Deepika Padukone Pregnancy Yoga Viparita Karani : પ્રેગ્નેન્સી દરમિયાન દીપિકા પાદુકોણએ ‘વિપરિત કરણી આસન’ કર્યું, આસનની પ્રેક્ટિસ કરતી વખતે શું ધ્યાન રાખવું?

Deepika Padukone Pregnancy Yoga Viparita Karani : એકટ્રેસ દીપિકા પાદુકોણએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર 'વિપરિતા કરણી આસન' કરતી પોતાની એક તસવીર શેર કરી છે, જે એક યોગા પોઝ છે જેને 'લેગ્સ-અપ-ધ-વોલ' પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Written by shivani chauhan
July 26, 2024 07:00 IST
Deepika Padukone Pregnancy Yoga Viparita Karani : પ્રેગ્નેન્સી દરમિયાન દીપિકા પાદુકોણએ ‘વિપરિત કરણી આસન’ કર્યું, આસનની પ્રેક્ટિસ કરતી વખતે શું ધ્યાન રાખવું?
Deepika Padukone Pregnancy Yoga Viparita Karani : પ્રેગ્નેન્સી દરમિયાન દીપિકા પાદુકોણએ 'વિપરિત કરણી આસન' કર્યું, આસનની પ્રેક્ટિસ કરતી વખતે શું ધ્યાન રાખવું?

Deepika Padukone Pregnancy Yoga Viparita Karani : બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) હાલ પ્રેગ્નેન્સી ફેઝમાંથી પસાર થઇ રહી છે. એકટ્રેસ ટૂંક સમયમાં માતા બનશે. પ્રેગ્નેન્સી દરમિયાન એકટ્રેસ એકટીવ છે અને લાઇફ સ્ટાઇલમાં હેલ્ધી ફેરફાર કરી રહી છે. એકટ્રેસની સોશિયલ મીડિયાની એક પોસ્ટએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

Yoga Viparita Karani
Deepika Padukone Pregnancy Yoga Viparita Karani : પ્રેગ્નેન્સી દરમિયાન દીપિકા પાદુકોણએ ‘વિપરિત કરણી આસન’ કર્યું, આસનની પ્રેક્ટિસ કરતી વખતે શું ધ્યાન રાખવું?

એકટ્રેસએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ‘વિપરિતા કરણી આસન’ કરતી પોતાની એક તસવીર શેર કરી છે, જે એક યોગા પોઝ છે જેને ‘લેગ્સ-અપ-ધ-વોલ’ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. એકટ્રેસ પોસ્ટને કેપ્શન આપે છે, ‘મને સારું વર્કઆઉટ કરવું ગમે છે. હું ‘સારા દેખાવા’ માટે નહીં પરંતુ ‘ફિટ ફીલ’ કરવા માટે વર્કઆઉટ કરું છું. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વ્યાયામ મારી લાઇફસ્ટાઇલનો ભાગ છે.’

આ પણ વાંચો: Women Health Tips : મહિલાઓમાં કેલ્શિયમ ઉણપ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન, ચેતવણી ચિહ્નો જાણો

વધુમાં તેણે લખ્યું ‘જો કે, જ્યારે હું વર્કઆઉટ કરી શકતી નથી ત્યારે હું આ સરળ 5-મિનિટની નિયમિત પ્રેક્ટિસ કરું છું. હું દરરોજ આ પ્રેક્ટિસ કરું છું, પછી ભલે હું વર્કઆઉટ કરું કે ન કરું. તે ખાસ કરીને લાંબી ફ્લાઇટ પછી અથવા ફક્ત ડિકમ્પ્રેસ કરવા માટે ઉપયોગી છે.’

આ પ્રેક્ટિસ એકટ્રેસની તેની ફિટનેસ જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને સગર્ભાવસ્થા દરમિયાન પણ સગર્ભા માતાઓ માટે યોગના ફાયદા વિશે એક મહત્વપૂર્ણ ચર્ચાને ઉજાગર કરે છે.

‘વિપરીત કરણી આસન’ શું છે અને ગર્ભવતી મહિલાઓ માટે કેવી રીતે ફાયદાકારક ?

યોગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હંસાજી યોગેન્દ્ર કહે છે ‘વિપરિત કરણીએ યોગમાં એક ઊંધી મુદ્રા છે જેમાં વ્યક્તિ પોતાના પગ અને હિપ્સને ઊંચી કરે છે, પરંતુ સગર્ભા સ્ત્રીઓ માટે આ મુદ્રામાં ફેરફાર કરવામાં આવે છે. તમારી પીઠ પર પગ લંબાવીને દીવાલ ઉપર લંબાવીને. આ હળવી પ્રેક્ટિસ લોહીના પરિભ્રમણને સુધારે છે, તે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.’

યોગેન્દ્ર સૂચવે છે કે સગર્ભા સ્ત્રીઓએ ચોક્કસ ફેરફારો અને સાવચેતીઓ સાથે વિપરિત કારણીની પ્રેક્ટિસ કરવી જોઈએ, આરામથી પ્રેક્ટિસ કરવા માટે તેઓ તેમની હિપ્સની નીચે વધારાના સપોર્ટનો ઉપયોગ કરી શકે છે, જેમ કે ઓશીકું અથવા ફોલ્ડ બ્લેન્કેટ જે પીઠના નીચેના ભાગ પર તાણ ટાળવા અને આરામની ખાતરી કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Contact Lens Tips: કોન્ટેક્ટ લેન્સ થી જસ્મિન ભસીનને આંખને નુકસાન, કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે આટલી કાળજી રાખવી

ગર્ભાવસ્થાના થર્ડ ત્રિમાસિકમાં સ્ત્રીઓએ પણ કાળજી લેવી જોઈએ કે ખૂબ લાંબા સમય સુધી પોઝમાં ન રહેવું અને અગવડતા અથવા તાણના કોઈપણ સંકેતો માટે તેમના શરીર પર થતી અસરને ધ્યાનમાં લેવી જોઈએ. આ પોઝને લાંબા સમય સુધી હોલ્ડ રાખવાથી ગર્ભાશય પર દબાણ વધી શકે છે અને ઇન્ફિરિયર વેના કાવા (IVC : મુખ્ય નસ જે ઓક્સિજન-નબળા લોહીને નીચલા શરીરમાંથી હૃદયમાં પાછું લાવે છે) દબાય છે, જે શરીરના નીચેના ભાગમાંથી હૃદયમાં લોહી પરત કરવા માટે જવાબદાર મોટી નસ છે.

કસરતની પ્રેક્ટિસ કેટલા સમય સુધી કરવી?

સગર્ભા સ્ત્રીઓ અતિશય પરિશ્રમ વિના તેના ફાયદાઓ અનુભવવા માટે દરરોજ વિપરિત કરણીની પ્રેક્ટિસ કરી શકે છે. હળવા સેશનથી પ્રારંભ કરો, પોઝને 5 મિનિટથી વધુ નહીં હોલ્ડ રાખો. તે પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે, સોજો ઘટાડે છે અને નીચલા પીઠ અને પગ પર દબાણ ઘટાડે છે.

જો કે, હંમેશા તમારા શરીર પર થતી અસરને ધ્યાનમાં લો અને કોઈપણ અસ્વસ્થતા અથવા તાણ ટાળો. પ્રિનેટલ યોગ ટ્રેનર અથવા ડોક્ટરની સલાહ લેવી, જે વ્યક્તિગત જરૂરિયાતો અને ગર્ભાવસ્થાના તબક્કાના આધારે અનુરૂપ સલાહ આપી શકે છે, તેઓ સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વિપરિત કરણીની સલામત અને અસરકારક પ્રેક્ટિસની ખાતરી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ