Dark Circles Removing Tips In Gujarati | આજની મોડર્ન લાઇફસ્ટાઇલમાં સ્ટ્રેસ, ઉજાગરા, વધારે સ્ક્રીન ટાઈમના વગેરેના લીધે મોટાભાગના લોકોની આંખો નીચે કાળા કુંડાળા થવા લાગે છે, જેના કારણે ચહેરાનો ગ્લો ખોવાઈ જાય છે, પરંતુ હવે તમારે ગભરાવાની જરૂર નથી. અહીં કાળા કુંડાળા (Dark Circle) દૂર કરવાની ટિપ્સ જણાવી છે જે તમારા ચહેરાની ચમક પાછી લાવી શકે છે.
ડાર્ક સર્કલ દૂર કરવા ગુલાબજળ અસરકારક છે, માત્ર સ્કિનને ઠંડુ અને તાજું કરતું નથી, પરંતુ તેના કુદરતી ગુણધર્મો આંખો નીચેની સ્કિનને આરામ આપીને ડાર્ક સર્કલને હળવા કરવામાં મદદ કરે છે. અહીં જાણો કાળા કુંડાળા પર ગુલાબજળનો ઉપયોગ કેવી રીતે કરવો?
ડાર્ક સર્કલ દૂર કરવા માટે ગુલાબજળનો ઉપયોગ અને ફાયદા
- ગુલાબજળ અને કોટન પેડ : આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે ગુલાબજળ સારું માનવામાં આવે છે. આ માટે, સૌ પ્રથમ ગુલાબજળને થોડા સમય માટે ફ્રિજમાં રાખો અને તેને ઠંડુ થવા દો. હવે કોટન પેડ અથવા કોટનને ઠંડા ગુલાબજળમાં પલાળી રાખો અને તેને આંખો નીચે મૂકો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો.
- ગુલાબજળ અને કોટન પેડ : ગુલાબજળનો ઉપયોગ આંખોને ઠંડક આપે છે અને સ્કિનને પણ તાજી રાખે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તેનો ઉપયોગ કરવાથી કાળા કુંડાળા ધીમે ધીમે ઓછા થવા લાગે છે.
- ગુલાબજળ અને એલોવેરા જેલ : ગુલાબજળ અને એલોવેરા જેલ બંને ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે અને ગુલાબજળ ત્વચાને ઠંડક આપીને કાળા કુંડાળા ઘટાડે છે.
- ગુલાબજળ અને એલોવેરા જેલ : તેને બનાવવા માટે, એક બાઉલમાં ગુલાબજળ અને એલોવેરાની પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને આંખો નીચે હળવા હાથે લગાવો અને લગભગ 15 મિનિટ સુધી રાખ્યા પછી, પાણીથી ચહેરો ધોઈ લો.
- ગુલાબજળ અને ઠંડા દૂધનો ઉપયોગ : ગુલાબજળ અને ઠંડુ કાચું દૂધ ડાર્ક સર્કલ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને બનાવવા માટે, ગુલાબજળ અને કાચું ઠંડુ દૂધ સારી રીતે મિક્સ કરો. પછી તેને રૂની મદદથી આંખો નીચે લગાવો.
- ગુલાબજળ અને ઠંડા દૂધનો ઉપયોગ : તેને 10 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો. ઠંડુ દૂધ ત્વચાને ભેજવાળી રાખે છે અને ગુલાબજળ ચહેરાને ઠંડક આપે છે. સારા પરિણામો માટે, અઠવાડિયામાં 2-3 વખત તેનો ઉપયોગ કરો





