Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દી માટે આ 5 ફળ ઝેર સમાન, ખાધા બાદ ઝડપથી બ્લડ શુગર લેવલ વધશે

There Five Fruits Increase Blood Sugar Level : ડાયાબિટીસ દર્દી માટે આહારનું સેવન કરવામાં કાળજી રાખવી જરૂરી છે. ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ ડાયાબિટીસ દર્દીએ સાવધાની રાખવી જોઇએ. અમુક ફળો ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે.

Written by Ajay Saroya
August 22, 2025 12:36 IST
Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દી માટે આ 5 ફળ ઝેર સમાન, ખાધા બાદ ઝડપથી બ્લડ શુગર લેવલ વધશે
Diabetes Diet Tips : ડાયાબિટીસ દર્દીએ આહારનું સેવન કરવામાં કાળજી રાખવી જરૂરી છે. (Photo: Freepik)

These Five Fruits Increase Blood Sugar Level : ડાયાબિટીસ દર્દી માટે આહારનું સેવન કરવામાં કાળજી રાખવી જરૂરી છે. બ્લડ સુગર લેવલ વધવાથી ડાયાબિટીસની બીમારી થાય છે. ઘણા લોકો એવું માને છે કે, માત્ર અનાજમાં જ નેચરલ શુગર હોય છે. જો કે આ ધારણા તદ્દન ભૂલ ભરેલી છે. હકીકતમાં ફળોમાં પણ નેચરલ શુગર હોય છે. આ નેચરલ શુગર શરીર માટે હાનિકરાક નથી હોતી, જો કે ડાયાબિટીસ દર્દીએ તેનું સેવન કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. કારણ કે, આવા ફળોનું સેવન કર્યા બાદ બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહે છે. તો ચાલો જાયીએ ડાયાબિટીસ દર્દીએ ક્યા ફળો ખાવાનું ટાળવું જોઇએ, અથવા મર્યાદિત સેવન કરવું જોઇએ.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ફળો સ્વાસ્થ્ય માટે હંમેશા સારા હોય છે અને દરેક વ્યક્તિ વિચાર્યા વગર ફળ ખાય છે, પરંતુ કેટલાક એવા ફળ છે જે ડાયાબિટીસ દર્દીઓ માટે ઝેર જેવા સાબિત થઈ શકે છે. આ ફળોમાં હાજર નેચરલ શુગર અને ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ અમુક પ્રકારના ફળોના સેવનથી દૂર રહેવું જોઈએ, કારણ કે કેટલાક ફળોમાં શર્કરા અને ફ્રુક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે, જે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારી શકે છે. કપિલ ત્યાગી આયુર્વેદ ક્લિનિકના ડાયરેક્ટર કપિલ ત્યાગીએ જણાવ્યું હતું કે, ડાયાબિટી દર્દીએ ક્યા ફળો ખાવાનું ટાળવું જોઇએ.

કેરી અને કેરીનો રસ

કેરી મીઠી અને સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેમાં નેચરલ શુગર એટલે કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝની માત્રા વધુ હોય છે. મધ્યમ કદની કેરીમાં લગભગ 25-30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે. આ ઉપરાંત કેરીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઇ 51-60 છે. ખાસ કરીને જ્યારે અન્ય ખોરાક સાથે ખાવામાં આવે ત્યારે કેરીનું વધુ પડતું સેવન કરવાથી ગ્લાયકેમિક લોડ (જીએલ) વધે છે, જે ડાયાબિટીસ દર્દી માટે હાનિકારક હોઈ શકે છે.

કેળા

ડાયાબિટીસ દર્દી એ કેળાનું સેવન ટાળવું જોઈએ, કારણ કે કેળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. મધ્યમ કદના કેળામાં 20-25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. કાચા કેળાનું GI ઓછું હોય છે, જ્યારે પાકા કેળાનું GI ઊંચું હોય છે, જે બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે છે.

સીતાફળ

ડાયાબિટીસ દર્દીએ સીતાફળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. સીતાફળનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 54 થી 56 આસપાસ હોય છે. આ ઉપરાંત 100 ગ્રામ કસ્ટર્ડ સફરજનમાં લગભગ 25-30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમાં નેચરલ શુગર એટલે કે ફ્રુક્ટોઝ મુખ્ય ભૂમિકા ભજવે છે. જો કે કસ્ટર્ડ સફરજનનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. વધુ પડતા સીતાફળ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.

દ્રાક્ષ

દ્રાક્ષમાં નેચરલ શુગરની માત્રા પણ ખૂબ વધારે હોય છે. એક કપ દ્રાક્ષમાં લગભગ 23 ગ્રામ નેચરલ શુગર હોય છે, તેથી દ્રાક્ષ ખાતા પહેલા ડાયાબિટીસ દર્દીઓએ વિચારવું જોઈએ. દ્રાક્ષનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 46-59ની નજીક છે. તેમાંથી વધુ પડતું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે.

અનાનસ / પાઇનેપલ

અનાનસ નેચરલ શુગર અને કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ છે. એક કપ અનાનસમાં લગભગ 22 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જોકે તેનું GI મૂલ્ય 59-66 આસપાસ હોય છે, પરંતુ જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે ઝડપથી બ્લડ શુગર લેવલમાં વધારો થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ