આજની આધુનિક લાઇફ સ્ટાઇલમાં ક્યારે કોને કઇ બીમારી લાગુ પડે તેની કોઇને ખબર રહેતી નથી. સૌથી આશ્ચર્યનજક વાત એ છે કે 50% થી 70% લોકો આ જાણતા નથી હોતા કે તેમને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ રોજની જીવનશૈલીને પ્રભાવિત કરતી બીમારી છે જે હવે યુવા પેઢીને પણ પોતાની ઝપેટમાં લઇ ચુકી છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મત અનુસાર, વિશ્વ ભરમાં 42.2 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે, જ્યારે 1.5 લાખથી વધારે લોકોની મૃત્યુ ડાયાબિટીસને કારણે થાય છે. જો સમગ્ર વિશ્વમાંથી ડાયાબિટીસના દર્દીઓને એક જગ્યાએ એકઠાં કરવામાં આવે તો આ આંકડો વિશ્વના ત્રીજા દેશની વસ્તી જેટલો થશે. ડો. ગુરપ્રીત સિંહ ડાંગ, વરિષ્ઠ સલાહકાર, ઇન્ટર્નલ મેડિસિન, મણિપાલ હોસ્પિટલ, પાટિયાલા એ કહ્યું કે જે લોકો આ રોગથી પીડિત છે તેમને કોરોનરી આર્ટરી ડિસીઝ, હાર્ટ એટેક અને ડાયાબિટીક કિડની ડિસીઝ થવાનું પણ જોખમ રહે છે.
ડાયાબિટીસ કિડનીની કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે જેથી શરીરમાં વધારાનું પાણી અને ગંદગી બહાર નીકળી શકતી નથી. હાઈ બ્લડ સુગર લેવલને કારણે કિડનીની અંદરની રક્તવાહિનીઓ વિસ્તરે છે અને બ્લોક થઈ જાય છે. પૂરતા લોહી વિના, કિડનીને નુકસાન થાય છે, અને આલ્બ્યુમિન (એક પ્રકારનું પ્રોટીન) આ ફિલ્ટરમાંથી પસાર થાય છે અને પેશાબમાં જાય છે. જ્યાં તે ન હોવું જોઈએ.
તેનાથી કિડની બગડી શકે છે અને દર્દીને ડાયાલિસીસની આવશ્યકતા પડે છે. આ સિવાય ડાયાબિટીસ યુરીનરી ટેક્ટના સંકમણનું કારણ બની છે. કેમ કે વધારે સુગર લેવેલના લીધે પેશાબમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. કેમ કે, ડાયાબિટીસથી પીડિત મોટાભાગના લોકો આ બીમારીની ગંભીરતાને અવગણે છે. આ સિવાય જીવનશૈલીમાં અચાનક બદલાવના કારણે પણ આ બીમારી વધારે ફેલાય રહી છે.
તણાવ આજના સમયમાં સામાન્ય થઇ ગયો છે અને ખાવા પીવાની બદલાયેલી રીત પણ અસર કરે છે. તેનાથી સુગર લેવલ ઘણું વધી જાય છે. નિયમિત તપાસ, યોગ્ય ઉપાય, સમયસર દવા, યોગ્ય ખોરાક અને શરૂઆતની જીવનશૈલીમાં બદલાવથી ડાયાબિટીસના જોખમને ઓછું કરવામાં મદદ મળી શકે છે. ઑલ્કોહૉલનું સેવનથી બચવું જોઈએ, કેમકે તેનાથી ન માત્ર ગ્લુકોઝનું સ્તર વધે છે કે ઓછું થાય છે પરંતુ ડાયાબિટીસની દવાની અસરને પણ પ્રભાવિત કરે છે.