/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/diet-for-Diabetes-1.jpg)
ડાયાબિટીસમાં આશીર્વાદરૂપ લીલા પાન,બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે, એક્સપર્ટ શું કહે છે?
ડાયાબિટીસ (Diabetes) આજના સમયમાં એક સામાન્ય પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આ રોગમાં, શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ ઘટી જાય છે અથવા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે, પરંતુ શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આ બંને સ્થિતિમાં બ્લડ સુગર લેવલ વધવા લાગે છે, જેના કારણે પીડિતને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ડાયબિટીસના દર્દીઓ જો હેલ્ધી લાઇફસ્ટાઇલ અને આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી, તે કુદરતી રીતે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. અહીં જાણો કેવી રીતે?
ડાયાબિટીસ માટે આહાર (Diet for Diabetes)
ડાયાબિટીસ પર હકીકતમાં તાજેતરમાં યોગ ગુરુ હંસા યોગેન્દ્ર, જે ડૉ. હંસાજી યોગેન્દ્ર તરીકે પ્રખ્યાત છે, તેમણે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કેટલાક ખાસ પાંદડાઓનો ઉલ્લેખ કર્યો છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરીને ડાયાબિટીસના દર્દીઓને ફાયદો પહોંચાડી શકે છે.
આ માટે એક્સપર્ટે મીઠો લીમડો ખાવાની સલાહ આપે છે. યોગગુરુ કહે છે કે, લગભગ દરેક ભારતીય રસોડામાં મીઠો લીમડો જોવા મળે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત, આ લીલા પાનના બીજા ઘણા ફાયદા છે. આમાંથી એક છે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવું.
ડાયાબિટીસમાં મીઠો લીમડો ખાવાના ફાયદા
આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. હંસાજી કહે છે, 'મીઠા લીમડાના પાન ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. આ રીતે, આ લીલા પાનનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બની શકે છે.
આ પણ વાંચો: ડ્રાયફ્રૂટ્સ કેટલા અને ક્યારે ખાવાથી વધુ ફાયદા થશે?
હંસાજી ઉપરાંત કેટલાક અન્ય આરોગ્ય અહેવાલોના પરિણામો પણ દર્શાવે છે કે કરી પત્તા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. ફાઇબર ખોરાકના પાચનની પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે લોહીમાં સુગર લેવલ તરત જ વધતું નથી.
આ ઉપરાંત એક સંશોધન (જર્નલ ડાયાફાર્માઝીમાં પ્રકાશિત) મુજબ, મીઠા લીમડાના પાનમાં એન્ટિ-હાઇપરગ્લાયકેમિક ગુણધર્મો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
કેવી રીતે સેવન કરવું?
આ માટે10 થી 12 મીઠા લીમડાના પાન લો અને તેને સારી રીતે ધોઈને સાફ કરો. તમે દરરોજ સવારે ખાલી પેટે આ પાંદડાઓનું સેવન કરી શકો છો. આ ઉપરાંત, તમે તમારા રોજિંદા આહારમાં મીઠા લીમડાના પાનનો પણ સમાવેશ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us