Diet Plan For Diabetes Patients : ડાયાબિટીસના દર્દીઓએ સમજદારીપૂર્વક ભોજન કરવું જરૂરી છે. ડાયટમાં હેલ્ધી અને લો ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફૂડનું સેવન કરવું એ હેલ્ધી ફૂડ વિકલ્પ માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓને વધુ ભૂખ લાગે છે, તેથી શરીરને દરેક સમયે કંઈક ખાવાની જરૂર છે. જો ડાયાબિટીસનો દર્દી તેના 3 સમયના ભોજન ઉપરાંત દર કલાકે થોડોક સ્વાસ્થ્યપ્રદ નાસ્તો ખાય તો તેમનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને તેની ખાવાની તૃષ્ણા પણ અંકુશમાં રહે છે.
ભૂખને નિયંત્રણમાં રાખવા માટે, કયા નાસ્તાનું સેવન કરવું જોઈએ જેનાથી બ્લડ સુગર વધવાનું જોખમ ન હોય? નાસ્તાનું નામ પડતાં જ મનમાં તળેલા અને બેકડ ફૂડના ફોટા નજર સામે આવવા લાગે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું તળેલા કે બેક કરેલા નાસ્તાનું સેવન બ્લડ સુગર લેવલ વધારી શકે છે?
ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટર, ચેન્નાઈના પ્રેસિડેન્ટ ડૉ. વી મોહને જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર લેવલને સામાન્ય રાખવા માટે દરમિયાન સમયાંતરે કંઈક ખાવાનું ચાલુ રાખવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સે કહ્યું કે જો તમે નાસ્તામાં હેલ્ધી ફૂડનો સમાવેશ કરો તો તે સુરક્ષિત છે.
હેલ્થ એક્સપર્ટ્સે કહ્યું કે, બેકડ અને તળેલા નાસ્તાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે. મોટાભાગના શેકેલા નાસ્તા માત્ર શેકેલા નથી હોતા. આવી ખાદ્યચીજોને તેલમાં તળવામાં આવે છે જે પછી તેલ શોષી લેવામાં આવે છે. અલબત્ત, આ ખાદ્યપદાર્થો ઓઇલી નથી લાગતા પણ સ્વાસ્થ્ય માટે સારા નથી. ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે કેવી રીતે શેકેલા અને તળેલા નાસ્તાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત નથી.
બેકડ અને તળેલા ખોરાકમાં પોષ્ટિક તત્વોનો અભાવ
ઘણા તળેલા અને શેકેલા નાસ્તામાં બહુ ઓછા ફાઈબર હોય છે. લોહીમાં સુગરના શોષણને ધીમું કરવા અને બ્લડ સુગરને સામાન્ય રાખવા માટે ફાઇબરયુક્ત ફૂડનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. ઓછા ફાઇબરવાળા ખોરાકનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે.
બિનઆરોગ્યપ્રદ ચરબી અને મીઠું ડાયાબિટીસના દર્દી માટે જોખમી
શેકેલા અને તળેલા નાસ્તામાં રહેલી બિનઆરોગ્યપ્રદ ચરબી, ખાંડ અને મીઠું બલ્ડ સુગર લેવલ વધારવામાં મદદરૂપ છે. કેટલાક બેકડ અને તળેલા નાસ્તામાં ટ્રાન્સ ચરબી અને સંતૃપ્ત ચરબી જેવી બિનઆરોગ્યપ્રદ ચરબી હોય છે, જે ઇન્સ્યુલિન પ્રતિકારને વધુ ખરાબ કરી શકે છે. આવા નાસ્તાનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે, જે ડાયાબિટીસ દર્દી માટે ચિંતાનો વિષય છે. તળેલા પેકેજ્ડ સ્નેક્સ ખાવા કરતા સારું છે કે તમે ઘરે નાસ્તો બનવો અને તેનું સેવન કરો.

બજારના નાસ્તા ખાવાથી બ્લડ સુગર વધવાનું જોખમ
ઘણા બેકડ અને તળેલા નાસ્તા જેવા કે બટાકાની ચિપ્સ જેવા સ્નેકલમાં ભરપૂર કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.કાર્બોહાઇડ્રેટ્સના વધુ પડતા સેવનથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે.
હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ
કેટલાક તળેલા અને શેકેલા નાસ્તામાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફૂડનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે. આ ખોરાક ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખતરનાક બની શકે છે.
આ પણ વાંચો | દૂધ પીવાથી બ્લડ સુગર વધી શકે છે? ડાયાબિટીસના દર્દીએ ક્યા દૂધનું સેવન કરવું જોઇએ? જાણો દૂધના પ્રકાર અને ફાયદા
ડાયાબિટીસ દર્દી માટે હેલ્ધી સ્નેક્સના વિકલ
ડાયાબિટીસના દર્દીઓએ એવા નાસ્તાનું સેવન કરવું જોઈએ જેમાં પ્રોટીન, ફાઈબર, ચરબી, મીઠું અને ખાંડ ઓછી હોય. આ નાસ્તા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.શેકેલા કઠોળ અને ચણા ખાઓ. પ્રોટીન અને ફાઈબર બંને શરીર માટે હેલ્ધી છે.આખા ફળનું સેવન કરો.ડ્રાયફ્રૂટનું સેવન કરો. ડ્રાય ફ્રૂટ્સમાં ફાઈબર હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડ્રાયફ્રૂટ કૂકીઝ કરતાં વધુ સારા. સુકા મેવાનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે.સલાડ ખાઓ. સલાડમાં મૂળા, કાકડી અને ગાજર ખાઓ.જો તમે ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સનું સેવન કરતા હોવ તો તમારે ડ્રાય ફ્રૂટ્સનું સેવન મીઠું અને ખાંડ વગર, કાચા કે બાફેલા ખાવા જોઈએ.એર ફ્રાઈ સ્નેક્સમાં ચરબીનું પ્રમાણ ઓછું હશે





