ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ટિપ્સ, લાઇફસ્ટાઇલમાં આટલા ફેરફાર કરો સુગર કંટ્રોલમાં રહેશે

ડાયાબિટીસ (diabetes) ધરાવતા લોકોએ સમસ્યાને રોકવા અને તેનું સંચાલન કરવા માટે તેમના HbA1c લેવલને ઝડપથી ઘટાડવાની જરૂર છે. હાઈ HbA1c એ બ્લડ સુગર નિયંત્રણમાં ખામી દર્શાવે છે.

Written by shivani chauhan
June 06, 2025 07:00 IST
ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ટિપ્સ, લાઇફસ્ટાઇલમાં આટલા ફેરફાર કરો સુગર કંટ્રોલમાં રહેશે
ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ટિપ્સ, લાઇફસ્ટાઇલમાં આટલા ફેરફાર કરો સુગર કંટ્રોલમાં રહેશે

Diabetes Control Tips | હેલ્થ એક્સપર્ટ કહે છે, ‘મારા એક દર્દીનું HbA1c (ત્રણ મહિના દરમિયાન સરેરાશ બ્લડ સુગર લેવલ) 8.5 ટકા હતું. આનો અર્થ એ થયો કે તે સમયગાળા દરમિયાન તેની બ્લડ સુગર અસામાન્ય રીતે વધારે હતી. પરંતુ તેણે કેટલાક સ્માર્ટ ફેરફારો કર્યા અને ત્રણ મહિના પછી તેમાં બે ટકાનો ઘટાડો કર્યો હતો. સામાન્ય રીતે 5.7 ટકા હોવી જોઈએ, પરંતુ તેના કિસ્સામાં 6.5 ટકા સુધીનો ઘટાડો પણ સુધારો હતો.

ડાયાબિટીસ (diabetes) ધરાવતા લોકોએ સમસ્યાને રોકવા અને તેનું સંચાલન કરવા માટે તેમના HbA1c લેવલને ઝડપથી ઘટાડવાની જરૂર છે. હાઈ HbA1c એ બ્લડ સુગર નિયંત્રણમાં ખામી દર્શાવે છે, જે ચેતાને નુકસાન, આંખને નુકસાન અને હૃદય રોગ તરફ દોરી શકે છે. પરંતુ સારા ન્યુઝ એ છે કે તમે તેને સતત ઘટાડવા માટે હમણાં જ સ્માર્ટ ફેરફારો કરવાનું શરૂ કરી શકો છો.

ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ટિપ્સ (Diabetes Control Tips)

ડાયાબિટીસ કંટ્રોલ કરવા નાના ફેરફાર, જરૂરી પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરો જે મોટો ફરક લાવશે. પહેલા તો તમારો ડાયટ પ્લાન, જો દર્દીને ઘણા બધા ભાત ખાવાની ખરાબ આદત હોય અને જો ક્યારેક ભૂખ્યા રહે તો ફેરફાર થઇ શકે છે, સફેદ ભાત જેવા ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાક બ્લડ સુગરના સ્તરને વધારી શકે છે. અને ભોજન છોડી દેવાથી બ્લડ સુગર ઓછી થઈ શકે છે, તમારા બ્લડ સુગર લેવલને ઘટાડવા માટે પહેલા અઠવાડિયા દરમિયાન તમે આ ટિપ્સ અપનાવી શકો છો.

  • થોડા થોડા બ્રાઉન રાઈસ અથવા મિલેટ ખાવાનું શરૂ કરો.
  • તમારા ડાયટમાં વધુ ફાઇબર ઉમેરો, જેમ કે, સલાડ, શાકભાજી અને ફણગાવેલા કઠોળ
  • સુગરના વધઘટને ટાળવા માટે દર 3-4 કલાકે ખાઓ.
  • અભ્યાસો દર્શાવે છે કે એવા ખોરાકનો સમાવેશ કરો જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે,
  • બ્રોકોલી, કોળું, બદામ, કોળાના બીજ, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, ઓટ્સ, કઠોળ, બેરી, એવોકાડો, માછલી અને ઈંડા ઉમેરો.
  • સુગર વાળા પીણાં અને પ્રોસેસ્ડ નાસ્તા ટાળો. જો તમને નાસ્તો કરવાની ઈચ્છા થાય, તો તમારા જમવાના સમય સુધી રાહ જુઓ અને એવોકાડો, બદામ અથવા બીજ જેવા સંતોષકારક, સ્વસ્થ ચરબી ઉમેરો.
  • અમુક ખોરાક તમારા બ્લડ સુગરને કેવી રીતે અસર કરે છે તે જોવા માટે, ભોજન પહેલાં અને બે કલાક પછી તમારા બ્લડ સુગરનું ટેસ્ટ કરો.
  • કસરત : તમારા શરીરને હલનચલન કરવાથી તમારા સ્નાયુઓ સુગરનો ઉપયોગ કરવામાં મદદ મળે છે. તેથી દિવસમાં 45 મિનિટ ઝડપી ચાલવાનું લક્ષ્ય રાખો. જો તમે પહેલાથી જ ચાલો છો, તો દરેક ભોજન પછી 10 મિનિટ ઉમેરો, આ ભોજન પછી સુગરના વધારાને ઘટાડે છે. તમે સીડી ચઢવાનો, ડાન્સ કરવાનો અથવા ઘરની અંદર યોગ પણ કરી શકો છો.
  • તણાવ અને ઊંઘની ઉણપ : તણાવ અને ઓછી ઊંઘ બંને તમારા બ્લડ સુગરને વધારી શકે છે. દરરોજ રાત્રે એક જ સમયે સૂવાનો પ્રયાસ કરો, લગભગ આઠ કલાકની ઊંઘ લેવાનું લક્ષ્ય રાખો, સાંજે ઊંડા શ્વાસ લો અથવા ધ્યાન કરો અને સૂતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ સુધી સ્ક્રીનથી દૂર રહો.

ડાયાબિટીસમાં વરદાનરૂપ તમારા રસોડામાં હાજર આ મસાલા

લાંબા સમય સુધી બેસી રહેવાનું ટાળો

દર કલાકે 2 મિનિટ ઉભા રહેવું, સ્ટ્રેચ કરો અથવા ચાલવા માટે એક રીમાઇન્ડર સેટ કરો. થોડી હલનચલન પણ બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.

શું દવાઓ બદલવાની જરૂર લાગે છે?

તમારા ડૉક્ટર સાથે વાત કર્યા વિના ક્યારેય તમારી દવાઓ બદલશો નહીં. પરંતુ સમયસર લો, એક પણ દવા છોડ્યા વિના. તેનાથી મોટો ફરક પડે છે. HbA1c રાતોરાત ઘટશે નહીં, પરંતુ અઠવાડિયાના પ્રયત્નો ફરક લાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ