પછી દૂધમાં દહીંનું મેળવણ ઉમેરી વાસણને ઢાંકી 8 થી 12 કલાક સુધી રહેવા દો.
  • દહીં જામી ગયા બાદ તેને 2 કલાક સુધી ફ્રીજમાં રાખો. તેનાથી યોગર્ટ એકદમ ઘટ્ટ થઇ જશે.
  • હવે ચીઝ ક્લોથના એક મોટા બાઉલમાં યોગર્ટ રેડી 8 થી 24 કલાક સુધી ફ્રીજમાં રાખી મૂકો. ઉપરાંત રેશમી કાપડમાં પણ યોગર્ટને બાંધી ફ્રીજમાં રાખી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ