Diabetes Test : શું તમે થાકેલાજ રહો છો, વજન વધવા લાગ્યું છે, ક્યાંક એ ડાયબિટીસ તો નથી ને? આ 5 સરળ ટેસ્ટથી તમે જાણી શકો છો

Diabetes Test : ડાયાબિટીસની ઓળખ માટેની મુખ્ય 2 રીતો છે. પહેલો ટેસ્ટ એ ફિંગર ટેસ્ટ છે અને બીજો ટેસ્ટએ યુરિન ટેસ્ટ છે.

Written by shivani chauhan
June 14, 2023 15:00 IST
Diabetes Test : શું તમે થાકેલાજ રહો છો, વજન વધવા લાગ્યું છે, ક્યાંક એ ડાયબિટીસ તો નથી ને? આ 5 સરળ ટેસ્ટથી તમે જાણી શકો છો
ડાયાબિટીસ ટેસ્ટ

આજની ભાગદોડ વળી લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. તેમાં અનિરછનીય રીતે ઘણી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. ડાયાબિટીસ પણ એ બીમારીઓ માંથી એક છે. હેલ્થ એક્સપર્ટ, શારીરિક એકટીવીઝની કમી, ખરાબ લાઈફ સ્ટાઇલ, ખરાબ ડાયટ, સ્થૂળતા વગેરે કેટલીક સામાન્ય ડાયાબિટીસની શરૂઆતના કારણ છે. એક્સપર્ટ મુજબ, જો તમે રોજ માટે કામ કરવાની સાથે થાક, ચક્કર જેવું અનુભવો છો તો ટાઈપ-2 ડાયાબિટીસના પ્રમુખ લક્ષણો હોઈ શકે છે. જો કે, ઘણી વાર ઊંઘ પુરી ન થાય તો પણ થાક લાગે છે અથવા સ્થૂળતામાં વધારો પણ ઘણાકારણોથી થઇ શકે છે, ચાલો તો જાણીએ કે ડાયાબિટીસની ઓળખ માટે ક્યા-ક્યા ટેસ્ટ કરવા જરૂરી છે,

એચબીએ1સી ટેસ્ટ (HbA1c Test) :

ડાયાબિટીસની ઓળખ માટેની મુખ્ય 2 રીતો છે. પહેલો ટેસ્ટ એ ફિંગર ટેસ્ટ છે અને બીજો ટેસ્ટએ યુરિન ટેસ્ટ છે.આ ટેસ્ટમાં આપણને સ્ટિકનુ જાણકારી પણ આપે છે, પરંતુ માત્ર તે સમય દરમિયાન જયારે આપણને ડેસ્ટ કરાવીએ છીએ, એવામાં બ્લડ સુગરની વધ-ઘટની પુરી ડીટેલ જાણવા માટે હબ HbA1c ટેસ્ટ કરાવી શકીયે છીએ, એચબીએ1 ટેસ્ટ દ્વારા છેલ્લા 3 મહિનાના બ્લડ સુગર લેવલની જાણકારી મેળવી શકાય છે.

આ પણ વાંચો: World Blood Donor Day : આજે વિશ્વ રક્તદાન દિવસ, રક્તદાનએ ‘એક સપ્તાહની કસરત સમાન’ છે

ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ :

ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ ખાલીપેટે થાય છે. તેના માટે વ્યક્તિને લગભગ 8 કલાક સુધી ભૂખ્યું રહેવું જરૂરી છે. ટેસ્ટની પહેલા તમે માત્ર પાણી પી શકો છો. મોટાભાગના લોકો સવારે ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ કરવાનું પસંદ કરે છે.

રેન્ડમ પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ:

ઘણીવાર લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહી સકતા નથી અને ટેસ્ટ કરાવ્યા પહેલાજ જમી લે છે. આવી સ્થિતિમાં રેન્ડમ પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ કરાવી શકાય છે. આ ટેસ્ટ તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કરવાની શકો છો. આ ટેસ્ટને ઇમરજન્સી સુગર ટેસ્ટના નામથી ઓળખાય છે. આ ટેસ્ટ હાઇપરગયસેમીયા અને લો સુગર લેવલની જાણ થઇ છે. આ ટેસ્ટ દ્વારા સુગર ઘટવાની અને વધવાની સમસ્યા વિષે સરળતાથી જાણ થાય છે.

આ પણ વાંચો: El Nino : અલ નીનો શું છે અને તે ચોમાસા પર કેવી અસર કરે છે? જાણો વિગતવાર

પોસ્ટપેંડેમીકે બ્લડ સુગર ટેસ્ટ:

પોસ્ટપેંડેમીકે બ્લડ સુગર ટેસ્ટએ જમ્યાના 2 કલાક પછી કરાવી શકાય છે. તેના દ્વારા જમ્યા પછી બ્લડ સુગરની માત્રાને માપી શકાય છે, જેમાં કાર્બોહાઇડ્રેટની એક નિર્ધારિત માત્રા હોય છે. આ ટેસ્ટથી જાણ થાય છે કે બ્લડ સુગર બોડીમાં કેવી રીતે રિએક્ટ કરે છે.

ઓરેન્જ ગ્લુકોઝ ટોલરેંસ ટેસ્ટ :

ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ પ્રેગ્નેન્સી દરમિયાન ડાયાબિટીસની સ્થિતિની જાણ માટે થાય છે. તેના માટે પહેલા વ્યક્તિનો બ્લડ સેમ્પલ લેવાય છે, ત્યાર બાદ તેના ગ્લુકોઝનું પાણી પીવડાવાય છે. 2-3 કલાક પછી એકવાર ફરી બ્લડ સેમ્પલ લઈને તેની તપાસ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ