Deepika Padukone : અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) હવે ટૂંક સમયમાં માતા બનશે. તાજતેરના એકટ્રેસના પ્રેગ્નેન્સી ફોટોશૂટએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. તાજતેરમાં એકટ્રેસના ડાયટનો ખુલાસો કર્યા બાદ તેની ભૂતપૂર્વ ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે દીપિકાની ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય શેર કર્યું છે. ન્યુટ્રિશનિસ્ટએ ગ્લોઈંગ સ્કિન માટે એક જ્યુસની ભલામણ કરવામાં આવી હતી.
શાહે કહે છે કે, ‘હું દીપિકાને તેના લગ્ન પહેલા મળી હતી. તે માત્ર ગ્લોઈંગ સ્કિન અને હેલ્ધી હેયર ઇચ્છતી હતી. આ જ્યુસ તેણે ત્રણ મહિના સુધી નિયમિત પીધું હતું.’
સામગ્રી :
- ફૂદીનાના પાન
- કોથમીર
- લીમડાના પાન
- મીઠા લીમડાના પાન
- બીટ
મેથડ : બ્લેન્ડરમાં ફુદીનો, ધાણાજીરું, લીમડાના પાન ઉમેરો, મીઠા લીમડાના પાન અને બીટરૂટ ઉમેરો અને બધું મિક્ષ કરી બ્લેન્ડ કરી લો.
આ પણ વાંચો: તમારી દાળને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવશે આ ચીજ, ફાયદા જાણો
ડ્રિન્ક કેટલું અસરકારક?
જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય આહાર નિષ્ણાત સુષ્મા પીએસએ જણાવ્યું હતું કે, ‘જ્યારે આ સામગ્રીને પાણીમાં ભેળવવામાં આવે છે, ત્યારે એક આહલાદક અને આરોગ્યપ્રદ પીણું બને છે, તેમના વિશિષ્ટ ગુણોને લીધે, ધાણા, ફુદીનો અને લીમડો ડિટોક્સિફિકેશન અને પાચનમાં મદદ કરી શકે છે.’
ફુદીનાના પાન, ધાણાના પાન, લીમડાના પાન, મીઠા લીમડાના પાન અને બીટરૂટ જેવા સામગ્રી સાથે આરોગ્યપ્રદ ડ્રિન્ક પીવાથી એકંદર સુખાકારીમાં વધારો થઈ શકે છે. જોકે, ગ્લોઈંગ સ્કિનમાં મદદ કરવામાં તેની અસરકારકતા ચર્ચાસ્પદ છે, ધ એસ્થેટિક ક્લિનિક્સ કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્મેટો-સર્જન ડૉ. રિંકી કપૂરએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘લોકો ઘણીવાર લાંબા સમય સુધી ટકી રહેલા સ્કિનના ફાયદા મેળવવા માટે અમુક પ્રકારના શોર્ટકટ અને હેક્સ શોધે છે.’
આ પણ વાંચો: મીઠું નાખેલું દહીંનું કે ખાંડ નાખેલું દહીં? તમારા સ્વાસ્થ્ય માટે કયું સારું અને શા માટે?
તે તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે જેના પરિણામે અપચો, કબજિયાત, ગેસ અને ઝાડા જેવી પાચન સમસ્યાઓ થાય છે, એમ ડૉ. કપૂરે ધ્યાન દોર્યું કે રોસેસીયા, ખીલ, ખરજવું અને સ્કિનનનો સોજો જેવી સ્કિનની અમુક સમસ્યાઓ ધરાવતા લોકોએ આ ડ્રિન્ક વધુ પ્રમાણમાં પીવાનું ટાળવું જોઈએ કારણ કે તે ખંજવાળ અને એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે.
તેની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ હેક્સનો પ્રયાસ કરતા પહેલા કોઈએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ડૉ. કપૂરના જણાવ્યા મુજબ, ગ્લોઈંગ સ્કિન માટે સામૂહિક પ્રયાસો જેવા કે હેલ્ધી ફૂડની પસંદગી, ખાંડ અને વધુ પડતું સોડિયમ ઓછું કરવું, દરરોજ 1 થી 2 લિટર પાણી પીવું અને 45 મિનિટથી વધુ સમય માટે વર્કઆઉટની જરૂર પડે છે. સ્કિનકેર રૂટિનનો સમાવેશ કરવાથી તે કુદરતી રીતે ગ્લોઈંગ સ્કિન પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.





