/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Dengue-medicine.jpg)
ડેન્ગ્યુની દવા માટે પરીક્ષણ કરવામાં સફળતા મળી! (પ્રતિકાત્મક તસવીર)
Dengue medicine : ગુજરાત સહિત દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ફરી એકવાર ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આ જીવલેણ રોગના પીડિતોની સંખ્યા 13,000 ને વટાવી ગઈ છે. ડેન્ગ્યુ એ વાયરલ તાવ છે, જે ઘણા કિસ્સાઓમાં ગંભીર બની શકે છે. જ્યારે આનાથી કોઈ પ્રભાવિત થાય છે, ત્યારે પીડિતના પ્લેટલેટ કાઉન્ટ ઘટવા લાગે છે. તો, ઝડપથી ઘટતા પ્લેટલેટ્સ ક્યારેક મૃત્યુનું કારણ બની જાય છે. વધુ મુશ્કેલીની વાત એ છે કે, અત્યાર સુધી આ જીવલેણ રોગ માટે કોઈ ચોક્કસ સારવાર કે રસી ન હતી, જે લોકોને ઝડપથી અસર કરે, તેથી દર્દીઓને તેમના લક્ષણો ઘટાડવા માટે માત્ર સહાયક સારવાર આપવામાં આવે છે. જો કે હવે ડેન્ગ્યુ સામેના યુદ્ધમાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડેન્ગ્યુ માટે એક ખાસ દવા તૈયાર કરી છે. તો, સારી વાત એ છે કે, પ્રથમ વખત આ જીવલેણ રોગ માટે તૈયાર કરવામાં આવેલી દવાનું માનવીય પરીક્ષણ સફળ થયું છે. તેના સકારાત્મક પરિણામો યુએસમાં હાથ ધરવામાં આવેલા નાના માનવ ટ્રાયલ જોવા મળ્યા છે.
કંપનીએ ગયા શુક્રવારે રજૂ કરેલા ડેટા મુજબ, JNJ-1802 નામની દવા ડેન્ગ્યુ સામે એન્ટિવાયરલ પ્રવૃત્તિ દર્શાવતી પ્રથમ ગોળી છે. આ વૈશ્વિક સ્તરે ડેન્ગ્યુના જોખમોને ઘટાડવામાં મદદ કરી શકે છે.
માનવ ટ્રાયલ કેવી રીતે કરવામાં આવી હતી?
મળતી માહિતી મુજબ, JNJ-1802ના પરીક્ષણ માટે 10 સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી સંશોધકોએ જાણીજોઈને આ સ્વયંસેવકોને પેથોજેન્સથી સંક્રમિત કર્યા. જો કે આ પહેલા તેમને આ હાઈ ડોઝની ગોળીઓ આપવામાં આવી હતી. આ પછી, ચેપ લાગ્યો હોવા છતાં, આ સારવાર સતત 21 દિવસ સુધી ચાલુ રહી.
ચોક્કસ સમયગાળા પછી, સંશોધકોએ શોધી કાઢ્યું કે, પેથોજેન્સના સંપર્કમાં આવ્યા પછી પણ, 10 માંથી 6 સ્વયંસેવકોના રક્ત પરીક્ષણમાં ડેન્ગ્યુ ન હતો અને ન તો તેઓમાં ચેપના કોઈ લક્ષણો જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, કંપનીનું કહેવું છે કે, જો આ દવાને મંજૂરી મળે છે, તો તે ડેન્ગ્યુની સારવાર માટે પ્રથમ વિશેષ દવા હશે. કંપનીના જણાવ્યા અનુસાર, દવાના પ્રથમ તબક્કાના ડેટા ખૂબ જ આશાસ્પદ છે. તેના આધારે હવે તેના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - પીએમ મોદીએ આદિ કૈલાશના કર્યા દર્શન, આ સ્થળ ઉત્તરાખંડમાં ક્યાં આવેલુ છે? કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? જોણો બધુ જ
આ કેવી રીતે અસર કરે છે?
જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દવા બે વાયરલ પ્રોટીનની ક્રિયાને અવરોધિત કરવાનું કામ કરે છે, જેના કારણે વાયરસ શરીરમાં પહોંચ્યા પછી પણ તેની નકલો બનાવી શકતો નથી. આવી સ્થિતિમાં, તેની વૃદ્ધિનું જોખમ ઓછું થાય છે અને આ રીતે તમે ડેન્ગ્યુના જોખમથી બચી શકાય છે.
ડિસક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us