Diabetes | ડાયાબિટીસ ધરાવતા લોકો પર હવામાન પરિવર્તનની કેવી અસર થાય?

ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલમાં અણધારી વધઘટથી લઈને શરીર ઇન્સ્યુલિન પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તેમાં ફેરફાર સુધી હવામાન પરિવર્તન ડાયાબિટીસ ધરાવતા લોકોને સીધી અસર કરી શકે છે.

Written by shivani chauhan
October 01, 2025 14:51 IST
Diabetes | ડાયાબિટીસ ધરાવતા લોકો પર હવામાન પરિવર્તનની કેવી અસર થાય?
how weather affect diabetic patients

Diabetes | હવામાન પરિવર્તન (Weather changes) ઘણા લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે. જ્યારે હવામાન બદલાય છે, ત્યારે મોટાભાગના લોકો તેમના એનર્જી લવેલ, ભૂખ અને મૂડમાં ફેરફાર અનુભવે છે. પરંતુ ડાયાબિટીસ (diabetes) ધરાવતા લોકો માટે આ ફેરફાર વધુ અનુભવી શકાય છે.

ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલમાં અણધારી વધઘટથી લઈને શરીર ઇન્સ્યુલિન પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તેમાં ફેરફાર સુધી હવામાન પરિવર્તન ડાયાબિટીસ ધરાવતા લોકોને સીધી અસર કરી શકે છે.

ડાયાબિટીસ અને હવામાન પરિવર્તન વચ્ચે કનેકશન

ઉનાળો હોય કે શિયાળો કે ચોમાસુ હોય તાપમાનની અસર થઇ શકે છે, હવામાનમાં થતા ફેરફાર વ્યક્તિ કેટલી સક્રિય છે, કેટલું પાણી પીવે છે અને દવાઓ કેટલી સારી રીતે કામ કરે છે તેના પર પણ અસર કરી શકે છે. ડિહાઇડ્રેશન, ઠંડા મહિનાઓમાં શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો અથવા જેવા પરિબળો લોહીમાં બ્લડ સુગરમાં વધઘટમાં ભૂમિકા ભજવી શકે છે.

હવામાનમાં થતા ફેરફારો પ્રત્યે શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તે સમજવાથી લોકોને આખા વર્ષ દરમિયાન તેમના સ્વાસ્થ્યને નિયંત્રિત રાખવા માટે વ્યવહારુ પગલાં લેવામાં મદદ મળી શકે છે. ડૉ. જગદીશ હિરેમથે IndianExpress.com ને જણાવ્યું કે, “તાપમાનમાં વધઘટ શરીર બ્લડ સુગરને કેવી રીતે નિયંત્રિત કરે છે તેના પર નોંધપાત્ર અસર કરી શકે છે. ગરમ હવામાનમાં ડિહાઇડ્રેશનની શક્યતા વધુ હોય છે, જેના કારણે બ્લડ સુગર લેવલમાં વધારો થઈ શકે છે. ગરમી ઇન્સ્યુલિનને વધુ ઝડપથી શોષી શકે છે, જો દવાઓ અથવા ડાયટમાં ફેરફાર ન કરવામાં આવે તો લો બ્લડ સુગરનું જોખમ વધી જાય છે.’

એક્સપર્ટનું કહેવું છે કે ઠંડુ તાપમાન રક્ત પરિભ્રમણ ઘટાડી શકે છે અને શરીરને ઇન્સ્યુલિન પ્રતિરોધક બનાવી શકે છે, જેનો અર્થ થાય છે કે ગ્લુકોઝનું સ્તર વધુ સરળતાથી વધે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ હવામાન બદલાતાની સાથે તેમના બ્લડ સુગરનું ટેસ્ટિંગ કરવામાં વધુ કાળજી લેવી જોઈએ.

ડૉ. હિરેમત કહે છે કે હાઇડ્રેટેડ રહેવું એ સૌથી મહત્વપૂર્ણ પગલાંઓમાંનું એક છે, કારણ કે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને તમારી કિડનીને કાર્ય કરવામાં મદદ મળે છે. ગરમ હવામાનમાં પૂરતું પાણી પીવું અને સુગરવાળા અથવા કેફીનવાળા પીણાં ટાળવાથી હાઈ બ્લડ પ્રેશર અટકાવવામાં મદદ મળી શકે છે.

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ઘરની અંદર પણ ચાલવાની આદત પાડો. મોસમી ખોરાક પણ મહત્વપૂર્ણ છે. શિયાળામાં ઉચ્ચ ફાઇબરવાળા શાકભાજી, ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફળો અને ગરમ ઘરે રાંધેલા ભોજન લોહીમાં ગ્લુકોઝને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. તેમણે યાદ અપાવ્યું કે ભોજનના સમય અને દવાના રૂટિનમાં સુસંગતતા બધી ઋતુઓમાં મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે ‘બ્લડ સુગરનું નિયમિતપણે ટેસ્ટિંગ કરવું, દવાઓ અને ઇન્સ્યુલિનને યોગ્ય તાપમાને સંગ્રહિત કરવું અને હવામાનને અનુરૂપ કપડાં પહેરવા મહત્વપૂર્ણ છે. મોસમી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવાથી જોખમો ઘટાડી શકાય છે.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ