લોકો ભોજન કરતી વખતે લીલાં મરચાં ખાતા હોય છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકોને લીલા મરચા ખાવાની યોગ્ય રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી હોતી નથી. લાલ મરચા અને લીલા મરચા બંનો સ્વાદ તીખો હોય છે પરંતુ બંનેના ગુણધર્મો કંઇક અંશે અલગ-અલગ હોઇ શકે છે.
લીલા મરચામાં ક્યાં-ક્યાં પોષક તત્વો હોય છે.
લીલા મરચામાં ડાયેટરી ફાઈબર, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, આયર્ન, મેંગેનીઝ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન A, C, K, B6, પોટેશિયમ, કોપર અને મેગ્નેશિયમ હોય છે. લીલા મરચામાં રહેલા તમામ તત્વો આપણા શરીર માટે જરૂરી છે. લીલા મરચા ખાવાના ફાયદા સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા મરચાં ખાવા જોઈએ? અહીં જાણો…
કેન્સરને રાખે દૂર
NCBIમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, લીલા મરચામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં એકઠા થયેલા તમામ હાનિકારક ઝેરને બહાર કાઢી નાખે છે. પરિણામે, કુદરતી રીતે કેન્સરના કોષોનું જોખમ ઓછું થાય છે. કારણ કે રિપોર્ટ અનુસાર મરચા અસરકારક કેન્સર વિરોધી તરીકે કામ કરી શકે છે.
હૃદયને રાખે સ્વસ્થ
લીલા મરચા લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. તે લોહીના ગંઠાવાનું પણ અટકાવે છે. તે એથરોસ્ક્લેરોસિસ અને હૃદય રોગનું પણ જોખમ ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે
લીલા મરચા વિટામિન-સી, બીટા કેરોટીન અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે કોઈપણ વાયરસ અને બેક્ટેરિયા શરીરને નુકસાન પહોંચાડી શકતા નથી.
ડાયાબિટીસને રાખે દૂર
NCBIના એક સંશોધન અનુસાર લીલા મરચામાં હાજર વિવિધ ફાયદાકારક તત્વો બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં વિશેષ ભૂમિકા ભજવે છે. તેથી આપમેળે ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે.
વધારે લીલા મરચા ખાવાના ગેરફાયદા
લીલા મરચા ખાવા શરીર માટે ફાયદાકારક છે જો કે તેનું સેવન કરવામાં બહુ ધ્યાન રાખવુ પણ અત્યંત જરૂરી છે. લીલા મરચાંનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ નહીત્ત તમને શરીરમાં એસિડિટી, હાર્ટબર્ન, બળતરા થઇ શકે છે અને શરીરમં હાનિકારક ચીજો એકઠી થઇ શકે છે. દરરોજ 50 ગ્રામથી વધારે લીલા મરચા ખાવાથી ડિમેન્શિયા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
એક દિવસમાં કેટલાં મરચા ખાવા જોઇએ?
લીલા મરચા શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેનાથી કોઇ બીમારીની સારવાર થઇ શકતી નથી. આથી ભોજનમાં મર્યાદિત પ્રમાણમાં જ લીલા મરચાનું સેવન કરવું જોઈએ. હેલ્થ એક્સપર્ટના મતે, દિવસમાં માત્ર બે લીલા મરચાં ખાવાથી તમારા શરીરને ફાયદો થઈ શકે છે.