Diabetes Health Tips : આજના સમયમાં મોટાભાગના લોકોનું જીવન બેઠાડું થઈ ગયુ છે. બેઠાડું જીવન અને બજારનો ખોરાક લેવાથી ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘણુ વધી જાય છે. શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવાના કારણે બ્લડ સુગર લેવલ વધી જાય છે. અને આ રીતે લાંબા સમય સુધી ડાયાબિટીસ રહેવાથી શરીરના વિવિધ અંગો પર પણ અસર થવા લાગે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ પોતાના ડાયેટમાં કેટલાક એવા ફળનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો આ છ પ્રકારના ફળનો તમારા ડેઈલી ડાયટમાં સમાવેશ કરવામાં આવે તો બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં આવી શકે છે.
જાંબુ
જાંબુ અથવા તો બ્લેક પ્લમ્બ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ છે. કારણ કે જાંબુમાં 82% પાણી અને 14 ટકા કાર્બોહાઇડ્રેટ રહેલું હોય છે. તેમાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જાંબુ શરીરમાં સુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી નાખે છે. આ ઉપરાંત શરીરમાં સુગરના લેવલમાં અચાનક થતા વધારાને પણ તે અટકાવે છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સુધરે છે.
સફરજન
સવારના સમયમાં રોજ એક સફરજન ખાવાથી ક્યારેય ડોક્ટર પાસે જવાની જરુર નહી પડે. કારણ કે સફરજનમાં એવા પોષક તત્વો રહેલા છે કે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે ટેબ્લેટ શુગર લેવલને ઝડપથી વધારતું નથી.
પપૈયુ
એક રિસર્ચ અનુસાર, ઉનાળા દરમિયાન પપૈયું ખાવું જોઈએ. પપૈયું શરીરમાં જે નુકસાન થાય છે તે અટકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ. પપૈયું લો કેલેરી વાળું ફળ છે જેના કારણે બ્લડ સુગર વધતું નથી અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
ડ્રેગન ફ્રુટ
ડ્રેગન ફ્રુટમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરની કોશિકાઓને થતું નુકસાન અટકે છે. ડ્રેગન ફ્રુટમાં સુગરનું પ્રમાણ અન્ય ફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવા યોગ્ય ફળ કહેવામાં આવે છે.
સંતરા
એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા સુપરફુડ માનવામાં આવે છે. સંતરા વિટામિન સી ફાઇબરથી ભરપૂર હોય છે. સંતરા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભ મળે છે.
કીવી
દરેક ફળોમાં કોઈના કોઈ ગુણ રહેલા જ હોય છે, કીવી હાઈફાઈબર યુક્ત ફળ માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. કીવી ઝડપથી ગ્લુકોઝમાં પરિવર્તિત થતી નથી. જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.





