ડાયાબિટીસ કન્ટ્રોલ ટીપ્સ : બ્લુડ સુગરને કન્ટ્રોલ કરવાના 4 નેચરલ ઉપાયો, બીમારીમાં ઝડપથી મળશે રાહત

Diabetes control tips : ડાયાબિટીસ ગંભીર બીમારી બની રહી છે. એક રિસર્ચ અનુસાર પાણી બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં અસરકારક સાબિત થઇ શકે છે, તે ગ્લૂકોઝને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

Written by Ajay Saroya
June 11, 2023 15:30 IST
ડાયાબિટીસ કન્ટ્રોલ ટીપ્સ : બ્લુડ સુગરને કન્ટ્રોલ કરવાના 4 નેચરલ ઉપાયો, બીમારીમાં ઝડપથી મળશે રાહત
હાલ ભારતમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસની બીમારીથી પીડિત છે.

ડાયાબિટીસ એ એક બીમારીછે જે ત્યારે થાય છે જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અનિયંત્રિત રીતે વધે છે અથવા ઘટે છે. તાજેતરમાં ICMRના અભ્યાસમાં બહાર આવ્યું છે કે હાલમાં ભારતમાં 10 કરોડથી વધુ લોકો આ ગંભીર રોગની ઝપટમાં છે, જ્યારે લગભગ 14 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસ છે. દેશના 11.4 ટકા લોકો ડાયાબિટીસ અને 15.3 ટકા લોકો પ્રી-ડાયાબિટીક છે, દેખીતી રીતે આ આંકડાઓ ભયાનક છે. તો બીજી બાજુ વધુ ચિંતાનો વિષય એ છે કે હાલમાં કોઈની પાસે આ બીમારીની કોઇ ચોક્કસ સારવાર નથી. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે આ રોગ એકવાર થઈ જાય તો તે આજીવન રહે છે.

જો કે હેલ્થ એક્સપર્ટ્સના મતે લાઇફ સ્ટાઇલમાં કેટલાક ફેરફારો કરીને ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. નિષ્ણાતો ડાયાબિટીસની શરૂઆતના કારણમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ખરાબ લાઇફ સ્ટાઇલ, બિન આરોગ્યપ્રદ ખાણીપીણી, સ્થૂળતા વગેરે જેવા કેટલાક સામાન્ય પરિબળોને ગણાવે છે. આ આર્ટીકલમાં અમે તમને એવી 4 કુદરતી રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે કોઈપણ દવા વિના હંમેશા બ્લડ સુગરને નિયંત્રણમાં રાખી શકો છો.

દરરોજ કસરત કરો:

હેડલાઇનની રિપોર્ટ અનુસાર, એક સ્ટીડમાં એક વાતનો ખુલાસો થયો છે કે, કસરત કે યોગ કરવાથી ડાયાબિટીસની સમસ્યાને ઘણા અંશે કન્ટ્રલમાં કરી શકાય છે. સ્ટડી અનુસાર જો તમે ખાસ કરીને બપોરના સમયે કસરત કરો છો તો તે તમારા શરીર માટે વધારે ફાયદાકારક સાબિત થસે. નિયમિત કરવામાં આવતી કસરત ઇન્સ્યુલિન પ્રતિકાર સામે લડતી વખતે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે. ઉપરાંત પુખ્યત વયના લોકોમાં બપોરે અથવા સાંજે કરવામાં આવતી વર્કઆઉટ ઇન્સ્યુલિન પ્રતિકારને 25 ટકા સુધી ઘટાડવાનું કામ કરી શકે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ અભ્યાસ ડાયાબિટોલોજિયા જર્નલમાં પ્રકાશિત થયો છે, જેમાં 45 થી 65 વર્ષની વયના લગભગ 70,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

પાણી પીવાની આદત પર ધ્યાન આપો:

તમને જાણીને નવાઈ લાગશે કે તમારી પાણી પીવાની આદત પણ ડાયાબિટીસ પર સીધી અસર કરે છે. કેટલાક અભ્યાસોએ દાવો કર્યો છે કે પાણી બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જ્યારે ડાયાબિટીસના દર્દીઓને વધુ પ્રવાહીની જરૂર હોય છે, પાણી લોહીમાંથી વધારાનું ગ્લુકોઝ બહાર કાઢવામાં મદદ કરે છે. ગ્લોબલ ડાયાબિટીસ કોમ્યુનિટી વેબસાઈટ અનુસાર, પાણીમાં કાર્બોહાઈડ્રેટ્સ અથવા કેલરી હોતી નથી, તેથી જ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પુષ્કળ પાણી પીવું ફાયદાકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

ઊંઘ સાથે બિલકુલ સમાધાન ન કરો:

બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવા માટે રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘની ઉણપ માત્ર બ્લડ સુગરને અસર કરતી નથી, તે સ્થૂળતામાં પણ વધારો કરે છે. ઉપરાંત આ બંને સ્થિતિ ડાયાબિટીસના દર્દીઓ માટે ખરાબ છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન આવે તો તણાવ વધવા લાગે છે, જેના કારણે બ્લડ શુગરનું લેવલ વધી જાય છે. સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે સુગર લેવલ વધવાથી રોગોનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે રાત્રે 7-8 કલાકની ઉંઘ જરૂરી હોવાનું કહેવાય છે.

વિટામીન ડીની ઉણપથી બ્લડ સુગરનું જોખમ:

વિટામીન ડી એક જરૂરી પોષક તત્વ છે જે શરીરને મજબૂત બનાવે છે, હાંકડાના નિર્માણ સહિત અન્ય મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે આવશ્યક છે. ઉપરાંત કેટલાંક સંશોધનોમાં એવો ખુલાસો થયો છે કે, વિટામીન-ડી ગ્લૂકોઝ ટોલરેંસમાં સુધારો કરે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ઘટાડવામાં મદદ કરે છે. એવામાં વધી રહેલા બ્લડ સુગરને કન્ટ્રોલ કરવા માટે શરીરમાં વિટામીન ડી હોવું જરૂરી છે. વિટામીન ડી માટે તમે મોસંમી, સંતરા, ફિશ અને મશરૂમ જેવી ચીજોને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ