દાલ ફ્રાય અને દાળ તડકામાં શું છે અંતર? કન્ફ્યુઝ થશો નહીં જાણો બન્નેની યોગ્ય રેસીપી

Dal Fry And Dal Tadka Recipe : દાલ ફ્રાય અને દાળ તડકાના નામ તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ, શું તમે આ બંને વચ્ચેનો તફાવત જાણો છો? દાલ ફ્રાય અને દાળ તડકા બંને દાળની વાનગીઓ છે, પરંતુ આ બંને વચ્ચે તફાવત છે

Written by Ashish Goyal
February 04, 2025 16:09 IST
દાલ ફ્રાય અને દાળ તડકામાં શું છે અંતર? કન્ફ્યુઝ થશો નહીં જાણો બન્નેની યોગ્ય રેસીપી
દાલ ફ્રાય અને દાળ તડકા બંને દાળની વાનગીઓ છે, પરંતુ આ બંને વચ્ચે તફાવત છે (તસવીર - સોશિયલ મીડિયા)

Dal Fry And Dal Tadka Recipe: દાલ ફ્રાય અને દાળ તડકાના નામ તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ, શું તમે આ બંને વચ્ચેનો તફાવત જાણો છો? દાલ ફ્રાય અને દાળ તડકા બંને દાળની વાનગીઓ છે, પરંતુ આ બંને વચ્ચે તફાવત છે. આ બંને જે રીતે બને છે તેમાં ઘણો ફરક પડે છે. આ બન્નેને બનાવવા માટે તમારે અલગ-અલગ રેસીપી ફોલો કરવી પડશે. જેના કારણે તમે તેના સ્વાદમાં મોટો તફાવત જોઈ શકો છો. તો ચાલો જાણીએ દાળ ફ્રાય અને દાળ તડકામાં શું ફરક છે અને તેને કેવી રીતે બનાવાય. આ અંગે વિગતવાર જાણો.

દાલ ફ્રાય અને દાળ તડકા વચ્ચે શું તફાવત છે?

દાલ ફ્રાય અને દાળના તડકા વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે તડકાની દાળમાં ઉપરથી વઘાર કરવામાં આવે છે અને દાળ ફ્રાયમાં તેને કડાઇ કે કોઇ પેનમાં અલગ દાળ ઉમેરીને તેને ફ્રાય કરવામાં આવે છે. હવે બન્નેની રેસીપીને વિસ્તારથી સમજીએ.

દાલ ફ્રાય

દાલ ફ્રાય એ ખરેખર દાળને અલગથી ફ્રાય કરવાની એક પદ્ધતિ છે. આ માટે તમારે કરવાનું એ છે કે દાળ બનાવો પછી તેને ફ્રાય કરવાની રહેશે.

  • પહેલા દાળ બનાવો
  • આ પછી ફ્રાય કરવા માટે ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને લીલા મરચાને સમારો.
  • હવે એક કડાઇ લો. તેમાં થોડું તેલ નાખો.
  • તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હીંગ અને જીરું નાખો.
  • પછી તેમાં ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને લીલા મરચા ઉમેરો.
  • તેમાં મીઠું અને અન્ય મસાલા ઉમેરો.
  • બધું જ પકાયા પછી તેમાં દાળ પકાવો.
  • આ પછી તેમાં ધાણા ઉમેરો.

આ પણ વાંચો – શું બટાકાનો રસ લગાવવાથી ત્વચા બ્રાઇટ થાય છે? એક્સપર્ટ પાસેથી જાણો

દાળ તડકા

  • દાળ તડકા બનાવવા માટે તમે દાળ લો અને પછી તમે ઉપરથી વઘાર કરો.
  • આ માટે તમે ઉપરથી ઘી, હીંગ અને પછી જીરુંનો વઘાર કરી શકો છો.
  • તમે દાળમાં ઘી અને પછી લાલ મરચાનો વઘાર કરી શકો છો.
  • લવિંગને ઘી માં રાંધીને તમે દાળમાં વઘાર કરી શકો છો.

આ રીતે તમે આ બે ટેસ્ટી વાનગીઓ બનાવીને ખાઈ શકો છો. તેમનો સ્વાદ તમારા મનને ખુશ કરી દેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ