Dengue Fever Symptoms, Causes, Treatment, Prevention Tips In Gujarati : હવામાનમાં ફેરફાર સાથે છેલ્લા કેટલાક દિવસોમાં ડેન્ગ્યુના ઘણા કેસ સામે આવ્યા છે. ચોમાસાની ઋતુ અને ત્યારબાદ મોસમમાં ફેરફારને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં મચ્છરો વધારે ઉત્પન્ન થવાને કારણે દર વર્ષે ડેન્ગ્યુના કેસ વધી જાય છે. ડોકટરો તેને સામાન્ય તાવ માનતા નથી. આવા સમયે સતર્ક રહેવાની જરૂર છે. ડેન્ગ્યુના લક્ષણોને સામાન્ય તરીકે ગણવા અને ઘરેલું ઉપચાર કરવા જોખમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, બ્લડ ટેસ્ટની સાથે, ડોક્ટરની દેખરેખમાં તરત જ સારવાર થવી જોઈએ.
સંક્રમણનો સમયગાળો
વરસાદની ઋતુમાં મચ્છરો વધે છે, જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં હવામાન બદલાય ત્યારે સવારે અને રાત્રે મચ્છરો ઉત્પન્ન થવા લાગે છે. આવા દિવસોમાં ચેપ પણ વધે છે. જેના કારણે બાળકો અને વૃદ્ધો મેલેરિયા અને ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે.
ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે?
હકીકતમાં આ દિવસોમાં તૂટેલા વાસણો, ટાયર અને વાસણોમાં ભરાયેલા પાણીમાં મચ્છરો ઉત્પન્ન થાય છે. જો કે, એડીસ મચ્છરો ફક્ત સ્વચ્છ અને સ્થિર પાણીમાં જ પ્રજનન કરે છે, જેનાથી ડેન્ગ્યુ ફેલાય છે. નોંધનીય છે કે, ડેન્ગ્યુ તાવ ચેપી રોગ નથી. જો કે ડેન્ગ્યુના દર્દીનું લોહી પીવાથી સંક્રમિત મચ્છર અન્ય તંદુરસ્ વ્યક્તિને કરડે છે, ત્યારે તેનાથી ડેન્ગ્યુ ફેલાય છે.
ડેન્ગ્યુના લક્ષણો શું છે?
મેદાંતા હોસ્પિટલ ઇન્દોરના મેડિસિન કન્સલ્ટન્ટ ડો.જ્યોતિ વાધવાણીના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુનું સૌથી મોટું લક્ષણ તીવ્ર તાવ છે. આ તાવ ક્યારેક 104 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે તેને હાડકાં તોડનાર તાવ કહેવામાં આવે છે. તે દર્દી માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ દરમિયાન સાંધા, હાડકાં અને સ્નાયુઓમાં ખૂબ દુખાવો થાય છે. જ્યારે ડેન્ગ્યુ થાય છે, ત્યારે દર્દીઓને માથામાં અને આંખોની પાછળ દુખાવો થાય છે. ડેન્ગ્યુના તાવમાં અતિશય થાક અને નબળાઇ લાગે છે.
દર્દીના શરીરમાં લાલ ફોલ્લીઓ પણ થાય છે. દર્દીને ઉલટી, દાંતના પેઢા અને નાકમાંથી લોહી નીકળે છે. ખોરાકનો સ્વાદ સારો નથી. સૌથી મોટું લક્ષણ દર્દીના બ્લડમાં પ્લેટલેટ્સ કાઉન્ડ ઝડપથી ઘટવા લાગે છે, જે બહુ જ જોખમી માનવામાં આવે છે.
ડેન્ગ્યુથી કેવી રીતે બચવું?
તમારી આસપાસ ક્યાંય પણ પાણી એકઠું થવા દો નહીં. જો વાસણમાં પાણી એકઠું થાય તો તરત જ તેને સાફ કરી લો. સવારે અને સાંજે શરીર સંપૂર્ણ ઢંકાય તેવા શર્ટ અને પેન્ટ પહેરો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. બારી અને દરવાજા પર પડદા લગાવો. મચ્છર ભગાડનાર સ્પ્રે છાંટો. ઘરની બારીઓ અને દરવાજા પર જાળી લગાવો.જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ. આજકાલ ડેન્ગ્યુની સારવાર માટે અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.
ડેન્ગ્યુ થાય ત્યારે શું ખાવું?
દર્દીઓને સરળતાથી પચી જાય તેવો આહાર આપવો જોઇએ. દર્દીને ખીચડી, મગનું પાણી અને સોજીથી બનેલો કોઈપણ સુપાચ્ય ખોરાક આપી શકાય છે. પાંદડાવાળા અને પોષક તત્વોથી ભરપૂર શાકભાજીમાંથી બનાવેલો સૂપ આપવો જોઈએ. પપૈયા, દાડમ, નારંગી અને સ્ટ્રોબેરી જેવા ફળો અને ખાસ કરીને કિવી આપી શકાય છે. લિક્વિડ ડાયટમાં નાળિયેર પાણી અને તાજા ફળોનો રસ આપી શકાય છે.
કોફી કે ચાનું સેવન ન કરો
દર્દીને કોફી અને ચા ન આપવી જોઈએ. તેને લીંબુ ફુદીનાની ચા આપી શકાય છે. તૈયાર પેકેટ જ્યૂસ પેકેટ કે અન્ય કોઇ પણ બજારની ચીજ વસ્તુ ખાવા આપવી નહીં, તળેલી વસ્તુઓ અને ચરબીયુક્ત ખોરાકથી દૂર રહેવું વધુ સારું છે. પપૈયાના પાનનો રસ દર્દીના પ્લેટલેટ્સ વધારવા માટે આપી શકાય છે. ગાજર, બીટ અને મોસમી જેવા ફળો અસરકારક છે.
દર્દીની સંભાળ કેવી રીતે રાખવી?
જો દર્દી ઘરે સારવાર લઈ રહ્યો હોય, તો તેણે પૂરતો આરામ કરવો જોઈએ. વધુ પ્રવાહી આપવું જોઈએ. તેને કોઈ પણ પ્રકારની બળતરા એન્ટિ ડોઝ ન આપવો જોઈએ. દર્દીનો ઓરડો સ્વચ્છ અને શાંત હોવો જોઈએ. જો સંભાળ અને સારવાર યોગ્ય રીતે કરવામાં આવે છે, તો મોટાભાગના દર્દીઓ એક અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે.





