/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/diabetes-patients-diet-tips-Navratri-Fast.jpg)
Diet tips for diabetes patients : નવરાત્રીમાં ઘણા લોકો નવ દિવસના ઉપવાસ (Navratri Fast) રાખતા હોય છે. ઉપવાસનુ ધાર્મિંક મહત્વની સાથે સાથે તે આરોગ્યની દ્રષ્ટિએ ફાયદારકારક રહે છે. જો કે ઉપવાસ રાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂર નથી જો તેમાં લાપરવાહી રાખશો તો શરીરને ફાયદો થવાના બદલે નુકસાન થવાની શક્યતા હોય છે. ખાસ કરીને ડાયાબિટીસ (diabetes, બ્લડપ્રેશરના (blood pressure) દર્દીઓ (patients) અને મોટી ઉંમરના વ્યક્તિઓએ ઉપવાસ રાખતી વખતે ખાણીપીણી બાબતે વિશેષ કાળજી રાખવી જોઇએ.
ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓએ ઉપવાસ કરતી વખતે લાંબા સમય સુધી ભુખ્યા રહેવુ જોઇએ નહીં. ભૂખ્યા પેટે શરીરમાં સુગરનું લેવલ ઘટી જાય છે જેને હાઇપોગ્લાઇસીમિયા કહેવાય છે. આવા લોકોએ દિવસ દરમિયાન થોડાંક- થોડાંક સમયના અંતરે કંઇક ને કંઇક ફળાહાર વસ્તુ ખાવી જોઇએ. ખાસ કરીને તેમણે નારિયેળ પાણી (coconut water) , લીંબુનું શરબત (lemon juice), મનગમતા ફળો અને તેના જ્યુસ જેવા પ્રવાહી ખોરાક લેવા જોઇએ. રાત્રે તેમણે ભારે કે તેલ વાળી વસ્તુ ખાવાના બદલે દૂધ (Milk) પીવુ જોઇએ.
લાંબા સમય સુધી ભુખ્યા રહેવુ નહીઃ
ડાયાબિટિશના દર્દીઓએ (diabetes patients) લાંબા સમય સુધી ભુખ્યા રહેવુ જોઇએ નહીં. ઉપવાસ કરતી વખતે તેમણે દિવસ દરમિયાન સમયાંતર કંઇકને કંઇક હેલ્થી ફૂડસ ખાવા જોઇએ જેમ કે - ડ્રાયફૂટ્સ, ફળ અને ફ્રૂટ જ્યુશ, નારિયેળ પાણી પીવાનું રાખવુ જોઇએ જે તમારા શરીરને એનર્જી આપશે અને સુગરનું લેવલ જાળવી રાખશે. મખાના, બદામ અને અખરોટ જેવા ડ્રાયફૂટ્સ (dry fruits) માં ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ફળોમાં સફરજન (Appel), બદામ મિલ્ક શેક, ચિયા સીડ્સ, કિવી (ceve fruit) સૌથી વધુ ફાયદો કરશે.
પુરતા પ્રમાણમાં પાણી પીવોઃ-
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/diabetes-patients-diet-tips-Navratri-Fast-1.jpg)
ઉપવાસ કરનાર વ્યક્તિએ પુરતા પ્રમાણમાં પાણી પીવુ જોઇએ જેથી તમારા શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા સર્જાશે નહીં. શરીરમાં પાણીનું લેવલ ઘટવાથી મેડિકલ ઇમરજન્સી સર્જાઇ શકે છે. તમારી શરીરને હાઇડ્રેટ કરવા માટે નારિયેળ પાણી, લીંબુ પાણી, લસ્સી- છાશ (તમારા શરીરની સ્થિતિ અનુસાર) પીવા જોઇએ.
તેલવાળી વસ્તુના બદલે ફળ ખાવોઃ-
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/diabetes-patients-diet-tips-Navratri-Fast-2.jpg)
ઘણા લોકો ઉપવાસમાં સાબુદાણાની ખીચડી (farali recipes), ફરાળી બફવડા, બટાકાની સુકી ભાજી, ફરાળી પુરી જેવી પચવામાં ભારે અને તેલવાળી ચીજો ખાતા હોય છે. આવી ચીજો ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પણ તે શરીરને ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે અને છેવટે ઉપવાસ કરવાનો શારીરિક ફાયદો મળતો નથી. આથી ઉપવાસ દરમિયાન તમારે વધુમાં વધુ ફળો ખાવા જોઇએ. ફળોમાં કુદરતી રીતે સુગર, પાણી હોય છે જે તમારા શરીરને એનર્જી આપશે અને બોડીને સંતુલિત બનાવશે. ડાયાબિટિશના દર્દીઓએ તેલવાળી વસ્તુઓથી દૂર રહેવુ જોઇએ. આવા લોકોએ સફરજન, કિવી, પપૈયુ, જામફળનું સેવન કરવુ જોઇએ.
સમયસર દવા લોઃ-
ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓએ ડોકટરના સૂચન અનુસાર સમયસર દવા (diabetes medicine) લેવી જોઇએ.
રાત્રે મોડે સુધી જાગવુ નહીઃ-
નવરાત્રીમાં રાત્રે મોડી સુધી જાગવાને બદલે પુરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઇએ. રાત્રે જાગવાથી પણ અપચો થવો, દિવસ દરમિયાન શરીરમાં આળસ અનુભવાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us