Olive Oil For Diabetes : ડાયબિટીસને સાઇલેંટ કિલર માનવામાં આવે છે. કારણ કે ડાયબિટીસના દર્દીઓ માટે એક ભૂલ પણ ખતરનાક સાબિત થઇ શકે છે. આ બીમારીની ખરાબ અસર સીધી દર્દીના કિડની, હાર્ટ, આંખ અને શરીરના વિવિધ અંગો પર પડે છે. તેવામાં હાલમાં ડાયબિટીસનો કોઇ પ્રોપર ઇલાજ પણ નથી. જો કે આરોગ્ય નિષ્ણાતએ જીવનશૈલી હેલ્થી બદલાવ અને ખાણી-પીણીમાં ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને એક એવા તેલ અંગે જણાવવાના છીએ જે ડાયબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થશે.
ખરેખર તો ડાયબિટીસના બે પ્રકાર છે. ટાઇપ 1.જે અનુવાંશિક હોય છે અને ટાઇપ 2 જે ખરાબ જીવનશૈલી અને અનહેલ્થી ખોરાક જવાબ હોય છે. અનહેલ્થી ફૂડ અને શારીરિક નબળાઇને પગલે પૈંક્રિયાજ દ્વારા બહાર નીકળતા હાર્મોન ઇંસુલિનની માત્રાને ઓછું કરે છે. જેના લીધે પાચનતંત્ર અનિયમિત થઇ જાય છે. તેથી શુગર બ્લડમાં જમા થવા લાગે છે. આ સ્થિતિને ડાયબિટીસ કહેવાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ઓલિવ ઓઇલનું સેવન રાહત આપશે. ઓલવિ ઓઇલમાં ઘણા પોષક તત્વ અને એંટીઓક્સીડેંટ ગુણ સમાવિષ્ટ હોય છે, જે સ્વાસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. જો નિષ્ણાતની વાત પર વિશ્વાસ કરીએ તો ઓલિવ ઓઇલમાં ફાઇબર ભરપૂર માત્રમાં હોય છે. તેથી ફાયબર યુક્ત વસ્તુઓનું સેવન શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
આ સિવાય અમુક રિસર્ચમાં પણ એ વાતનો ખુલાસો થયો છે કે, ઓલિવ તેલમાં હાજર એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે, જે બ્લડ સુગરનું સ્તર ઘટાડી શકે છે. આ રીતે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Health Tips : ડાયાબિટીસના દર્દીઓ માટે છે આ ફળ લાભદાયી
ડાયાબિટીસ ઉપરાંત ઓલિવ ઓઇલ અન્ય ઘણી રીતે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જેમ કે, આ તેલમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ સોજાને ઉતારવામાં મદદ કરે છે. ઓલિવ ઓઈલમાં રહેલું વિટામિન E વધતી ઉંમર સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરીને ત્વચાને સ્વસ્થ રાખે છે. ઓલિવ ઓઈલથી સ્કેલ્પની માલિશ કરવાથી તમારા વાળની ચમક વધે છે. આ તેલ ફાટેલી એડીને મટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. ઓલિવ ઓઈલ કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક છે. આ બધા સિવાય આ તેલ સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે.





