સોમવારથી લઇને રવિવાર સુધી, સવારે નાસ્તામાં બનાવો દિવસના હિસાબે આવા હેલ્ધી અને સ્વાદીષ્ટ દેશી બ્રેકફાસ્ટ

Breakfast Ideas : ઘરમાં મોટાભાગની મહિલાઓની રોજ સવારે બ્રેકફાસ્ટમાં શું બનાવવું તેની ચિંતા હોય છે. સોમવારથી રવિવાર સુધી અહીં અમે તમને કેટલાક હેલ્ધી ઇન્ડિયન બ્રેકફાસ્ટ વિશે જણાવી રહ્યા છીએ

Breakfast Ideas : ઘરમાં મોટાભાગની મહિલાઓની રોજ સવારે બ્રેકફાસ્ટમાં શું બનાવવું તેની ચિંતા હોય છે. સોમવારથી રવિવાર સુધી અહીં અમે તમને કેટલાક હેલ્ધી ઇન્ડિયન બ્રેકફાસ્ટ વિશે જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Breakfast Recipes, Breakfast

બ્રેકફાસ્ટ ખૂબ જ જરૂરી છે. તે આખો દિવસ માટે ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે (તસવીર - ફ્રીપિક)

Breakfast Ideas: બાળકો અને વૃદ્ધો માટે બ્રેકફાસ્ટ ખૂબ જ જરૂરી છે. તે આખો દિવસ માટે ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ઉતાવળમાં આજકાલ ઘણા લોકો ચા-ટોસ્ટ ખાઈને જ સ્કૂલ, કોલેજ કે ઓફિસ જતા હોય છે. એક કે બે દિવસ માટે આ કરવું ઠીક છે. પરંતુ જો તમે સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કર્યા વગર જ ઘરની બહાર નીકળો છો તો ભવિષ્યમાં તમને સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

Advertisment

મહિલાઓની વાત કરીએ તો તેમને ઘણી વખત એ જ ટેન્શન રહે છે કે રોજ સવારે બ્રેકફાસ્ટમાં શું બનાવવું? અમે તમારા ટેન્શનનું સમાધાન લઇને આવ્યા છીએ. સોમવારથી રવિવાર સુધી અહીં અમે તમને કેટલાક હેલ્ધી ઇન્ડિયન બ્રેકફાસ્ટ આઇડિયા જણાવીશું. આ ઝડપથી બની જાય છે અને તેને ખાવાથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

સોમવારે મૂંગ દાલ ચીલા

સપ્તાહની શરૂઆત સોમવારથી થાય છે. આ દિવસે દરેકને સ્કૂલ, કોલેજ અને ઓફિસે જવાનું હોય છે. આવી સ્થિતિમાં, તમે ઘરના સભ્યો માટે મૂંગ દાળ ચીલા બનાવી શકો છો. તે માત્ર પ્રોટીનથી જ સમૃદ્ધ નથી, પરંતુ તે ફટાફટ બની પણ જાય છે. તમે તેમાં પનીર સ્ટફિંગ ઉમેરી શકો છો. તેને ફુદીના અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

મંગળવારે મસાલા ઓટ્સ

અઠવાડિયાના બીજા દિવસે તમે નાસ્તામાં તંદુરસ્ત મસાલા ઓટ્સ બનાવી શકો છો. તેને ખાવાથી દરેકને એનર્જી મળશે. તે પ્રોટીન અને ફાઇબરથી સમૃદ્ધ નાસ્તો છે. તેને ખાધા બાદ દિવસભર તમે એનર્જીથી ભરપૂર રહેશો. તેને બનાવવામાં તમને ભાગ્યે જ 5 મિનિટનો સમય લાગશે.

Advertisment

બુધવારે ઉપમા

બુધવારે સવારે નાસ્તામાં ઉપમા બનાવી શકો છો. સોજીમાંથી બનાવેલ ઉપમા ખાવામાં સ્વાદીષ્ટ લાગે છે. ટેસ્ટ વધારવા માટે તમે શાકભાજી પણ ઉમેરી શકો છો. તે 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. સાથે જ આ સવારનો હેલ્ધી નાસ્તો છે. તમે તેને બાળકના ટિફિનમાં રાખી શકો છો.

ગુરુવારે દાળ દળિયા

ગુરુવારે નાસ્તામાં તમે દાળ દળિયા બનાવી શકો છો. તેને નાસ્તામાં ગરમા-ગરમ સર્વ કરો. ઉનાળા દરમિયાન પેટ માટે આ ખૂબ જ સારો વિકલ્પ છે. તે હળવા રહે છે અને શરીરને પ્રોટીન પણ મળે છે.

આ પણ વાંચો - જોધપુરી સ્ટાઇલની બટાકા ડુંગળીની કચોરી મહેમાનોને ખવડાવો, મહિનાઓ સુધી નહીં ભૂલે સ્વાદ

શુક્રવારે પૌંઆ

શુક્રવારે સવારે નાસ્તામાં પૌંઆ બનાવી શકો છો. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે ડુંગળી, મીઠો લીમડો, દાડમ, મગફળી ઉમેરવાનું ભૂલશો નહીં. સ્વાદ મુજબ સૂકા મસાલાનો ઉપયોગ કરો. તેને ચા સાથે સર્વ કરો. લીંબુનો રસ અને બ્રાઇન નમકીન ઉમેરીને સર્વ કરો.

શનિવારે ઈડલી

તમે શનિવારે નાસ્તામાં ઇડલી બનાવી શકો છો. સોજી ઇડલી માટે દહીં સાથે થોડો બેકિંગ સોડા ઉમેરવાથી ઇડલી સારી રીતે ફૂલી જાય છે. તમે ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને મસાલા ઉમેરીને પણ તેને ફ્રાય કરી શકો છો.

રવિવારે ઉત્તપમ

વીકેન્ડ એટલે કે રવિવારે તમે સોજી ઇડલીના બેટરથી ઉત્તપમ બનાવી શકો છો. તેનો સ્વાદ વધારવા માટે, તમે તેમાં મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકો છો. કોથમીરથી ગાર્નિશ કરો. શેઝવાન સોસ અથવા ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી જીવનશૈલી health tips