Diabetes and Skin Complications: ડાયબિટીસના દર્દીઓની ઇમ્યુનીટી નબળી થઇ જાય છે જેથી તેમને બીજી ઘણી બીમારીઓ થવાનું જોખમ પણ વધે છે. શુગરના દર્દીઓને બેક્ટેરિયા ખુબજ પ્રભાવિત કરે છે. ડાયબિટીસના દર્દીઓનું બ્લડ શુગર હાઈ થતા બોડીમાં તેના લક્ષણ દેખાવા લાગે છે. વારંવાર પેશાબ આવવો, વધારે તરસ લાગવી, ભૂખ વધારે લાગવી ઘા રુઝાતા સમય લાગવો, આંખોની રોશની ઓછી થવી વગેરે ડાયાબિટીસ વધવાના લક્ષણો છે.
ડાયાબિટીસના દર્દીઓનું શુગર વધતા સ્કિન પર એલર્જી અને ખજવાળની સમસ્યા ખુબજ થતી હોઈ છે. ડાયાબિટીસના દર્દીઓને ખજવાળ થતા ડાયાબિટીસ પોલીન્યુરોપેથીના લક્ષણ છે. ડાયાબિટીસ પોલીન્યુરોપેથી એક એવી સ્થિતિ છે જેના કારણે નર્વ ડેમેજ થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડમાં શુગર વધતા ન ખાલી ખજવાળની સમસ્યા થાય છે પરંતુ સ્કિનનો રંગ પણ બદલાય જાય છે. ડાયબિટીસના દર્દીઓમાં ખજવાળના ઘણા કારણ હોઈ શકે છે. આવો જાણીએ કે ડાયબિટીસના દર્દીઓને ખજવાળ જેવી સમસ્યા કેમ મુશ્કેલીઓ ઉભી કરે છે, જાણો ઉપચાર વિષે,
ડાયાબિટીસના દર્દીઓમાં ખજવાળનું કારણ
આયુર્વેદિક ડોક્ટર પ્રતાપ ચૌહાણ મુજબ ડાયાબિટીસના દર્દીઓમાં ખજવાળના કારણ ઘણા હોઈ શકે છે જેમ કે સોરાયસીસ અને એક્સઝીમા થવું, સ્કિનમાં ઇન્ફેકશન થવું, ડર્મોપૈથી, કિડની અને લીવર ફેઈલ થવી ડાયાબિટીસના દર્દીઓમાં ખજવાળના કારણ બને છે. ડાયાબિટીસના દર્દીઓમાં દવાઓની સાઈડ ઈફેક્ટ થવાને કારણે ખજવાળ આવી શકે છે. ડાયબિટીસના દર્દીઓએ ખજવાળને અવગણવી જોઈએ નહિ. ડ્રાય, ઈરિટેટેડ અને ઇચિંગ વાળી સ્કિનમાં ઇન્ફેકશનનું જોખમ વધારે રહે છે. તેથી તરત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો: શિયાળામાં આવતું આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે છે સુપરફૂડ, સુગરની સાથે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં અસરકારક
ડાયાબિટીસના દર્દીઓમાં ખજવાળ રોકવાના ઉપાય
- ડાયાબિટીસના દર્દીઓ ખજવાળની સમસ્યાથી પરેશાન છે તો બ્લડ શુગરને કંટ્રોલ કરવું જોઈએ. શુગર કંટ્રોલ રહેવાથી ખજવાળ પણ કંટ્રોલમાં રહે છે.
- શિયાળામાં ખુબજ ઠંડા પાણીથી નાહવું નહિ, ગરમ પાણી સ્કિનનું મોઈશ્ચર ઓછું કરી નાખે છે.
- ન્હાયા પછી સ્કિન પર લોશન જરૂરથી લગાવવું જોઈએ. યાદ રાખો કે ડાયાબિટીસના દર્દને પગની આંગળીઓ વચ્ચે લોશન જરૂર લગાવવું, જે પગની સ્કિનની ડ્રાયનેસ ઓછી કરે છે.
- ડાયબિટીસના દર્દી સ્કિન પર મોઇશ્ચરાઇઝર લગાવવા માટે પરફ્યુમ વાળા મોઇશ્ચરાઇઝરથી દૂર રહેવું નહીંતર સ્કિનમાં એલર્જીનું જોખમ વધી શકે છે.
- ડાયટમાં ઓઈલી અને મીઠા ફૂડ્સથી દૂર રહેવું. પાણી વધારે પીવું જોઈએ.
- પેટન રોગોને દૂર કરવા જોઈએ. દિવસમાં થોડું ગરમ પાણી પણ પીવું જોઈએ.
- લીમડાના પત્તા ખાલી પેટે ચાવીને ખાવાથી રાહત થાય છે.
- ડાયાબિટીસના દર્દી કારેલાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. શુગર કંટ્રોલ રહેશે અને બ્લડ માંથી ટોક્સિનનો પણ નિકાલ થશે.
- જો ખજવાળનો ઉપચાર ઘરમાં કરી રહ્યા હોઈ અને ખજવાળમાં 2 થી 3 દિવસમાં રાહત મળતી નથી તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ