Diabetes Diet: ખજૂરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલું ફાયદાકારક, જાણો એક્સપર્ટ પાસેથી

date benefits for diabetes patients :સ્વસ્થ્ય એન્ટી- ઓક્સિડેન્ટ, ફાઈબર અને પ્રાકૃતિક રીતે ધીરે અવશોષિત થતી શુગરની હાજરીને લીધે ખજૂરને અત્યંત પોષ્ટીક મનાય છે.

Written by shivani chauhan
December 05, 2022 09:19 IST
Diabetes Diet: ખજૂરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલું  ફાયદાકારક,  જાણો એક્સપર્ટ પાસેથી
(Source: pixabay)

Diabetes Diet: ડાયાબિટીસના દર્દીઓને ડાયટમાં ખુબજ સાવધાની રાખવી પડે છે.કોઈ પ્રકારના ખોરાકનું સેવન કરતા પહેલા એ જાણવું પડે છે કે તેમાં બ્લડ શુગરના લેવલ માટે કેટલું ફાયદાકારક કે નુકસાનકારક છે. એક્સપર્ટ અનુસાર ખજૂરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

આ ઉપરાંત ડોકટરના મત અનુસાર ખજૂરમાં આયર્ન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને વિટામિન A, K અને B- કોમ્પ્લેક્ષનો સારો સ્ત્રોત છે. ખજૂરમાં ગ્લાયસેમીક ઈન્ડેક્ષ ઓછું હોય છે અને મધ્યમ ગ્લાયસેમીક લોડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ખજૂરનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધતું નથી. ન્યુટ્રિશનિસ્ટ અનુપમા મેનન કહે છે કે સ્વસ્થ્ય એન્ટી- ઓક્સિડેન્ટ, ફાઈબર અને પ્રાકૃતિક રીતે ધીરે અવશોષિત થતી શુગરની હાજરીને લીધે ખજૂરને અત્યંત પોષ્ટીક મનાય છે. ડાયાબિટીસના દર્દીઓ કેટલીક વાતોનું ધ્યાન રાખી ખજૂરને તેમના ડાયટમાં શામેલ કરી શકે છે. ખજૂરનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ 42 છે, તેથી તેને ઓછું જીઆઇ વાળો ખોરાક કહી શકાય અને સંતુલિત માત્રામાં ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: લીલા મરચા શરીર માટે ફાયદાકારક, એક દિવસમાં કેટલા મરચા ખાવા જોઇએ?

જયારે લાઈફ સ્ટાઇલ એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટ આરુષિ ગર્ગએ કહ્યું કે ખજૂરમાં હાજર ફાઈબર શરીરને કાર્બોહાઇડ્રેટને ધીમે ધીમે અવશોષિત છે. આ શર્કરા નું લેવલમાં અચાનક વૃદ્ધિ થવાથી પણ અટકાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પ્રોટીનના સ્ત્રોત માટે ખજૂર ખાવી જોઈએ.

મીઠી ચટણી બનાવીને કરો ખજૂરનું સેવન

અનુપમા મેનનના મત અનુસાર ખજૂરની ચટણી બનાવીને તેનું સેવન કરી શકો છો. 100 ગ્રામ ખજૂરને 100 ગ્રામ આંબલી અને થોડી માત્રામાં લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને થોડી વાર રાંધવું. ઠંડુ થયા પછી તેને ગ્રાઇન્ડ કરીને મીઠી ચટણી બનવવા માટે ફિલ્ટર કરવું જેને ભેળમાં ઉપયોગમાં લઇ શકાય છે. મેનનએ કહ્યું કે એક દિવસમાં લગભગ 2-3 ચમચી આ ચટણીનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: આ બીમારીઓમાં હાનિકારક છે દૂધીનું સેવન, જાણો એક્સપર્ટ શું કહે છે…

ખજૂર મિલ્કશેક

મેનને કહ્યું કે ખજૂરને દૂધમાં 3-4 કલાક માટે પલાળીને અને બરફની સાથે મિલ્કશેક બનાવીને ગરમીના દિવસોમાં તેનું સેવન કરી શકાય છે.

ખજૂર સ્મુધી

આ ઉચ્ચ પ્રોટીન રેસીપી ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય છે. બ્લેન્ડરમાં 2 ખજૂર અને 250 મિલી દૂધ નાખો. થોડી બદામ અને અડધી ચમચી ફ્લેક્સસીડ અને એક ચપટી તજ પાવડર ઉમેરો. હવે તેને તૈયાર કરીને ખાઈ શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ