Diabetes | ડાયાબિટીસ હોય તો બાળકોને કેટલું જોખમ

Diabetes | જો માતા-પિતા બંનેને ડાયાબિટીસ હોય, તો બાળકને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. આદતો બદલીને આ જોખમ કેવી રીતે ઘટાડવું તે જાણો.

Written by shivani chauhan
July 19, 2025 14:32 IST
Diabetes | ડાયાબિટીસ હોય તો બાળકોને કેટલું જોખમ
Diabetes risk

Diabetes | ડાયાબિટીસ (Diabetes) ફક્ત એક રોગ નથી, તે લાઇફસ્ટાઇલનું પ્રતિબિંબ છે. અનિયંત્રિત ખાવાની આદતો, કસરતનો અભાવ, તણાવ, આ ટાઇપ 2 ડાયાબિટીસના મુખ્ય કારણો છે. પરંતુ જો તમને ખબર હોય કે તમારા પિતા કે માતા અથવા બંનેને ડાયાબિટીસ છે, તો તે ફક્ત લાઇફસ્ટાઇલનો વિષય નથી, ડાયાબિટીસની શક્યતા આનુવંશિક પણ છે.

ડાયબિટીસમાં ટુંબિક ઇતિહાસનો પ્રભાવ

હેલ્થ એક્સપર્ટ કહે છે, જો માતાપિતા બંનેને ટાઇપ 2 ડાયાબિટીસ હોય, તો બાળકને આ રોગ થવાનું જોખમ 50% કે તેથી વધુ હોય છે. આ આનુવંશિક ઇન્સ્યુલિન પ્રતિકાર અથવા શરીરમાં બીટા સેલ કાર્યમાં ઘટાડો થવાને કારણે છે. ડૉ. હિરણ એસ. રેડ્ડી કહે છે, “બાળપણમાં કોઈ લક્ષણો ન હોય તો પણ, સમય જતાં ગ્લુકોઝ સહિષ્ણુતા ઘટી શકે છે અને પુખ્તાવસ્થામાં ડાયાબિટીસ વિકસી શકે છે.”

તો શું ડાયાબિટીસ થઈ શકે છે?

તમારો પારિવારિક ઇતિહાસ હોઈ શકે છે, પરંતુ તમારી લાઇફસ્ટાઇલની પસંદગીઓ નક્કી કરશે કે તમને ડાયાબિટીસ થશે કે નહીં. આ સંદર્ભમાં, ડૉ. રાજીવ કોવિલે કહ્યું,’ટાઈપ 2 ડાયાબિટીસ અટકાવી શકાય છે. યોગ્ય જીવનશૈલી, સંતુલિત આહાર, વજન નિયંત્રણ અને નિયમિત કસરત તેના જોખમને ઘણું ઘટાડી શકે છે.’

ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે શું કરવું?

  • વજન નિયંત્રિત કરો : જો તમારું વજન વધારે હોય, તો ફક્ત 5-7% વજન ઓછું કરવાથી ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
  • સંતુલિત આહાર પસંદ કરો : સંતુલિત આહાર એટલે કે ફાઇબરમાં વધુ શાકભાજી, આખા અનાજ, પ્રોટીન જેમ કે કઠોળ, ચિકન, માછલી, સ્વસ્થ ચરબી જેમ કે ઓલિવ તેલ, બદામ પસંદ કરો.
  • નિયમિત કસરત કરો : અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ શારીરિક પ્રવૃત્તિ કરો, જેમ કે ચાલવું, સાયકલ ચલાવવું અથવા જોગિંગ.
  • તણાવને નિયંત્રિત કરો : ધ્યાન, યોગ અને પૂરતી ઊંઘ જેવી મન-શરીર પ્રેક્ટિસ તણાવ ઘટાડવામાં મદદ કરે છે, જે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારી શકે છે.
  • નિયમિત આરોગ્ય તપાસ કરાવો : ખાસ કરીને જો તમારી ઉંમર 25 વર્ષથી વધુ છે.જો તમારું વજન વધારે હોય, જો તમને લાંબા સમય સુધી બેસવાની ટેવ હોય તો, જો પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ હોય વગેરે હોય તો નિયમિત આરોગ્ય તપાસ કરાવો,પછી વર્ષમાં ઓછામાં ઓછા એક વાર તમારા બ્લડ સુગરનું સ્તર તપાસો.

ખાંડ વગર બનાવો હેલ્ધી ડ્રિન્ક, માત્ર 5 વસ્તુમાંથી 2 મિનિટમાં થઇ જશે તૈયાર, ભરપૂર એનર્જી આપશે

ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે શું ન કરવું?

  • ખાંડ અને મીઠા પીણાં
  • ખૂબ પ્રોસેસ્ડ ખોરાક
  • ટ્રાન્સ ફેટ અને હાઈ ફેટ ફાસ્ટ ફૂડ

  • જિનેટિક્સ બદલી શકાતા નથી, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તમારા ભવિષ્યને બદલી શકો છો. આજથી જ નાની સ્વસ્થ આદતો શરૂ કરો.
  • ડાયાબિટીસનું જોખમ ડાયાબિટીસનું કારણ નથી, તમારી નિયમિત જાગૃતિ અને લાઇફસ્ટાઇલ તમને ડાયાબિટીસથી દૂર રાખી શકે છે.
  • ફક્ત તમારા માતાપિતાને ડાયાબિટીસ હોવાનો અર્થ એ નથી કે તમે બીમાર થશો. તેથી જાગૃત રહો, નિયમોનું પાલન કરો અને સ્વસ્થ જીવન જીવો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ