Diabetes Health Liver BreakFast : ડાયાબિટીસ દર્દીઓમાં ફેટી લિવરનો વધુ ખતરો, નાસ્તામાં આ ત્રણ વસ્તુ સામેલ કરો, ચરબી થઇ જશે ગાયબ

ખરાબ ડાયટ સ્વાસ્થને બગાડે છે. આવી સ્થિતિમાં લીવરનું ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય છે. ત્યારે લીવરના સ્વાસ્થ માટે તમારે શું કરવું જોઇએ તે અંગે આ અહેવાલમાં વાંચો.

ખરાબ ડાયટ સ્વાસ્થને બગાડે છે. આવી સ્થિતિમાં લીવરનું ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય છે. ત્યારે લીવરના સ્વાસ્થ માટે તમારે શું કરવું જોઇએ તે અંગે આ અહેવાલમાં વાંચો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Diabetes| Diabetes Healthy Liver BreakFast| Diabetes Diet Plan| Health tips

ડાયાબિટીસ દર્દીઓમાં ફેટી લિવરનો વધુ ખતરો, નાસ્તામાં આ ત્રણ વસ્તુ સામેલ કરો, ચરબી થઇ જશે ગાયબ

Diabetes Healthy Liver Plan : માનવ શરીરનું મહત્વનું અંગ લીવર જે પાચનતંત્રને દુરસ્ત, શરીરને ચેપમુક્ત, ટોક્સિનનો નિકાલ, ફેટને ઓછું કરવું, બ્લડ શુગરને લેવલમાં લાવવું, કાર્બોહાઇડ્રેટને સ્ટોર કરવા સહિત પ્રોટીનને સંગ્રહ કરવામાં મદદરૂપ કરે છે. ખરાબ ડાયટ સ્વાસ્થને બગાડે છે. આવી સ્થિતિમાં લીવરનું ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય છે. ત્યારે લીવરના સ્વાસ્થ માટે તમારે શું કરવું જોઇએ તે અંગે આ અહેવાલમાં વાંચો.

Advertisment

ખરાબ આહાર અને જીવનશૈલી આપણા લીવરના સ્વાસ્થ્ય પર પડે છે. નિષ્ણાતોના મતે, ફેટી લીવર રોગ એટલો સામાન્ય બની ગયો છે કે દરેકને ગ્રેડ-1 અને ગ્રેડ-2 ફેટી લિવર છે. ડાયાબિટીસ કોચ અને ફિટનેસ ન્યૂટ્રિશન સ્પેશિયાલિસ્ટ ડો. અનુપમ ઘોષે જણાવ્યું હતું કે, તે જે ડાયાબિટીસના દર્દીઓ જુએ છે તેઓને ચોક્કસપણે ફેટી લિવરની બીમારી હોય છે.

હવે પ્રશ્ન એ છે કે, શું ફેટ ખાવાથી લીવર ફેટી બને છે. નિષ્ણાતોના મતે ફેટી લિવરની બીમારી હેલ્ધી ફેટથી નહીં પણ ટ્રાન્સફેટ ખાવાથી થાય છે. આપણા આહારમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે મોટાભાગના લોકોનું લીવર ફેટી થઈ રહ્યું છે.

જો તમે તમારા સવારના નાસ્તામાં સુધારો કરો તો તમે ગ્રેડ-1 અને ગ્રેડ-2 ફેટી લિવરનો ઈલાજ કરી શકો છો. ફેટી લિવરની સમસ્યા ખોરાકમાં ચરબીના વપરાશને કારણે નથી પરંતુ કાર્બોહાઈડ્રેટના વધુ પડતા સેવનને કારણે થાય છે. જો લીવરને સ્વસ્થ ન રાખવામાં આવે તો મેટાબોલિક ડિસઓર્ડર થઈ શકે છે. ચાલો જાણીએ કે લીવરને સ્વસ્થ રાખવા માટે સવારના નાસ્તામાં શું ખાવું જોઇએ?

Advertisment

લીવરને સ્વસ્થ રાખવા માટે સવારના નાસ્તામાં બે ઈંડા ખાઓ.

તમારે ઈંડાનું સેવન તેની જર્દી સાથે કરવું જોઈએ. તમે ઇંડા ઉકાળી શકો છો, ઓમેલેટ બનાવી શકો છો અથવા તેને હાફ ફ્રાય કરી શકો છો. જર્દી સાથે ઈંડાનું સેવન કરવાથી શરીરને એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે, જે લીવરનું રક્ષણ કરે છે અને સાફ પણ કરે છે.

ઈંડાના સેવનથી શરીરને આવશ્યક એમિનો એસિડ મળે છે. ઇંડા એક એવો ખોરાક છે. જેમાં શરીર માટે જરૂરી તમામ એમિનો એસિડ હોય છે. દરરોજ બે ઈંડાનું સેવન કરવાથી તમે તમારા લીવરને મજબૂત અને સ્વસ્થ બનાવી શકો છો. ઇંડા એક સુપરફૂડ છે જેમાં હેલ્ધી ફેટ હોય છે જે લીવર માટે ફાયદાકારક છે.

નાસ્તામાં બદામનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે અને લીવરને પણ સ્વસ્થ રાખે છે. બદામનું સેવન કરવાથી ફેટી લિવર સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

બદામમાં સમાવિષ્ટ પોષક તત્વોમાં ભરપૂર ફાઈબર પ્રોટીન, વિટામિન E, કોપર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે. બદામમાં વિટામિન E , જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે વિટામિન E લીવરને ડિટોક્સીફાઈ કરવામાં અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લિવર ફેટી લિવર સામે રક્ષણ આપવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

આ પણ વાંચો : Fake Almonds: બદામ અસલી છે કે નકલી? આવી રીતે ચેક કરો; શિયાળામાં ડ્રાયફૂટ્સ ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

નાસ્તામાં કોફીનું સેવન કરવાથી લીવરનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. નાસ્તામાં બુલેટપ્રૂફ કોફીનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે અને ફેટી લીવરથી પણ છુટકારો મળે છે. જો તમે ફેટી લિવરને રિવર્સ કરવા માંગો છો, તો તમારે કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરવું પડશે અને તંદુરસ્ત ચરબીનું સેવન વધારવું પડશે. ટ્રાન્સફેટ ટાળો, તમારું લીવર સ્વસ્થ રહેશે.

ગુજરાતી ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ