Dates : શિયાળમાં ખજૂર ખાવી ગુણકારી! પરંતુ ન્યુરોલોજીસ્ટ તમારી ખજૂરના સેવન ઘટાડવાની ભલામણ કરે છે, જાણો કેમ

Health Benefits Of Dates In Gujarati : હેલ્થ એક્સપર્ટ અનુસાર, ખજૂર (Dates) માં ઉચ્ચ ફાઇબર પાચનમાં મદદ કરે છે. પરંતુ વધુ પડતું સેવન પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે. ખજૂર (dates) કેલરીથી ભરપૂર હોય છે,100 ગ્રામ ખજૂર લગભગ 280 કેલરી પૂરી પાડે છે. અહીં જાણો કેટલા પ્રમાણમાં સેવન કરી શકાય,

Written by shivani chauhan
December 13, 2023 12:09 IST
Dates : શિયાળમાં ખજૂર ખાવી ગુણકારી! પરંતુ ન્યુરોલોજીસ્ટ તમારી ખજૂરના સેવન ઘટાડવાની ભલામણ કરે છે, જાણો કેમ
Winter Diet : ખજૂર ફાઈલ તસ્વીર (Photo : Canva)

Winter Diet In gujarati : જયારે હેલ્થની વાત આવે ત્યારે આપણે હંમેશા સાવધાન બનીએ છીએ, ખાંડના વિકલ્પ ગોળ અથવા ખજૂરની ભલામણ લાંબા સમયથી કરવામાં આવે છે. પરંતુ તમે કેટલી વાર અને કેટલી માત્રામાં ખજૂર અથવા ગોળનું સેવન કરો છો? હૈદરાબાદની એપોલો હોસ્પિટલ્સના ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમારએ જણાવ્યું હતું કે, ” ખજૂર એટલી તંદુરસ્ત નથી જેટલી માનવામાં આવે છે” અહીં જાણો ડીટેલમાં,

ડૉ કુમારે કહ્યું કે, “ખજૂર કેલરીથી ભરપૂર હોય છે,100 ગ્રામ ખજૂર લગભગ 280 કેલરી પૂરી પાડે છે.” જો કે, આયર્નના ઘણા હેલ્થી સોર્સ અવેલેબલ છે. “તમારી રોજની આયર્નની જરૂરિયાત મેળવવા માટે તમારે 80-100 ગ્રામ ગોળ અથવા ખજૂર ખાવાની જરૂર પડશે. તમને તમારો આયર્નનો ક્વોટા ગોળમાંથી પણ મળી શકે છે.

આ પણ વાંચો: Health Benefits Of Dates: ખજૂર ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં અને હૃદય સ્વસ્થ રહેશે

ખજૂરના સ્વાસ્થ્ય ફાયદા (Health Benefits Of Dates)

  • ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે એકંદર આરોગ્યમાં ફાળો આપે છે.
  • હેલ્થ એક્સપર્ટ અનુસાર, ખજૂરમાં ઉચ્ચ ફાઇબર પાચનમાં મદદ કરે છે. પરંતુ વધુ પડતું સેવન પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે.
  • ખજૂરનું સેવન બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે,
  • ખજૂર શુદ્ધ શર્કરાના કુદરતી વિકલ્પ તરીકે સેવા આપે છે, જે તેમને અમુક વાનગીઓમાં એડ કરવાથી હેલ્થી ઓપ્શન છે.
  • ખજૂરમાં રહેલી નેચરલ સુગર ઝડપી એનર્જી પ્રદાન કરે છે.
  • ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ઓક્સિડેટીવ તણાવ સામે લડે છે અને સેલ્યુલર હેલ્થને ટેકો આપે છે.
  • ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ, ખજૂર હાડકાના સ્વાસ્થ્યમાં ફાળો આપે છે.
  • ખજૂરમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરના સ્વસ્થ સ્તરને જાળવવામાં મદદ કરે છે, કાર્ડિયોવેસ્ક્યુલર સુખાકારીને ટેકો આપે છે.
  • ખજૂરમાં રહેલું ફાઈબર કબજિયાત અટકાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે.

આ પણ વાંચો: Health Tips : શું તમે પણ ખાલી પેટ ચા પીવો છો? તમારી ખરાબ આદતો તમારા સ્વાસ્થ્યને અસર કરી રહી છે

શું ખજૂરનું સેવન ઘટાડવું કે ટાળવું જોઈએ?

જો કે ખજૂર કેલરીથી ભરપૂર હોય છે, રોજ 1-2 ખજૂર ખાવાથી નુકસાન થશે નહીં, પછી ભલે તમે તેને તમારી સ્મૂધીમાં ઉમેરો અથવા ખજૂર એકલી ખાઓ.

ખજૂરનું સેવન કરતા હોવ તો નીચેની બાબતોનું ધ્યાન રાખો

  1. પ્રમાણસર સેવન – વધુ પડતી કેલરી અને ખાંડના સેવનને ટાળવા માટે મધ્યસ્થતામાં ખજૂરનો આનંદ માણો.
  2. બેલેન્સ્ડ ડાયટ – સંતુલિત આહારના ભાગ રૂપે ખજૂરનો સમાવેશ કરો, વિવિધ ફૂડ સોર્સમાંથી વિવિધ પોષક તત્વો મળે તેની ખાતરી કરો.
  3. બ્લડ સુગર મોનિટરિંગ – ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓએ ખજૂર ખાતી વખતે તેમના બ્લડ સુગરના લેવલનો ટેસ્ટ કરાવવો જરૂરી છે તે મુજબ સેવનની માત્રામાં વધ ઘટ કરી શકો છો. અત્યારે જે લોકોમાં બ્લડ સુગરનું પ્રમાણ અનિયંત્રિત છે તેઓએ ખજૂર ખાવાનું ટાળવું જોઈએ.
  4. હાઇડ્રેશન – ખજૂરમાં કુદરતી શર્કરા હોય છે, તેથી સંતુલન જાળવવા અને પાચનને ટેકો આપવા માટે સારી રીતે હાઇડ્રેટેડ રહો.
  5. ડેન્ટલ કેર – ઓરલ ક્લિનીંગ કરો કારણ કે ખજૂર ચીકણી હોવાથી ખાધા પછી દાંતની સમસ્યાઓ થઇ શકે છે.
  6. ફાઈબરનું સેવન – જ્યારે ખજૂર ફાઈબરનો સારો સ્ત્રોત છે, ત્યારે શ્રેષ્ઠ પાચન સ્વાસ્થ્ય માટે વિવિધ ખોરાકમાંથી ફાઈબરનું મિશ્રણ સુનિશ્ચિત કરો.
  7. વેઇટ કંટ્રોલ – જો વેઇટ લોસ કરી કર્યા હોવ તો માત્રાનું ધ્યાન રાખો કારણ કે ખજૂર કેલરીથી ભરપુર છે.
  8. પોષક વિવિધતા – ખજૂરમાં પોષકતત્વો છે પરંતુ તેના પર સંપૂર્ણ આધાર રાખશો નહીં. વ્યાપક પોષક તત્વોના સેવન માટે વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરો.
  9. પ્રોસેસ્ડ ફોર્મ્સ – પ્રોસેસ્ડ ડેટ પ્રોડક્ટ્સનો વપરાશ મર્યાદિત કરો જેમાં ઉમેરવામાં આવેલી ખાંડ ( Added Sugar) અથવા પ્રિઝર્વેટિવ્સ હોઈ શકે છે.
  10. વર્ક આઉટ સમયે સેવન – ખજૂર ઝડપી એર્નજી બૂસ્ટ કરી શકે છે, જે વર્કઆઉટ પહેલા અથવા પોસ્ટ-વર્કઆઉટનો નાસ્તો બની શકે છે.
  11. માઇન્ડફુલ ખાવું (mindfull eating) – માત્રમાં ધ્યાન આપો, સ્વાદ લો અને ખજૂરના પોષક મૂલ્યની પ્રશંસા કરવા માટે ધ્યાનપૂર્વક ખાઓ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ