/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Diabetes-Diet-moong-dal-health-tips-1.jpg)
Diabetes Diet : ડાયાબિટીસના દર્દીઓએ મગની દાળનું સેવન આ કારણોથી કરવું જોઈએ, જાણો
Diabetes Diet : આપણા ખોરાકમાં કઠોળનું આગવું મહત્વ છે. કઠોળ (Beans) ખૂબ જ પૌષ્ટિક અને ડાયાબિટીસ (Diabetes) વાળા લોકો માટે ફાયદાકારક છે. જ્યારે કાર્બોહાઇડ્રેટ્સ સરળતાથી શરીર દ્વારા શોષાય છે, ત્યારે લોહીમાં બ્લડ સુગર ધીમે ધીમે વધે છે, પરંતુ કઠોળમાં રહેલ ફાઈબર કાર્બોહાઈડ્રેટ્સના શોષણને ધીમું કરે છે અને આમ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કઠોળ પ્રોટીનથી સમૃદ્ધ છે, જે સ્નાયુઓને મજબૂત કરવા માટે જરૂરી છે. જો તમે શાકાહારી છો, તો આ એક ઉત્તમ સ્ત્રોત છે. માંસાહારી લોકો પણ એક ઉત્તમ વિકલ્પ તરીકે કઠોળનું સેવન કરી શકે છે. કઠોળમાં સામાન્ય રીતે ચરબી ઓછી હોય છે અને તમારું વેઇટ કંટ્રોલમાં રાખે છે. સૌથી શ્રેષ્ઠ, ત્રણ ચમચી કઠોળ (70 ગ્રામ) શાકભાજી અને ફળો જેટલા જ પોષક તત્વો પ્રદાન કરે છે. એવા દિવસોમાં જ્યારે તમે ફળો અથવા શાકભાજીનું સેવન ન કર્યું હોય તો તમે કઠોળનું સેવન કર્યું હોય તો પણ ચાલે! એપોલો હોસ્પિટલના ચીફ ન્યુટ્રિશનિસ્ટ ડો. પ્રિયંકા રોહતગીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા વિગતવાર માહિતી આપી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Diabetes-Diet-moong-dal-health-tips.jpg)
આ પણ વાંચો: World Leprosy Day: વર્લ્ડ લેપ્રસી ડે, રક્તપિત્ત બદનામ છે એટલો ચેપી નથી, જાણો બધું
ડાયટમાં કેમ કઠોળનો સમાવેશ કરવો જોઈએ?
ડૉ. પ્રિયંકા રોહતગી કહે છે, “મગદાળનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. આ પલ્સનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 38 છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સથી એ નક્કી કરવામાં આવે છે કે ખોરાક આપણા બ્લડ સુગર લેવલને કેટલી ઝડપથી અસર કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે 55 કરતા ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ સારો માનવામાં આવે છે. ચણામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આ કઠોળ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. 2015ના અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે મગદાળના બિસ્કિટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મગની દાળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, પ્રોટીન અને મિનરલ્સ હોય છે. આ દાળમાં રહેલું આયર્ન ડાયાબિટીસવાળા લોકોમાં એનિમિયાને અટકાવે છે.”
આ પણ વાંચો: Reverse Walking : રિવર્સ વોકિંગ કરવાનો ક્યારેય તમે પ્રયત્ન કર્યો છે? આ પ્રેક્ટિસથી થાય આટલા ફાયદા
હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, “મગનીદાળને રાંધવામાં વધુ સમય લાગતો નથી. મગની દાળ ખાધા પછી ભૂખ કંટ્રોલમાં રાખે છે. રસોઈની પદ્ધતિ કઠોળના ગ્લાયકેમિક ઇન્ડેક્સને અસર કરે છે, પરંતુ રાંધ્યા પછી પણ તેમાં ઘણા બધા શોષક તત્વો હોય છે.”આપણે ઘણીવાર આપણા આહારમાં એકજ કઠોળનો સમાવેશ કરીએ છીએ, પરંતુ તમે કઠોળને અલગ અલગ રીતે સામેલ કરી શકો છો. દાળને ઉકાળીને ખાઈ શકો છો. તે સિવાય તમે મગની દાળને સલાડમાં ઉમેરી શકો છો અને તે તમારા આહારમાં લઈ શકો છો.લાઇફસ્ટાઇલના અન્ય પરિબળો સાથે ડાયટના પોષક ઘટકોને ધ્યાનમાં લેતા, મગની દાળ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ બની શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us