Deepika Padukone: દીપિકા પાદુકોણની સફળતાનું રહસ્ય; આ 5 લાઈફ લેસન્સ બદલી શકે છે તમારું જીવન

દીપિકા પાદુકોણ માત્ર એક અભિનેત્રી નથી, પણ એક ફાઈટર છે. તેના જન્મદિવસ પર જાણો તેના જીવનના એવા પાંચ પાઠ જે તમને મુશ્કેલ સમયમાં હિંમત આપશે અને સફળતાના શિખરે પહોંચાડશે.

દીપિકા પાદુકોણ માત્ર એક અભિનેત્રી નથી, પણ એક ફાઈટર છે. તેના જન્મદિવસ પર જાણો તેના જીવનના એવા પાંચ પાઠ જે તમને મુશ્કેલ સમયમાં હિંમત આપશે અને સફળતાના શિખરે પહોંચાડશે.

author-image
Haresh Suthar
New Update
Deepika Padukone Success Life Lessons Gujarati, Entertainment News

દીપિકા પાદુકોણ: સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી સફર Photograph: (Deepika Padukone Instagram)

Deepika Padukone Lifestyle | બોલિવૂડ ક્વીન દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. 'ઓમ શાંતિ ઓમ' થી શરૂ થયેલી ફિલ્મી સફર આજે વિશ્વના સૌથી મોટા મંચ સુધી પહોંચી છે. દીપિકા પાદુકોણની સફળતા પાછળ તેની મહેનત જેટલો જ ફાળો તેની વિચારધારાનો છે. તેણી ઘણા ખરાબ સમયમાંથી પસાર થઇ છે અને પોતાની જાતને સંભાળી ફરી ઉભી થઇ છે. જો તમે પણ જીવનમાં આગળ વધવા માંગો છો, તો દીપિકાના આ પાંચ લાઈફ લેસન્સ તમને ખૂબ ઉપયોગી થશે.

Advertisment

માનસિક સ્વાસ્થ્ય (Mental Health) ને પ્રાથમિકતા આપો

દીપિકા પાદુકોણ જ્યારે તેની કારકિર્દીના શિખર પર હતી ત્યારે તેણીએ સ્વીકાર્યું હતું કે તે ડિપ્રેશનનો શિકાર બની હતી. તેણે શીખવ્યું કે મદદ માંગવામાં કોઈ સંકોચ ન કરવો જોઈએ. જીવનમાં સફળતા ત્યારે જ ટકે છે જ્યારે તમે માનસિક રીતે મજબૂત હોવ.

શિસ્ત અને ખેલદિલી (Discipline)

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટનના સારા ખેલાડી હતા. એક સ્પોર્ટ્સ પર્સન (બેડમિન્ટન ખેલાડી) ની પુત્રી હોવાને કારણે દીપિકાના જીવનમાં શિસ્તનું ખૂબ મહત્વ છે. તે માને છે કે જો તમે તમારા કામ પ્રત્યે શિસ્તબદ્ધ છો, તો સફળતા મોડી તો મોડી પણ ચોક્કસ મળે જ છે.

નિષ્ફળતાથી ડરશો નહીં

દીપિકાની શરૂઆતની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી હતી અને તેના એક્ટિંગ પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ તેણે હાર માનવાને બદલે પોતાની સ્કીલ્સ પર કામ કર્યું અને 'કોકટેલ' જેવી ફિલ્મથી ટીકાકારોના મોં બંધ કરી દીધા. તે શીખવે છે કે ટીકાને પોતાની શક્તિ બનાવો. લોકોની વાતો પર ધ્યાન આપવાને બદલે કામ પર ફોકસ કરો. 

Advertisment

તમારી મૂળભૂત ઓળખ જાળવી રાખો

ગ્લોબલ સ્ટાર હોવા છતાં દીપિકા પાદુકોણ હંમેશા જમીન સાથે જોડાયેલી રહે છે. તે તેના પરિવાર અને સંસ્કારોને ખૂબ મહત્વ આપે છે. સફળતા ગમે તેટલી મળે, પણ જો તમે તમારા મૂળને ભૂલી જશો તો પતન નિશ્ચિત છે.

સતત શીખતા રહો (Continuous Learning)

દીપિકા ક્યારેય એક જ પ્રકારના રોલમાં સીમિત રહી નથી. 'પીકુ' જેવી સાદી છોકરી હોય કે 'પદ્માવત' ની રાણી, તેણે હંમેશા નવું શીખવાનો પ્રયત્ન કર્યો છે. પરિવર્તનને સ્વીકારવું એ જ પ્રગતિની નિશાની છે. સમયની સાથે પોતાની જાતને અપડેટ કરતા રહો. 

આ સુપરહિટ ફિલ્મોએ દીપિકા પાદુકોણને બનાવી બોલિવૂડ ક્વિન

જીવનશૈલી દીપિકા પાદુકોણ