Sadhguru Health Tips For Diabetes Blood Sugar Control : ડાયાબિટીસની બીમારીના ત્રણ પ્રકાર હોય છે. ટાઇપ-1, ટાઇપ-2 ડાયાબિટીસ અને સગર્ભાવસ્થા ડાયાબિટીસ (જસ્ટેશનલ ડાયાબિટીસ). ટાઇપ-1 ડાયાબિટીસ એ ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ છે જે જન્મથી જ હોય છે. જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસ ખરાબ ડાયટ અને લાઈફ સ્ટાઇલને કારણે થાય છે. ટાઈપ-2 ડાયાબિટીસમાં ઈન્સ્યુલિન લેવાની જરૂર પડે છે. ત્રીજું ડાયાબિટીસ સગર્ભાવસ્થા સમયનો ડાયાબિટીસ છે જે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં થાય છે અને ડિલિવરી પછી ઠીક થઈ જાય છે. ત્રણેય પ્રકારના ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ડાયટમાં નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ભોજરમાં ઓછા કાર્બોહાઇડ્રેટ અને ઓછી ચરબીવાળા ખોરાક લેવા જરૂરી છે.
સદગુરુની ડાયાબિટીસ દર્દી માટે ડાયટ ટીપ્સ (Sadhguru Diet Tips For Diabetes Patient)
આધ્યાત્મક ગુરુ અને હેલ્થ એક્સપર્ટ્સ સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે ડાયટમાં સૌથી પહેલા ખોરાકમાં અનાજમાં ફેરફાર કરો. બરછટ અનાજની રોટલી ખાઓ. બરછટ અનાજમાં રાગી ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે, જેના સેવનથી બ્લડ સુગરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

રાગીના સેવનથી બ્લડ શુગર વધવાનું જોખમ રહેશે નહીં. સદગુરુના જણાવ્યા મુજબ, રાગીમાંથી બનાવેલું ભોજન ખાવાથી, તમે કંઈપણ ખાધા વિના 8 કલાક આરામથી વિતાવી શકો છો. ચાલો જાણીએ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ક્યા ફૂડ અને તેમાં ફેરફાર કરવાની જરૂર છે.
ડાયાબિટીસ કન્ટ્રોલમાં રાખવા 30 મિનિટ ચાલવું
જે લોકોને હાઈ બ્લડ સુગર હોય તેમણે દરરોજ અડધો કલાક ચાલવું જોઈએ. તમે સામાન્ય રીતે 30 મિનિટ ચાલવાથી બ્લડ સુગરને સરળતાથી કન્ટ્રોલ કરી શકો છો.
સ્વસ્થ આહાર લો (Healthy Foods For Diabetes)
જો તમારે બ્લડ શુગરને કંટ્રોલ કરવી હોય તો સેચ્યુરેટેડ, ફેટી અને ખાંડવાળો ખોરાક લેવાનું ટાળો, ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે.

લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો
જે ડાયાબિટીસના દર્તદીઓ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ તો લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો. લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન હોય છે જે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પુરી કરે છે.
ડાયાબિટીસના દર્દીએ કેવા અનાજનું સેવન કરવું
જો તમે શુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ તો સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસ, ક્વિનોઆ, રેડ રાઈસ અને રાઈનું સેવન કરો. આ અનાજ લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે.
આ પણ વાંચો | પેટની ગંદકીને દૂર કરવાના 3 ઘરગથ્થુ ઉપાય, સદગુરુની આ હેલ્થ ટીપ્સથી તરત રાહત મળશે
કઠોળનું સેવન કરવાના ફાયદા (Puses Benefits)
બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે કઠોળનું સેવન કરો. કઠોળમાં, તમે કાળા રાજમાનું સેવન કરી શકો છો. રાજમામાં પ્લાન્ટ બેઝ પ્રોટીન હોય છે જેમાં મેગ્નેશિયમ, આયર્ન, પ્રોટીન અને પોટેશિયમ હોય છે. આ કઠોળનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.





