Dhanteras 2024 Bhog Recipe : ધનતેરસ પર ભગવાન કુબેર અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભોગમાં સીતાફળ ચઢાવવામાં આવે છે. મહાલક્ષ્મીને સીતાફળ અવશ્ય ચડાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાલક્ષ્મી આનાથી ખુશ થાય છે. આવી સ્થિતિમાં તમે ધનતેરસના પ્રસંગે આ ફળની ખીર બનાવી ભોગ અર્પણ કરી શકો છો. આ ફળની ખીર બનાવવી ખૂબ જ સરળ છે અને જો તમે પણ તેની રેસિપી જાણી લો તો ફટાફટ બનાવી ખાઇ શકો છો. તો જાણી લો કેવી રીતે બનાવાય સીતાફળની ખીર.
સીતાફળની ખીર બનાવવાની સામગ્રી
- સીતાફળ
- દૂધ
- મખાના
- કાજુ અને બદામ
- એલાઇચી
સીતાફળની ખીર બનાવવાની રેસિપી
- સીતાફળ ખીર બનાવવા માટે તમારે સીતાફળની છાલ ઉતારીને તેના બીજ કાઢીને પલ્પ કાઢી લો
- એક કડાઇમાં દૂધ રાખીને પકાવી લો.
- મખાના, કાજુ અને બદામને કાપીને સેકી લો.
- જ્યારે તે રંધાઇ જાય ત્યારે તેમાં ખાંડ અને એલાઇચી ઉમેરો.
- જ્યારે તે રંધાઇ જાય અને દૂધ ઘટ્ટ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
- તેમાં સીતાફળના પલ્પ ઉમેરો.
- બધાને મિક્સ કરીને ગેસ બંધ કરી દો.
- તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ફ્રિજમાં મૂકીને મહાલક્ષ્મીને ભોગ ચડાવો.
આ પણ વાંચો – માર્કેટમાં મળી રહ્યું છે નકલી અમૂલ ઘી, કંપનીએ જણાવ્યું કેવી રીતે કરવી ઓળખ
સીતાફળ સિવાય તમે મહાલક્ષ્મીને મખાના ખીર કે સૂકા મેવામાંથી બનેલી ખીર ચઢાવી શકો છો. આ માટે તમારે આ વસ્તુઓને કાપીને દૂધમાં રાંધવી પડશે અને પછી તેમાં એલાઇચી અને ખાંડ નાખવી પડશે. હવે તેને સારી રીતે રાંધો અને મહાલક્ષ્મીને અર્પણ કરો. આ મહાલક્ષ્મીને પ્રસન્ન કરશે અને તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે.