Custard Apple : કબજીયાત, આંખનું તેજ અને સ્ત્રી રોગમાં ફાયદાકારક છે સીતાફળ; જાણો યોગ ગુરુ બાબા રામદેવ પાસેથી આ ફળ ખાવાના ફાયદા

Custard Apple Health Benefits : આયુર્વેદિક યોગ ગુરુ બાબા રામદેવના જણાવ્યા અનુસાર, જો દરરોજ સવારે સીતાફળનું સેવન કરવામાં આવે તો એક સાથે અનેક રોગોનો ઈલાજ કરી શકાય છે

Written by Ajay Saroya
October 30, 2023 22:14 IST
Custard Apple : કબજીયાત, આંખનું તેજ અને સ્ત્રી રોગમાં ફાયદાકારક છે સીતાફળ; જાણો યોગ ગુરુ બાબા રામદેવ પાસેથી આ ફળ ખાવાના ફાયદા
શિયાળમાં આવતુ સીતાફળ ઠંડી પ્રકૃતિનું ફળ છે. (Photo - Canva)

Custard Apple Health Benefits : સીતાફળ શિયાળાનું ફળ છે અને તેની પ્રકૃતિ ઠંડી છે, જેના સેવનથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા છે. આ ફળના મૂળ, પાંદડા અને છાલ તમામ ઔષધીય ગુણોથી ભરપૂર છે. સીતાફળ ફ્રુટનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે. સીતાફળના પોષક તત્વોની વાત કરીયે તો તેમાં વિટામી એ, થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસિન, વિટામી બી6, વિટામીન બી12 અને વિટામીન સી3 હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

આયુર્વેદિક યોગ ગુરુ બાબા રામદેવના જણાવ્યા અનુસાર, જો દરરોજ સવારે સીતાફળનું સેવન કરવામાં આવે તો એક સાથે અનેક રોગોનો ઈલાજ કરી શકાય છે. બાબા રામદેવના મતે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે પરંતુ સીતાફળને કેરીની કોઇ ઔકાત નથી. આરોગ્યનો મૂળ મંત્ર સીતાફળ છે. આ ફળ ખાવાથી તમારા હાડકાં મજબૂત થશે. કેલ્શિયમથી ભરપૂર સીતાફળનું સેવન કરવાથી હાડકા સ્ટીલ જેવા મજબૂત બને છે અને કેલ્શિયમની ગોળીઓ લેવાની ક્યારેય જરૂર પડતી નથી. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે સીતાફળ ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.

લ્યુકોરિયાની સારવારમાં સીતાફળ ફાયદાકારક (Sitafal Benefits)

લ્યુકોરિયાની સમસ્યા ઘણીવાર મહિલાઓને પરેશાન કરે છે. લ્યુકોરિયાના રોગમાં સ્ત્રીઓની યોનિમાંથી સફેદ, પીળો કે આછો વાદળી કે લાલ રંગનું ચીકણું પ્રવાહી નીકળે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તે પ્રજનન ક્ષમતાને પણ અસર કરી શકે છે. લ્યુકોરિયાથી પીડિત મહિલાઓએ દરરોજ સીતાફળ સફરજનનું સેવન કરવું જોઈએ, તેમને આ બીમારીથી જલ્દી રાહત મળશે.

નાકોડી ફુટવી / નાકમાંથી લોહીના સ્ત્રાવમાં મદદરૂપ

જો કોઈ વ્યક્તિને નાકમાંથી લોહી નીકળતું હોય જેને એપિસ્ટેક્સિસ કહેવામાં આવે છે, તો તેણે સીતાફળનું સેવન કરવું જોઈએ. સીતાફળનું સેવન કરવાથી નાકમાંથી લોહી નીકળવું મટે છે. સીતાફળની ઠંડી પ્રકૃતિ મનને શાંત કરે છે અને શરીરમાંથી ગરમી દૂર કરે છે.

આંખોની રોશની વધારે છે સીતાફળ

ઘણા વિટામિનથી ભરપૂર સીતાફળ આંખોની રોશની સુધારે છે. વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર સીતાફળ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. જે લોકોની આંખો નબળી છે તેમણે આંખોનું તેજ વધારવા માટે સીતાફળનું સેવન કરો.

આ પણ વાંચો |  ફેફસાંની ગદંકીને સાફ કરશે આ આયુર્વેદિક ઉપચાર; ફેફસાંના કેન્સરનું જોખમ દૂર થશે, જાણો આયુર્વેદિક દવાનું સેવન કરવાની રીત

સીતાફળ ખાવાથી પાચન તંત્ર સુધારે છે

પલ્પ વાળું સીતાફળ સ્વાદમાં મીઠું અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ ફળમાં કોપર અને ડાયેટરી ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે. સીતાફળનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. તેમાં હાજર મેગ્નેશિયમ અપચોથી રાહત અપાવે છે અને કબજિયાત મટાડે છે. જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમણે દરરોજ આ ફળનું સેવન કરવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ