/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Designer-Blouse-Designs-by-Manish-Malhotra-.jpg)
Designer Blouse Designs By Manish Malhotra: મનિષ મલ્હોત્રાના ડિઝાઇનર બ્લાઉઝ ડિઝાઇન સ્ટાઇલ. (Photo: @manishmalhotraworld/Instagram)
Manish Malhotra Designer Blouse Designs: લગ્નની સિઝન આવી રહી છે. જો તમારા ઘરમાં કે ખાસ રિલેટિવમાં લગ્ન છે પરંતુ શું પહેરવું તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે, તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઇ શકે છે. દરેક મહિલા તે સુંદર દેખાય તેવું ઇચ્છતી હોય છે, તેમાય ઘરના લગ્ન પ્રસંગની વાત હોય ત્યારે કોઇ બાંધછોડ કરતી નથી. લગ્ન પ્રસંગ હોય કે મોટી ઇવેન્ટ, મોટાભાગની ભારતીય મહિલાઓ દરેક ફંક્શન માટે સાડી કે લહેંગા માંથી એક આઉટફિટ પસંદ કરે છે. જો કે આ દરમિયાન એક મોટો સવાલ દરેક મહિલાને મૂંઝવે છે કે બ્લાઉઝની ડિઝાઇન કેવી હોવી જોઇએ?
ખરેખર જો બ્લાઉઝની ડિઝાઇન હટકે અને અલગ હોય તો સિમ્પલ સાડી કે લહેંગાને પણ ચાર ચાંદ લાગી જાય છે. સાથે જ જો બ્લાઉઝની ડિઝાઈન સારી ન હોય તો મોંઘી સાડીનો લુક પણ નીરસ દેખાવા લાગે છે. આ એપિસોડમાં અમે તમારા માટે લાવ્યા છીએ ભારતના ટોપ ફેશન ડિઝાઇનર ગણાતા મનીષ મલ્હોત્રાની કેટલીક ખૂબ જ સુંદર બ્લાઉઝ ડિઝાઇન. આ ડિઝાઇન્સમાંથી પ્રેરણા લઇને તમે પણ બોલીવૂડની અભિનેત્રીની જેમ ફેશનેબલ દેખાઇ શકો છો, તો ચાલો જોઇએ ફેશનેબલ બ્લાઉઝની લેટેસ્ટ ડિઝાઇન
ફુલ નેક અને બેક કટ ડિઝાઇન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/radhika-merchant-wedding-dress-1.jpg)
આ ખૂબ જ સુંદર બ્લાઉઝની ડિઝાઇન તાજેતરમાં મનીષ મલ્હોત્રાએ અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે ડિઝાઇન કરી હતી. રાધિકાએ લગ્ન બાદ પોતાના વિદાય સમારંભમાં આ બ્લાઉઝ પહેર્યું હતું, જેના કારણે તેના લહેંગા અને ઓવરઓલ લૂકમાં ચાર્મ ઉમેરાયો હતો. આ ડિઝાઇનમાંથી પ્રેરણા લઈને તમે તમારા માટે બ્લાઉઝ પણ તૈયાર કરી શકો છો.
સ્વીટહાર્ટ નેક બ્લાઉઝ ડિઝાઇન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/designer-blouse-designs-for-lehenga.jpg)
સ્વીટહાર્ટ નેક બ્લાઉઝ ડિઝાઇન આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો કે આ માટે બેક ડિઝાઇન કેવી રીતે રાખવી, તે બાબતે મૂંઝવણ હોય છે. આવી સ્થિતિમાં, તમે આ બ્લાઉઝમાંથી પ્રેરણા લઈ શકો છો. આ ડિઝાઇન તમારા લહેંગા અને સાડી બંને પર સુંદર લાગશે.
ફુલ સ્લીલ કટ ડિઝાઇન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/designer-blouse-designs-for-saree.jpg)
મનીષ મલ્હોત્રાની આ ડિઝાઇનથી પ્રેરણા લઇને તૈયાર કરવામાં આવેલું બ્લાઉઝ એક નજરમાં દરેકને પસંદ આવશે. ખાસ કરીને બનારસી સાડી કે સિલ્કની સાડી માટે આ બ્લાઉઝ ડિઝાઇન એકદમ સ્ટાઇલિશ છે.
બેક જેકેટ ડિઝાઇન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/designer-blouse-designs-for-saree-lehenga.jpg)
આ પણ વાંચો | અનંત રાધિકાના મંગલ ઉત્સવમાં બધાનું ધ્યાન ખેંચનાર કોણ છે બોલિવૂડ સ્ટાર્સની હસીન યોગ ટીચર અંશુકા?
તમે તમારી સાડી કે લહેંગા માટે આ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં ફ્રન્ટ ડીપ નેક અને બેક જેકેટ સ્ટાઇલનું બ્લાઉઝ તૈયાર કરાવી શકો છો. આ રીતે તૈયાર કરવામાં આવેલું બ્લાઉઝ પણ ખૂબ જ યુનિક અને ફેશનેબલ દેખાય છે, સાથે જ સાડી અને લહેંગા બંને માટે પણ પરફેક્ટ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us