Custard Apple Health Benefits : શિયાળામાં પ્રદૂષણથી બચવા આ ફળનું સેવન કરો, ઝેરી તત્વોને બહાર કાઢી ફેફસાને સ્વસ્થ રાખશે; જાણો આશ્ચર્યજનક ફાયદા

Custard Apple Benefits For Lung Health : શિયાળામાં પ્રદૂષણ વધી જાય છે અને તેનાથી ફેંફસાને નુકસાન થઇ શકે છે. જો કે સિતાફળના સેવનથી પ્રદૂષણની અસર ઘટાડી ફેંફસાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. જાણો સિતાફળના પોષક તત્વો અને તેનું સેવન કરવાના ફાયદા

Written by Ajay Saroya
November 06, 2023 18:00 IST
Custard Apple Health Benefits : શિયાળામાં પ્રદૂષણથી બચવા આ ફળનું સેવન કરો, ઝેરી તત્વોને બહાર કાઢી ફેફસાને સ્વસ્થ રાખશે; જાણો આશ્ચર્યજનક ફાયદા
સિતાફળ એ શિયાળામાં આવતું ફળ છે અને તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા મળે છે. (Photo - Canva)

Custard Apple Benefits For Lung Health : ફેફસાં આપણા શરીરના એક મહત્વપૂર્ણ અંગ છે. આપણે ફેફસાં અને શ્વસનતંત્ર દ્વારા જ શ્વાસ લઈએ છીએ. ફેફસાં દ્વારા ઓક્સિજન આપણા શરીરમાં પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર આવે છે. વધતું પ્રદૂષણ આપણા ફેફસાંનું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે. ફેફસાંની તંદુરસ્તી જાળવવા માટે, ધૂમ્રપાનથી દૂર રહો, વધુ પાણી પીઓ અને શારીરિક પ્રવૃત્તિ કરો.

શિયાળાનું એક ખાસ ફળ ફેફસાંને સ્વસ્થ રાખવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સિતાફળ એ શિયાળાનું ફળ છે, જે સ્વાદમાં બહુ જ મધુર હોય છે. આ ફળ શ્વસનતંત્રને સ્વસ્થ રાખવામાં જાદુ જેવી અસર કરે છે. તેનો મીઠો અને અનોખો સ્વાદ માત્ર ખાવામાં જ મજેદાર નથી પરંતુ તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ દૂર કરે છે.

એપોલો હોસ્પિટલના ચીફ ન્યુટ્રિશનિસ્ટ ડો. પ્રિયંકા રોહતગીએ જણાવ્યું હતું કે, વિટામિન બી6થી ભરપૂર સિતાફળ ફેફસાંને સ્વસ્થ રાખવામાં દવા જેવું કામ કરે છે. સિતાફળની રચના એક અદભૂત અછે જે ફેફસાના આરોગ્ય અને શ્વસનતંત્રમાંથી પ્રદૂષકોને દૂર કરવામાં નોંધપાત્ર યોગદાન આપે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે સિતાફળ કેવી રીતે ફેફસાંને સ્વસ્થ રાખે છે અને પ્રદૂષણની અસરોને દૂર કરે છે.

સિતાફળમાં કેવા પોષક તત્વો હોય છે જે ફેફસાંને સ્વસ્થ રાખે છે

સિતાફળ વિટામિન B6થી ભરપૂર છે, જેને પાયરિડોક્સિન તરીકે પણ ઓળખવામાં આવે છે. પાયરિડોક્સિન એક પોષક તત્વ છે જે તેના બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તે જરૂરી વિટામીન ફેંફસા સુધી વિસ્તરેલા બ્રોન્કિયલ નળીના સોજાને દૂર કરે છે. આ ફળ અસ્થમાના દર્દીઓ માટે દવાનું કામ કરે છે. બળતરા વિરોધી વિટામિન બી6 અસ્થમાના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે અને શ્વાસ લેવાની રીતમાં સુધારો કરે છે.

custard apple | custard apple health benefits | sitafal benefits | baba ramdev heatlh tips | baba-ramdev custard apple benefits | custard apple heatlh tips
શિયાળમાં આવતુ સીતાફળ ઠંડી પ્રકૃતિનું ફળ છે. (Photo – Canva)

સિતાફળના પોષક તત્વો અને ગુણધર્ણો

સિતાફળનું સેવન ફેફસાંને સાફ કરવાની કુદરતી રીત છે. આ ફળમાં એન્ટીઑકિસડન્ટો અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે શ્વસનતંત્રમાંથી ઝેરી અને પ્રદૂષક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ શિયાળાના ફળનું સેવન પ્રદૂષણને કારણે શરીરમાં પ્રવેશેલા હાનિકારક પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. આ કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયા ફેફસાના કાર્યમાં સુધારો કરે છે અને શ્વસન સંબંધી બીમારીઓનું જોખમ ઘટાડે છે.

આ પણ વાંચો | દિવાળીમાં ખાદ્યચીજોમાં ભેળસેળ વધી; દૂધ-ઘી, માવાની મીઠાઈથી લઈને દાળ-ભાતમાં ભેળસેળ છે કે નહીં જાણવાની સરળ રીત

સિતાફળના સેવનથી ફેફસાને કેવી રીતે ફાયદો થાય છે

સિતાફળના પોષક તત્વો ફેફસાના સ્વાસ્થ્યને સુધારે છે. આ ફળ સોજો ઓછો કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો પણ દૂર કરે છે. આ ફળ શ્વાસ સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે રામબાણ છે. સિતાફળ શરીરને પર્યાવરણીય પ્રદૂષકો સામે રક્ષણ આપે છે અને ફેફસાની કામગીરીમાં સુધારો લાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ