/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Dangela-Recipe-In-Gujarati.jpg)
Dangela Recipe In Gujarati : ડંગેલા ગુજરાતની વિસરાતી વાનગી છે. (Photo: Social Media)
Dangela Recipe In Gujarati: ગુજરાતી વાનગીઓ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ઘણી વાનગીઓ સમય જતા વિસરાય છે. આવી એક વાનગી છે, ડંગેલા. ડંગેસા વાનગી એક ગુજરાતી વિસરાતી વાનગી છે. તવા ઉપર બનતી ડંગેલા ચોખાના લોટ અને દુધી માંથી બને છે. તેમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા તેલમાં ફટાફટ તૈયાર થતી આ વાનગી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી હોય છે. અહીં 10 મિનિટમાં ફટફાટ ગુજરાતી વિસરાતી ડંગેલા વાનગી બનાવવાની રીત જણાવી છે.
Dangela Recipe At Home : ડંગેલા વાનગી બનાવવાની સામગ્રી
- હાંડવા નો લોટ - 5 વાટકી
- કપ દહીં - અડધો વાટલી
- લીલી મેથી ઝીણી સમારેલી
- તેલ - 4 નાની ચમચી
- મેથી દાણા - 1 ચમચી
- દૂધ ઝીણેલી - 1 નંગ
- ગાજર ઝીણેલું - 1 નંગ
- લીલા મરચાં, આદુ, લસણ, કોથમીરની પેસ્ટ
- હળદર - 1 ચમચી
- મીઠું સ્વાદ અનુસાર
- ખાવાનો સોડા/ ઇનો - 1 ચમચી
- સફેદ તલ
- લીબુંનો રસ
ખીરાના વઘાર માટે
- 1 ચમચી તેલ
- 1 ચમચી રાઇ
- 1 ચમચી તલ
- 1 ચપટી હિંગ
- 4-5 મીઠી લીમડીના પાન
Dangela Recipe In Gujarati: ગુજરાતી વિસરાતી વાનગી ડંગેલા બનાવવાની રીત
ડંગેલા બનાવવા સરળ છે. ડંગેલા લોખંડની તવી પર શેકીને બનાવવામાં આવે છે. તેમાં તેલ પણ ઓછું વપરાય છે.
- ડંગેલા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં હાંડવાનો લોટ લો, તેમા દહીં અને પાણી નાંખી ઘટ્ટ ખીરું તૈયાર કરો.
- આ ખીરાને 4 થી 5 કલાક માટે ઢાંકીને મૂકી રાખો.
- આ દરમિયાન દૂધી ઝીણી લો, લીલા મરચા, લસણ, આદું, કોથમીર મિક્સર જારીમાં પીસીને પેસ્ટ બનાવી લો.
- હવે ખીરામાં વઘાર કરવાનો છે, તેની માટે હવે કડાઇમાં 2 થી 3 ચમચી તેલ ગરમ તેમા રાઇ, તેલ, મીઠા લીમડાના પાન, હિંગનો તડકો લગાવો. આ તડકો ખીરામં નાંખી બરાબર મિક્સ કરી લો.
- ગેસ પર એક નોન સ્ટીલ પેન ગરમ કરો. તેના પર હાંડવાના લોટનું ખીરું પાથરો, તેના પર લાલ મરચા અને કોથમીર નાંખો.
- ખીરાનું પડ જાડું રાખવું, જરૂર પડે તો શેકવા માટે 1 ચમચી તેલ નાંખો
- ડંગેલા બંને બાજુ બ્રાઉન રંગના કડક થાય ત્યાં સુધી શેકવા.
- ડંગેલા સ્વાદિષ્ટ અને ક્રસ્પી વાનગી છે. સવાર અને સાંજે ચા સાથે ખાવાની મજા પડશે.
ડંગેલા વાનગી એક પ્રકારના ઇન્સ્ટન્ટ હાંડવા જેવી વાનગી છે. ડંગેલા બનાવવા હાંડવાનો લોટ વપરાય છે, જે ચોખા, ચણા દાળ અને વિવિ કઠોળ દળીને બનાવવામાં આવે છે. તમારે એક વાર ઘરે ડંગેલા વાનગી જરૂરી બનાવવી જોઇએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us