/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Curd-Storage-Summer-Tips.jpg)
Curd Storage Summer Tips : ઉનાળામાં દહીં ઝડપથી ખાટું થઇ જાય છે. (Photo: Freepik)
Curd Storage Summer Tips: દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દહીં ખાવાની સાથે સાથે ત્વચા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો બજારમાંથી લાવેલું દહીં ખાય છે, તો કેટલાક લોકોને ઘરે જામેલું દહીં પસંદ છે. બજારમાં મળતા દહીંમાં પણ ભેળસેળ થઇ શકાય છે અને મોંઘા પણ છે. ઘણી વખત દહીં તાજું છે કે જૂનું તેનીપણ ખબર પડતી નથી.
ઉનાળામાં દહીં ઝડપી ખાટું થઇ જાય છે. જેના કારણ ઘણી વખતે દહીં ખાવામાં સ્વાદિષ્ટ લાગું નથી. આવી સ્થિતિમાં, ઉનાળામાં દહીં લાંબા સમય સુધી તાજું રાખવાની ટીપ્સ આપી છે. ઉપરાંત આ રીતે સ્ટોર કરેલું દહીં ઝડપથ ખાટું થશે નહીં.
દહીં જમાવા તાજા દૂધનો ઉપયોગ કરો
દહીં જમાવા માટે તાજા દૂધનો ઉપયોગ કરો. જુના દૂધ માંથી બનેલું દહીં ઝડપથી ખાટું થવાની સંભાવના રહે છે. જો તમે તાજા દૂધને બદલે એક દિવસના વાસી દૂધ માંથી દહીં જમાવશો, તો દહીં દરેક પરિસ્થિતિમાં ખાટું થઈ જશે.
ડેરી જેવું દહીં કેવી રીતે જમાવવું?
બજારમાં મળતું ઘટ્ટ દહીં જમાવવા માટે સૌ પ્રથમ દૂધને સારી રીતે ઉકાળો. દૂધને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડું ઠંડુ થાય ત્યારે તેમા દહીં કે છાશ નાંખી દહીં જમાવા મૂકો. હંમેશા ધ્યાન રાખો કે દૂધનું તાપમાન દહીં માટે યોગ્ય હોવું જોઈએ. વધારે પડતા ઠંડા દૂધમાં દહીં જામતું નથી. સાથે જ વધારે ગરમ દૂધ હશે તો દહીં ખાટું થઈ શકે છે.
દહીં ખાટું કેમ થઇ જાય છે?
મોટાભાગની મહિલાઓ દાદી નાનીએ જણાવેલી રીત વડે જ દહીં જમાવે છે. તે દહીં બનાવવા માટે ઘરમાં રાખેલા દહીંનો ઉપયોગ કરે છે. પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે દૂધમાં જે દહીં નાખી રહ્યા છો તે પહેલેથી જ ખાટું થઈ ગયું છે, તો તમે જે નવું દહીં જમાવી રહ્યા છો તે પણ ખાટું થઈ જશે. તેથી દહીં જમાવવા માટે દૂધમાં જે દહીં ઉમેરી રહ્યા છો તે પણ ફ્રેશ હોવું જોઈએ.
આ પણ વાંચો | ઉનાળામાં દહીં ખાવાના ફાયદા, 4 બીમારીથી બચાવશે, જાણો ક્યારે અને કેવી રીતે સેવન કરવું?
ઉનાળામાં દહીં બહાર ન રાખો
ઉનાળા દરમિયાન દહીં ખાટું ન થાય તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારું દહીં જામી થાય એટલે તરત જ તેને ફ્રિજમાં રાખી દો. આમ કરવાથી તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો. આ સાથે દહીં ખાટું થવાની સંભાવના પણ ઘટી જશે. સામાન્ય રીતે દહીં જામવામાં 6 થી 8 કલાકનો સમય લાગે છે. જ્યારે તમારું દહીં જામી જાય તો તેને તરત જ ફ્રિજમાં મૂકી દો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us