Dairy Products : 30 દિવસ સુધી ડેરી પ્રોડક્ટસનું સેવન ટાળવાથી બોડી પર કેવી અસર થાય?

Dairy Products : કોઈ પણ વસ્તુની આગાહી કરવા માટે ઓછામાં ઓછા 21 દિવસ સુધી પ્રયોગ કરવો પડે છે. 1 મહિના માટે આહારમાંથી ડેરી પ્રોડક્ટસ (Dairy Products) નું સેવન કરવાના ફાયદા અને ગેરફાયદા જાણો

Written by shivani chauhan
February 14, 2024 07:00 IST
Dairy Products : 30 દિવસ સુધી ડેરી પ્રોડક્ટસનું સેવન ટાળવાથી બોડી પર કેવી અસર થાય?
Dairy Products body reaction for skipping for 30 days health tips gujarati news : 30 દિવસ માટે છોડવા માટે ડેરી પ્રોડક્ટ્સની શરીરની પ્રતિક્રિયા હેલ્થ ટીપ્સ ગુજરાતી ન્યુઝ

Dairy Products : તાજેતરમાં, શાકાહારી આહાર (Vegetarian Diet) ના નામે દૂધ અથવા ડેરી ઉત્પાદનો (Dairy Products) નું સેવન બંધ કરવાનો ટ્રેન્ડ વાયરલ થયો છે. અલબત્ત, કેટલાક માટે, લેક્ટોઝ એલર્જી અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ડેરી ઉત્પાદનો (Dairy Products) ને ટાળવાનું કારણ હોઈ શકે (Avoiding Dairy Products) છે. ધારો કે આપણે પણ એક પ્રયોગ તરીકે આપણા ડાયટમાંથી ડેરી પ્રોડક્ટનું સેવન કરવાનું બંધ કરીએ તો શું થશે? એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુની આગાહી કરવા માટે ઓછામાં ઓછા 21 દિવસ સુધી સતત તે વસ્તુને અજમાવવાની જરૂર છે. અહીં આગળ જોઈશું કે 1 મહિના માટે આહારમાંથી ડેરી ઉત્પાદનોને દૂર કરવાના ફાયદા કે ગેરફાયદા શું છે. આ પ્રયોગ માત્ર શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક પાસાઓને પણ અસર કરી શકે છે. અહીં જાણો એક્સપર્ટ શું કહે છે,

Dairy Products body reaction for skipping for 30 days health tips gujarati news
Dairy Products body reaction for skipping for 30 days health tips gujarati news : 30 દિવસ માટે છોડવા માટે ડેરી પ્રોડક્ટ્સની શરીરની પ્રતિક્રિયા હેલ્થ ટીપ્સ ગુજરાતી ન્યુઝ

ડેરી પ્રોડક્ટસ ટાળવાના ફાયદા

યશોદા હોસ્પિટલ્સ હૈદરાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. દિલીપ ગુડેએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે ડેરી પ્રોડક્ટસ (Dairy Products) ને ડાયટમાંથી દૂર કરવામાં આવે છે, ત્યારે વધારાની ચરબી, ખાંડ અને મીઠાનું એકંદર સેવન નિયંત્રણમાં આવે છે. જો આ પ્રયોગ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રાખવામાં આવે તો તેની અસર શરીરની સમગ્ર સિસ્ટમ પર જોવા મળે છે. ડેરી પ્રોડક્ટસમાં ચરબી વધારે હોય છે. આ વધારાની ચરબી હૃદયરોગ, ડાયાબિટીસ, અલ્ઝાઈમર જેવી બીમારીઓમાં ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Ginger Tea : આદુની ચાનું સેવન ડેન્ડ્રફ ઓછો કરી શકે? અહીં જાણો

શું ડેરી પ્રોડક્ટસ ટાળવાથી વજન ઘટે છે?

જ્યારે ડેરી પ્રોડક્ટ્સ ઘટાડવાથી કેટલાક લોકોને વજન ઘટાડવામાં મદદ મળે છે, અલબત્ત ડેરી પ્રોડક્ટ્સમાં કેલરી અને ચરબી વધુ હોય છે અને તેને ટાળવાથી વજન વધી શકે છે, પરંતુ યશોદા હોસ્પિટલ્સ હૈદરાબાદના સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ ડૉ. કે. સોમનાથ ગુપ્તા જણાવે છે કે આ અસર વ્યક્તિ-વ્યક્તિએ બદલાય છે અને વજન ઘટાડવા માટે આવી પદ્ધતિઓ પર આધાર રાખવાને બદલે પોષક તત્વોની ઉણપ ટાળવા માટે સંતુલિત આહાર જાળવવો મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: Milk : દૂધ પીવાથી બ્લડ સુગર વધી શકે છે? ડાયાબિટીસના દર્દીએ ક્યા દૂધનું સેવન કરવું જોઇએ? જાણો દૂધના પ્રકાર અને ફાયદા

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેટલાક અભ્યાસો ડેરીના સેવન અને ખીલ વચ્ચેનો સંબંધ સૂચવે છે. દૂધનું સેવન ટાળવાથી શરીરમાં બળતરા વિરોધી પદાર્થો વધી શકે છે અને હોર્મોન્સનું સંતુલન પણ બની શકે છે, જેના પરિણામે ત્વચાની રચનામાં સુધારો થાય છે અને ત્વચા વૃદ્ધત્વના સંકેતો ઘટી શકે છે.

જો તમે ડેરી પ્રોડક્ટ્સ ટાળશો તો પોષણ કેવી રીતે મળશે?

ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેથી, તેનું સેવન બંધ કરવાથી કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન વગેરે જેવા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. જો તમે ખરેખર આનો પ્રયોગ કરવા જઈ રહ્યા છો, તો સોયા, બદામ, ટોફુ, બ્રોકોલી, અંજીર, સૂર્યમુખીના બીજ વગેરે જેવા ઓપ્શનલ ખોરાકનો ઉપયોગ કરીને આ કેલ્શિયમની ઉણપને પૂરી કરવી જરૂરી છે. કેલ્શિયમના કેટલાક અન્ય ઓપ્શનલ સ્ત્રોતો જેને તમે ધ્યાનમાં લઈ શકો છો તે છે પાંદડાવાળા શાકભાજી અને ફોર્ટિફાઈડ પ્લાન્ટ બેઝડ મિલ્ક છે.

શું યાદ રાખવું જરૂરી?

એક્સપર્ટના જણાવ્યા મુજબ, સ્તન, અંડાશય અને પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગો પણ ડેરી પ્રોડક્ટસના વપરાશ સાથે સંકળાયેલા છે. આ ખોરાકને ટાળવાથી ચયાપચય, ઊંઘ અને યાદશક્તિમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. કેટલાકને આ પ્રયોગથી શ્વાસ લેવામાં મદદરૂપ લાગે છે, કેટલાકને એનર્જીમાં વધારવામાં થાય છે. પરંતુ આ પરિણામો તમારા શરીર પ્રમાણે બદલાઈ શકે છે. આવા કોઈપણ પ્રયોગો કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ