/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Dal-Dhokli-Recipe-in-gujarati.jpg)
શાકભાજી વગર બનાવો પ્રોટીનથી ભરપૂર ગુજરાતી દાળ ઢોકળી, નોંધી લો ઝટપટ સરળ રેસીપી
Dal Dhokli Recipe In Gujarati | ચોમાસુ (Monsoon) શરૂ થઇ ગયું છે, વરસાદી માહોલ બરોબર જામ્યો છે, ત્યારે મોટાભાગની ગૃહીણોને જમવામાં શું બનાવવું તે ચિંતા હોય છે, અને વરસાદી મોસમના લીધે ભૂખ પણ વધારે લાગે છે, પરંતુ જો આ સમયે ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે કોઈ શાકભાજી વગર તમે આ ટેસ્ટી દાળ ઢોકળી ટ્રાય કરી શકો છો, જે ઓછા સમયમાં બની જશે એની બધાને ખાવાની પણ મજા પડશે!
દાળ ઢોકળી (Dal Dhokli) એ ગુજરાત અને રાજસ્થાનમાં ખુબજ ફેમસ વાનગીઓમાંથી એક છે. દળ ઢોકળી, ઘઉંના લોટના ટુકડા કરીને તે ને તુવેર દાળમાં નાખીને ઉકાળીને બનાવવામાં આવે છે જે બપોરના કે રાતના ભોજનમાં, કોઈપણ સમયે બનાવી શકાય છે. અહીં ડિજિટલ ક્રીયેટર ઐશ્વર્યા સોનવને દ્વારા ટેસ્ટી ગુજરાતી દાળ ઢોકળીની રેસીપી શેર કરવામાં આવી છે, અહીં જુઓ
દાળ ઢોકળી રેસીપી (Dal Dhokali Recipe In Gujarati)
દાળ ઢોકળી રેસીપી સામગ્રી :
- 1/2 કપ ઘઉંનો લોટ
- 2 ચમચી બેસન
- 1/2 હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- અજમો
- 1 ચમચી તેલ
- 1/2 કપ ધોયેલી તુવેર દાળ
- થોડી મગફળી
- થોડો ગોળ પાવડર
- થોડી આમલી
વઘાર માટે સામગ્રી
- 1 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1/2 ચમચી જીરું
- 2 સૂકા લાલ મરચા
- 1/2 ચમચી લાલ મરચાં પાઉડર
હૈદરાબાદી સ્ટાઇલ ચટાકેદાર રીંગણનું શાક, ખાતા રહી જશો!
દાળ ઢોકળી રેસીપી (Dal Dhokali Recipe In Gujarati)
- 1/2 કપ ઘઉંનો લોટ, 2 ચમચી બેસન, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મીઠું, અજમા, 1 ચમચી તેલ, બધું મિક્સ કરો અને સોફ્ટ કણક બાંધો.
- પ્રેશર કૂકરમાં 1/2 કપ ધોયેલી તુવેર દાળ અને થોડી મગફળી ઉમેરો અને પ્રેશર કૂક કરો.
- કઢાઈમાં પ્રેશર કૂક કરેલી દાળ ઉમેરો, થોડું પાણી, હળદર પાવડર, મીઠું, આમલી અને ગોળ પાવડર તમારા સ્વાદ મુજબ ઉમેરો. થોડા સમારેલા ટામેટાં ઉમેરો અને તેને સારી રીતે ઉકાળો.
- આ દરમિયાન ઢોકળીનો લોટ લો અને તેમાંથી પાતળી રોટલી બનાવો અને તેને મનગમતા શેપમાં કાપી લો.
- દાળમાં બધી ઢોકળી ઉમેરો અને તેને 7-8 મિનિટ માટે ઢાંકીને રાંધો.
- હવે વઘાર માટે તેલમાં, સરસવ, જીરું, કઢી પત્તા, લાલ મરચાં અને મરચાં પાવડર ઉમેરો.
- આ વઘારને દાળ ઢોકળી પર રેડો અને તેને સારી રીતે મિક્સ કરો.
- થોડી તાજી કોથમીરથી સજાવો અને ગરમા ગરમ પીરસો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us