દાલિયા, જેને તૂટેલા ઘઉં તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આખા કાચા ઘઉંના દાણાને બરછટ પીસવાથી બનાવવામાં આવે છે. આ દલિયા અસંખ્ય સ્વાસ્થ્ય લાભો ધરાવે છે, તે મોટાભાગના ભારતીય ઘરોમાં ખવાય છે. એક પરફેક્ટ બ્રેકફાસ્ટ વિકલ્પ તરીકે દાલિયા માત્ર અદ્ભુત રીતે હેલ્ધી નથી પણ એકદમ ફિલિંગ પણ છે. શેફ સંજીવ કપૂરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તૂટેલા ઘઉં અથવા દલિયાની સાથે ઘણી રસપ્રદ વાનગીઓ બનાવવામાં આવે છે,” તેમાં રહેલા સમૃદ્ધ વિટામિન અને પ્રોટીન સામગ્રી સ્નાયુ-નિર્માણમાં મદદ કરે છે.
સેલિબ્રિટી રસોઇયાએ એમ પણ ઉમેર્યું હતું કે તે એક મહાન ફાઇબર સ્ત્રોત છે જે તેને એક ઉત્તમ રેચક બનાવે છે અને વ્યક્તિને લાંબા સમય સુધી પૂર્ણતાનો અનુભવ કરાવે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, “તેમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ છે, આમ, ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય હોઈ શકે છે.”
સંમત થતા, ડૉ. શિખા અગ્રવાલ શર્મા, સેલિબ્રિટી ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યું હતું કે, “દાલિયા, ક્વિનોઆની જેમ, મેગ્નેશિયમ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ અને થોડી માત્રામાં ચરબી જેવા પોષક તત્વો પણ ધરાવે છે. તે યોગ્ય કોલેસ્ટ્રોલ સ્તર જાળવવામાં અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
દાળિયા ખાવાનો શ્રેષ્ઠ સમય સૂચવતા, તેણીએ i ndianexpress.com ને કહ્યું હતું કે, “દલિયા અથવા તૂટેલા ઘઉં ખાવા માટેનો શ્રેષ્ઠ સમય સવારનો છે કારણ કે ભારતીય દોષો અનુસાર, તે ખોરાકને પચાવવાનો શ્રેષ્ઠ સમય છે અને તે એક આરોગ્યપ્રદ ખોરાક છે. દિવસભર એનર્જી આપે છે અને સ્થૂળતા દૂર કરવામાં પણ મદદ કરે છે.”
આ પણ વાંચો: Summer Special : ઉનાળાના આકરા તાપથી બચવા લસ્સી અને છાશમાંથી ક્યુ ડ્રિન્ક વધુ હેલ્થી ગણી શકાય?
- વધુમાં, અહીં દાલિયાને સરળતાથી તૈયાર કરવા માટે એક સરળ રેસીપી આપી!
- તમામ શાકભાજીને સમારી લો. દાળિયા બનાવવા માટેની બધી સામગ્રીને માપો અને તૈયાર રાખો.
- ત્રણ લિટરના પ્રેશર કૂકરમાં એક ચમચી તેલ અથવા ઘી ગરમ કરો. આંચને મધ્યમથી ધીમી રાખો અને ગરમ તેલમાં એક ચમચી જીરું ઉમેરો અને તેને તડતડ થવા દો.
- પછી એક મધ્યમ કદની ડુંગળી ઉમેરો જે બારીક સમારેલી છે.
- ડુંગળી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.
- ત્યારબાદ તેમાં એક ઈંચ બારીક સમારેલા આદુ અને એકથી બે બારીક સમારેલા લીલા મરચા ઉમેરો .
- થોડીક સેકન્ડ માટે અથવા આદુની કાચી સુગંધ ધીમી આંચ પર જતી રહે ત્યાં સુધી સાંતળો.
- એક મધ્યમ કદના બારીક સમારેલા ટામેટા ઉમેરો અને એક મિનિટ સાંતળો.
- હવે અડધો કપ ઝીણા સમારેલા બટેટા, અડધો કપ ઝીણા સમારેલા ગાજર અને અડધો કપ લીલા વટાણા (તાજા કે ફ્રોઝન) ઉમેરો.
- બે મિનિટ સુધી ધીમી થી મધ્યમ તાપ પર સાંતળો. સમયાંતરે હલાવતા રહો.
- તે દરમિયાન, એક કપ ડાળિયાને પાણીમાં ઝીણી સ્ટ્રેનરનો ઉપયોગ કરીને કોગળા કરો.
- પાણી કાઢી લો અને દાળિયાને બાજુ પર રાખો. તમે દાળિયાને તૈયાર કરતા પહેલા થોડું પાણી એડ કરી શકો છો
- શાકમાં દાલિયા ઉમેરો. ધીમી આંચ પર ત્રણથી ચાર મિનિટ સાંતળો.
- ચાર કપ પાણી અને જરૂર મુજબ મીઠું ઉમેરો.
- સારી રીતે હલાવો અને સર્વ કરો!
ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો