ડાયાબિટીસના દર્દીઓ દિવાળી પર આ મીઠાઈઓ ખાઈ શકે છે, લીસ્ટ

Diabetes patient Diet Diwali : ડાયાબિટીસના દર્દીઓએ દિવાળીના તહેવાર (Diwali Festival) માં ખાવા-પીવાની બાબતમાં ખુબ કન્ટ્રોલ કરવો પડે છે. તો તમને જણાવીએ કે, ડાયાબિટીસ દર્દીઓ કઈ મિઠાઈઓ (Sweets) સેવન કરી શકે છે.

Diabetes patient Diet Diwali : ડાયાબિટીસના દર્દીઓએ દિવાળીના તહેવાર (Diwali Festival) માં ખાવા-પીવાની બાબતમાં ખુબ કન્ટ્રોલ કરવો પડે છે. તો તમને જણાવીએ કે, ડાયાબિટીસ દર્દીઓ કઈ મિઠાઈઓ (Sweets) સેવન કરી શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

ડાયાબિટીસના દર્દીઓએ દિવાળીમાં કઈ મિઠાઈ ખાવી જોઈએ

Diabetes patient Diet Diwali : દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી છે. તહેવાર નિમિત્તે મીઠાઈઓ (Sweets) અને વાનગીઓ (Recipes) લોકો મનમુકીને આરોગતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આવા તહેવાર દરમિયાન ખાણી-પીણીનો ત્યાગ કરવો મુશ્કેલ બની જાય છે. આ પ્રસંગે ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ખાવાની સૌથી વધુ તલપ લાગે છે. દિવાળી પર મીઠાઈ ખાવાથી હાઈ બ્લડ સુગરનું જોખમ વધી જાય છે. તહેવારના અવસરે ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગરને કંટ્રોલ કરવા ઈચ્છે છે તો આવી મીઠાઈઓનું સેવન કરો જે મીઠાઈ ખાવાની લાલચને કાબૂમાં રાખે છે અને લોહીમાં સુગરના સ્તરને પણ નિયંત્રિત કરે છે.

Advertisment

જો ડાયાબિટીસના દર્દીઓ તહેવાર પર વધુ મીઠાઈનું સેવન કરે તો અચાનક લોહીમાં શુગરનું સ્તર 300 સુધી પહોંચી જાય છે. સુગરમાં વધારો થવાથી વારંવાર પેશાબ, ઉલટી અને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, તહેવારના અવસર પર ડાયાબિટીસના દર્દીઓએ કઈ મીઠાઈઓનું સેવન કરવું જોઈએ જેથી કરીને લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે.

અંજીરની બરફી ખાઓ, સુગર રહેશે નિયંત્રણમાં

ડાયાબિટીસના દર્દીઓ દિવાળીના અવસર પર અંજીરની મીઠાઈનું સેવન કરી શકે છે. અંજીરની મીઠાઈ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ઘણી અસરકારક સાબિત થાય છે. અંજીરમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામીન એ, બી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે.

અંજીરમાંથી બનતી બરફી સુગરના દર્દીઓની તલપને નિયંત્રિત કરશે અને લોહીમાં સુગરનું સ્તર પણ નિયંત્રિત રહેશે. તમે ઘરે પણ અંજીરની મીઠાઈ બનાવી શકો છો અથવા તમે તેને બજારમાંથી પણ ખરીદી શકો છો. અંજીર સ્વાદમાં મીઠા હોય છે જે ખાંડની તૃષ્ણાને સંતોષે છે. અંજીરનું કુદરતી ગળપણ લોહીમાં સુગરને વધવા દેતું નથી.

Advertisment

મખાનાની ખીર બ્લડ સુગરને કંટ્રોલમાં રાખશે

મખાના એક એવું ડ્રાય ફ્રુટ છે જેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. મખાનામાં સારી માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે, જે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓ દિવાળી પર મખાનાની ખીર ખાવાથી, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. તમે ઘરે સરળતાથી મખાનાની ખીર બનાવી શકો છો. મખાનાને દૂધમાં નાખીને મિક્સરમાં પીસી લો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ગેસ પર પકાવો. હવે તેમાં બદામ, કાજુ, અખરોટ અને કિસમિસ ઉમેરીને ઠંડું થયા પછી ખાઓ.

બજારમાં મળતા શુગર ફ્રી લાડુ ખરીદો

ડાયાબિટીસના દર્દીઓ દિવાળી પર મીઠાઈ ખાવાની તૃષ્ણાને નિયંત્રિત કરવા માટે સુગર ફ્રી લાડુનું સેવન કરી શકે છે. સુગર ફ્રી લાડુનું સેવન મર્યાદિત કરો, મીઠાઈ ખાવાની તમારી તૃષ્ણા નિયંત્રણમાં રહેશે અને લોહીમાં સુગરનું સ્તર પણ નિયંત્રિત રહેશે.

આ પણ વાંચો -

ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈ ખાધા પછી આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

શુગર લેવલ ચેક કરતા રહો અને ડાયાબિટીસની દવા લો.
એલોવેરા, ફુદીનો, લીંબુનો રસ લો.
વધુ ને વધુ પાણી અને છાશ પીઓ.
રાત્રે મોડે સુધી જાગવાનું ટાળો અને સમયસર રાત્રિભોજન કરો.

ડાયાબિટીસ માટે આહાર health tips