Diabetes Patients Diet Tips For Breakfast : ડાયાબિટીસ બીમારી એક વાર થયા બાદ ક્યારેય પીછો છોડતી નથી. ખરાબ આહાર અને બગડતી જીવનશૈલીના કારણે ઉત્પન્ન થયેલો આ રોગ જો કન્ટ્રોલમાં ન આવે તો તે લોકો માટે સજા બની જાય છે. ડાયાબિટીસ કન્ટ્રોલ કરવી એ જ આ બીમારીની સારવાર છે. જો તેને કન્ટ્રોલ ન કરવામાં આવે તો શરીરના ઘણા અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓને સવારે સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. સવારે 3-4 વાગ્યે બ્લડ સુગર ઓછી થઈ જાય છે અને પછી સવારે પથારીમાંથી ઉઠ્યા પછી ફાસ્ટિંગ સુગર વધવા લાગે છે. આવી સ્થિતિમાં જો સવારના નાસ્તા પર ધ્યાન આપવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે.
હવે સવાલ એ થાય છે કે સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી બ્લડ સુગર નોર્મલ રહે. આપણે ભારતીયો નાસ્તામાં વધુ કાર્બોહાઇડ્રેટનું સેવન કરીએ છીએ. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતના ડીનરની સાથે સાથે વચ્ચે વચ્ચે નાસ્તામાં કાર્બોહાઈડ્રેટનું સેવન કરવામાં આવે છે. કાર્બોહાઇડ્રેટ્સના વધુ સેવનથી બ્લડ સુગર વધે છે.
જો તમે બ્લડ સુગરને કન્ટ્રોલ કરવા માંગતા હો, તો તમારા કાર્બોહાઇડ્રેટના સેવનને કન્ટ્રોલ કરો અને તેને સંતુલિત રીતે ખાઓ જેથી સુગર વધવાનું જોખમ ન રહે. ચેઇન્નની ડાયાબિટીસ સ્પેશિલિટી સેન્ટરના ચીફ ડો. વી મોહનના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ તેમની ડાયટમાં કેલરીની ગણતરી રાખવી જોઈએ અને પ્રોટીન સાથે ફાઈબરનું સેવન કરવું જોઈએ. ચાલો જાણીએ કે નાસ્તામાં કઈ રીતે ખાદ્યપદાર્થોનું સેવન કરવું જેથી કરીને ફાસ્ટિંગની સાથે સાથે પોસ્ટ મીલ સુગર પણ કન્ટ્રોલ કરી શકાય. ડાયાબિટીસના દર્દીઓનો નાસ્તો કેવો હોવો જોઈએ?

ડાયાબિટીસ દર્દી સવારમાં ઈંડા કે ઈડલી- ઢોસાનો નાસ્તો કરી શકે છે?
ઈડલી, ઢોસા, પૌવા કે રોટલી / ચપાતી જેવા ભારતીય ભોજન નાસ્તામાં લઈ શકાય છે. આ ભોજન બ્લડ સુગર વધારી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીએ તેનું મર્યાદિત સેવન કરવું મહત્વપૂર્ણ છે. આ ફૂડ્સના ગ્લાયકેમિક ઇન્ડેક્સને ઘટાડવા માટે, જો તમે તેને કેટલાક ફૂડ સાથે મિક્સ કરીને સેવન કરો છો, તો બ્લડ સુગર વધવાનું જોખમ રહેશે નહીં. ઈડલી, ઢોસા, પૌવા કે ચપાતી સાથે પ્રોટીન અને ફાઈબરનો સમાવેશ કરો. પ્રોટીન અને ફાઈબરની ઉણપને પૂરી કરવા માટે તમે તેની સાથે સ્પ્રાઉટ્સનું (ફણગાવેલા કઠોળ) સેવન કરી શકો છો.
ડાયાબિટીસ દર્દી માટે બ્રેકફ્રાસ્ટનું ડાયટ ચાર્ટ
ચા જો તમ નાસ્તામાં ચા કે કોફીનું સેવન કરો છો, તો તેમાં દૂધનો ઉપયોગ ઓછો કરવો. પૌષ્ટિક ડાયટ સંપૂર્ણ દિવસ પૌષ્ટિક અને સંતુલિત ડાયટનું સેવન કરો. દિવસની શરૂઆત પૌષ્ટિક ડાયટ સાથે કરો. લો કાર્બ સ્મૂધી ઓછી કાર્બોહાઇડ વાળી સ્મૂધી, ખાસ કરીને શાકભાજીમાંથી બનેલી સ્મૂધીનું સેવન ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં અસરકારક છે. અનાજ અનાજમાં ઘઉંનું સેવન કરતી વખતે તેમાં ઓટ્સ મિક્સ કરવું જોઇએ. નાસ્તામાં પનીર નાસ્તા અને ભોજનમાં પનીરનું સેવન કરવું જોઇએ. ફળનું સેવન કરો તમે નાસ્તામાં ફળનું સેવન કરવા ઇચ્છો તો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વાળા ફળ જેવા કે – સફરજન, જામફળ, પપૈયા અને સંતરાનું સેવન કરો. ધ્યાન રાખો કે ફળનુંસેવન નાના નાના ટુકડા કરીને ખાવા, તેનો જ્યૂસ બનાવી સેવન કરવું નહીં. સોર્સેઝ જે લોકો નોન વેજ ખાય છે તેમની માટે સોર્સઝ એક સારો વિકલ્પ હોઇ શકે છે, અલબત્ત તેમાં વસાનું પ્રમાણ વધારે હોય છે. ઇંડાનું સેવન સવારના નાસ્તામાં ઈંડાના સફેદ ભાગનો ઓમલેટ ખાવ છો તો તમે ત્રણ કે ચારનું ઇંડાનું સેવન કરી શકો છો. નટ્સ અને બીન્સ બીન્સ, નટ્સ અને ફીસ સહિત અન્ય લીન પ્રોટીનનું સેવન કરી શકાય છે. દહીં અને સીડ્સ સાદું દહીં, સીડ્સ (કોળું, ચિયા સીડ્સ કે અળસી), એક વાટલી દૂધનું સેવન કરી શકાય છે. જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ એક ઉત્તમ ફળ છે, જે બ્લડ સુગર કન્ટ્રોલ કરી શકે છે.
આ પણ વાંચો | સફરજન કે સંતરા? ડાયાબિટીસ અને બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખવા ક્યા ફળનું સેવન કરવું? જાણો
ડાયાબિટીસના દર્દીઓ ચા કોફી પણ નાસ્તામાં લઇ શકે છે પરંતુ એમાં દૂધ અને ખાંડનો ઉપયોગ નહિવત કે ઓછો કરવો જોઇએ.





