Diabetes: ડાયાબિટીસ દર્દી ડાર્ક ચોકલેટ ખાઇ શકે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો શું સાવચેતી રાખવી

Dark Chocolate Good Of Bad For Diabetes Patient: ડાયાબિટીસ દર્દી માટે બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. ડાર્ડ ચોકલેટમાં અમુક એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

Written by Ajay Saroya
April 11, 2025 17:12 IST
Diabetes: ડાયાબિટીસ દર્દી ડાર્ક ચોકલેટ ખાઇ શકે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો શું સાવચેતી રાખવી
Dark Chocolate Good Of Bad For Diabetes Patient: ડાર્ક ચોકલેટ ડાયાબિટીસ માટે સારી કે ખરાબ ? (Photo: Freepik)

Dark Chocolate Good Of Bad For Diabetes Patient: ડાયાબિટીસ એક ગંભીર બનાવી છે. બ્લડ સુગર લેવલ વધવાથી ડાયાબિટીસ બિમારી થાય છે. બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રાખવા માટે ડાયાબિટીસી દર્દીએ આહારનું બહુ ધ્યાન રાખવું જોઇએ. બ્લડ શુગર એક એવી બીમારી છે જે એક વખત શરીરમાં વધી જાય પછી તેને કંટ્રોલ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. બ્લડ શુગરને સાઇલન્ટ કિલર પણ કહેવામાં આવે છે.

ડાયાબિટીસથી સ્થૂળતા, થાઇરોઇડ, કોલેસ્ટેરોલ, હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક, કિડનીની સમસ્યા અને ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસ ધીમે ધીમે શરીરને અંદરથી નબળું પાડવાનું કામ કરે છે. ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકો માટે તમામ પ્રકારની મીઠાઈ ઝેરથી ઓછી નથી માનવામાં આવતી, પરંતુ શુગરના દર્દીઓ માટે ડાર્ક ચોકલેટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, મર્યાદિત માત્રામાં ડાર્ક ચોકલેટનું સેવન કરવું મહત્વપૂર્ણ છે, વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો થઈ શકે છે.

ડાયાબિટીસ દર્દી માટે ડાર્ક ચોકલેટ ફાયદાકારક છે?

અમેરિકન હાર્ટ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, ડાર્ક ચોકલેટના કેટલાક એન્ટિઓક્સિડેન્ટ ઘટકોને હૃદયરોગ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટના ઓછા જોખમ સાથે પણ જોડવામાં આવ્યા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેને વધુ પડતું ખાઈ શકો છો. સ્ટેનફોર્ડ હેલ્થ કેર સુગર કેર પ્રોગ્રામમાં પ્રમાણિત, શિક્ષણ નિષ્ણાત, અના સિમોસ, સી.ડી.સી.ઇ.એસ., એમ.પી.એચ. ચોકલેટમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ્સ શરીરને બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે તેના ઇન્સ્યુલિનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર લેવલને સ્વાભાવિક રીતે ઓછું કરવામાં મદદ કરે છે અને હકીકતમાં શરીરને ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. તે ઇન્સ્યુલિન પ્રતિરોધકતા ઘટાડવામાં મદદ કરે છે, જે આપણે ટાઇપ 2 ડાયાબિટીસમાં જોઈએ છીએ.

આ ઉપરાંત ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ ફ્લેવોનોલ્સ મિશ્રણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે ડાયાબિટીઝથી પીડિત લોકો માટે ફાયદાકારક છે અને હૃદયરોગનું જોખમ પણ ઘટાડી શકે છે. 2022 માં એક સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે સામાન્ય અથવા હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો, બે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ડાર્ક ચોકલેટનું સેવન કરતા લોકોમાં બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે લોકો ફ્લેવોનોલ્સની હાઇ કોન્સટ્રેશન વાળી ડાર્ક ચોકલેટ ખાતા હતા, તેમના માટે તેની અસર વધુ હતી.

ડાર્ક ચોકલેટ ખાતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

ખાવા પર કન્ટ્રોલ : ડાર્ક ચોકલેટ મર્યાદિત પ્રમાણમાં ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે અને તેનાથી તમારી કોઈ મીઠી વસ્તુ ખાવાની ઇચ્છા પણ સંતોષાય છે.

હીં પર કોકો નિબલ્સ છાંટો : તે ડાર્ક ચોકલેટના સંભવિત લાભો મેળવવા માટે એક નાનો, પરંતુ શ્રેષ્ઠ માર્ગ છે. તે પ્રોબાયોટિક્સ તરીકે ઓળખાતા પ્રોટીન અને આંતરડાને અનુકૂળ બેક્ટેરિયાથી સમૃદ્ધ હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ