/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Side-Effects-of-Curry-Leaves-.jpg)
Curry Leaves Side Effects : મીઠા લીમડાના પાન વધારે ખાવાથી શરીર પર ખરાબ અસર થાય છે. (Photo: Social Media)
Side Effects of Curry Leaves: મીઠા લીમડાના પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ દાળ શાકમાં તડકો લગાવવા થાય છે. મીઠો લીમડો ભોજનનો સ્વાદ અને સુગંઘ બંને વધારે છે. સાંભાર, દાળ, કઢી અને ચટણી જેવી વાનગીનો સ્વાદ વધારવા માટે આપણે મોટાભાગે આ પાંદડાઓનું સેવન કરીએ છીએ. જો કે આ પાનનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર ઝેર જેવી થાય છે. તમને જણાવી દઇએ કે, વધારે પડતી કોઇ પણ વસ્તુનું સેવન ખરાબ હોય છે. મીઠા લીમડાના પાનના વધુ પડતા સેવનથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. આ પાંદડાના ફાયદા જાણવા જેટલું જરૂરી છે, તેટલું જ તેના ગેરફાયદાને સમજવું પણ એટલું જ જરૂરી છે.
મીઠા લીમડાના પાનના પોષક તત્વ
જો રોજ 4-5 મીઠા લીમડાના પાનનું સેવન કરવામાં આવે તો પેટની સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે. તેમાં રહેલું ફાઇબર આંતરડાને સાફ રાખે છે અને પાચનમાં સુધારો કરે છે. દરરોજ મીઠા લીમડાના પાનના ચાવવાથી બ્લડ સુગર લેવલ સામાન્ય રહે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) ઘટાડવામાં મદદ કરે છે. આ પાંદડામાં બોડી-ડિટોક્સિફાઇંગ ગુણ પણ હોય છે. મીઠા લીમડાના પાન યકૃતને ડિટોક્સ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે.
મીઠા લીમડાના પાનમાં આલ્કલોઇડ્સ હોય છે, આ તત્વ ઔષધીય અસરો માટે જાણીતા છે. એન્સાઇક્લોપીડિયા ઓફ એપ્લાઇડ પ્લાન્ટ સાયન્સિસમાં, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આલ્કલોઇડ્સનું વધુ પડતું સેવન ચેતાતંત્રને અસર કરી શકે છે. તેનું વધુ પડતું સેવન કરવાથી ઈમ્યુનિટી અને ફર્ટિલિટી પર પણ અસર પડે છે. આવો જાણીએ કે મીઠી લીમડાના પાનના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.
એલર્જી થવાનું જોખમ વધે છે
મીઠા લીમડાના પાનના વધુ પડતા સેવનથી કેટલાક લોકો માટે એલર્જીનું જોખમ વધી શકે છે. આ સમસ્યાઓ છોડના પરાગ પ્રત્યે સંવેદનશીલ લોકોમાં વધુ સામાન્ય હોઈ શકે છે. તેના વધુ પડતા સેવનથી છાતીમાં જકડન, શ્વાસ લેવામાં તકલીફ, અપચો, ત્વચા પર ફોલ્લીઓ, છીંક આવવી અને નાકમાં ખંજવાળ જેવા લક્ષણો જોવા મળી શકે છે.
પાચન બગડી શકે છે
મીઠા લીમડાના પાનમાં ફાઇબર વધારે હોય છે, તેનું મર્યાદિત સેવન ફાયદાકારક છે, પરંતુ વધુ ફાઇબરનું સેવન કરવાથી પેટ ફૂલવું, મરડો, ઝાડા અથવા કબજિયાત થઈ શકે છે.
હાઈપોગ્લાયસીમિયાનું જોખમ વધવા સંભવ
હાઈ બ્લડ સુગરના દર્દીઓ મીઠા લીમડાના પાનનું સેવન કરે તો ડાયાબિટીસ નોર્મલ રહે છે, પરંતુ જેમનું સુગલ લેવલ ઓછું રહે છે તેઓ રોજ વધુ પડતા મીઠા લીમડાના પાન ખાય છે તો તેમનું બ્લડ સુગર લેવલ ગંભીર રીતે ઘટી શકે છે. જો તમે બ્લડ સુગર નોર્મલ કરવાની દવા લઈ રહ્યા છો, તો મીઠી લીમડાના પાન ન ખાઓ, તે બ્લડ સુગર લેવલને વધુ ઘટાડી શકે છે.
બ્લડ પ્રેશર ઘટી શકે છે
મીઠા લીમડાના પાનના વધુ પડતા સેવનથી બ્લડ પ્રેશર લેવલ ઘટી શકે છે. આ ખાસ કરીને તે લોકો માટે જોખમી છે જેઓ પહેલાથી જ લો બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
કિડનીમાં પથરી થવાનું જોખમ
મીઠા લીમડાના પાનમાં ઓક્સાલેટ્સ હોય છે. જર્નલ ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, મીઠા લીમડાના પાનમાં ઓક્સાલેટંનું વધારે પ્રમાણ કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. જેમને ભૂતકાળમાં કિડનીમાં પથરી થઇ હોય તેવા લોકોને મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us