/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/dalvada-recipe.jpg)
Dal vada Recipe : રવિવારની સવારે આ હેલ્થી અને ચટપટો નાસ્તો કરો
રવિવાર એટલે ટેન્શન ફ્રી અને મસ્તીભર્યો દિવસ. સન્ડે દરેક લોકો એકદમ મસ્ત નાસ્તો કરવા ઇચ્છે છે. તેથી આજે અમે તમારા માટે સ્પેશિયલ મસૂર દાળ વડા રેસીપી લાવ્યા છીએ. બાળકો હોય કે મોટા, દરેકને આ રેસીપી ખૂબ જ ગમશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/dalvada.jpg)
જો તમે આ રવિવારે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ ક્રન્ચી વડાની રેસીપી અજમાવો.
મસૂર દાળ વડા બનાવવાની સામગ્રી
1 કપ મસૂર દાળ
2 લીલા મરચા
1/2 ચમચી કાળા મરી
1 સમારેલી ડુંગળી
4 ચમચી સરસવનું તેલ
4 લસણ
1 ઇંચ આદુ
1 ટીસ્પૂન જીરું પાવડર
જરૂરિયાત મુજબ મીઠું
ચમચી કોથમીર
આ પણ વાંચો : Breakfast : બ્રેકફાસ્ટમાં બનાવો પીએમ મોદીના ફેવરિટ સરગવાના પરાઠા, જાણો રેસીપી
મસૂર દાળ વડા બનાવવાની રીત
સ્ટેપ 1- દાળને પલાળી દો
દાળને 3-4 વાર ધોઈને એક વાસણમાં પાણીમાં પલાળી દો. તેને લગભગ એક કલાક સુધી પલાળી દો.
સ્ટેપ 2- મસૂરની પેસ્ટ બનાવો
પાણી નીતારી લો અને દાળને બ્લેન્ડરમાં અધકચરું ક્રશ કરી લો. તેમાં લસણની કળી, આદુ, લીલું મરચું અને થોડું પાણી ઉમેરો.
સ્ટેપ 3- ડુંગળીને સમારી લો
હવે ડુંગળીને પાતળા અને લાંબા સ્લાઈસમાં કાપો.
સ્ટેપ 4
મસૂરની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. તેમાં મીઠું, કાળા મરી પાવડર, જીરું પાવડર, સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરો.
સ્ટેપ 5- દાળ વડાને ફ્રાય કરો
એક નોન-સ્ટીક પેનમાં સરસવનું તેલ ગરમ કરો. હવે દાળના મિશ્રણને ચમચી વડે બહાર કાઢીને કડાઈમાં મૂકો. બધા વડાઓને બંને બાજુથી હલકા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
સ્ટેપ 6- સર્વ કરવા માટે તૈયાર
તમારા સ્વાદિષ્ટ મસૂર દાળ વડા હવે સર્વ કરવા માટે તૈયાર છે.
વડા સાથે તમે સાંભાર અને નારિયેળની ચંટણી ખાઇ શકો છો. તેની સાથે વડા બહુ જ ટેસ્ટી લાગશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us